Skip to main content

અકસ્માતના CCTV આવ્યા સામે:મોરબી નજીક નેશનલ હાઇવે રોડ ઉપર આખલો આડો આવતા સર્જાયેલ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓએ ગુમાવ્યો હતો જીવ

મોરબીના બંધુનગર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર આખલો આડો આવતાં ડમ્પર તેની સાથે અથડાયું હતું અને વાહન ચાલકે તેના ડમ્પરના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ડમ્પર ડિવાઈડર કૂદીને બાજુના રોડ ઉપરથી પસાર થતી આર્ટિકા કાર ઉપર પડ્યું હતું. જે ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત નીપજયાં હતા. આ અકસ્માતના બાનવનો સીસીટીવી કેમેરાનો વિડીયો હાલમાં સોશયલ મીડિયામાં વાઈરલ થયેલ છે. ગત ઋષિ પાંચમના દિવસે વહેલી સવારે 5:50 વાગ્યાના અરસામાં મોરબીના બંધુનગર ગામ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉમા ટાઉનશીપમાં રહેતા પિયુષભાઈ બાબુભાઈ માલવીયાએ ડમ્પર નંબર જીજે 36 ટી 3484 ના ચાલક મૃતક વરુણભાઈ તોલસિંગ વાસ્કલે (ઉ.30) ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરે છે જો કે, અકસ્માતના આ બનાવના સીસીટીવી કેમેરાના ફૂટેજ હાલમાં સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલ છે. અત્રે ઉલેખનીય છેકે, તુષારભાઈ બાબુભાઈ માલવિયા (ઉ.30) તેના પત્ની સુવિધાબેન અને દીકરી દ્વિજા (ઉ.9) સાથે આર્ટિકા કાર નંબર જીજે 36 એએલ 7520 લઈને મોરબીથી વાંકાનેર તરફ જઈ રહ્યા હતા. ત્યારે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર ગામ પાસે વાંકાનેર બાજુથી મોરબી તરફ આવી રહેલ ડમ્પર ચાલકે તેના ડમ્પરની આડે આખલો આવતા તેની સાથે વાહન અથડાવ્યૂ હતું અને ત્યારબાદ ડમ્પરના ચાલકે તેના વાહનના સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા ડમ્પર ડિવાઈડર કૂદીને બાજુના રોડ ઉપરથી પસાર થતી તુસારભાઈની આર્ટિકા કાર ઉપર પડ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો. આ બનાવમાં તુષાર માલવિયાનું મોત નિપજ્યું હતું તેમજ ટ્રક ડમ્પરના ક્લીનર મહેશભાઈ અમરસિંહ સિંગાર (ઉ.23) અને ડમ્પર ચાલક વરૂણભાઇ તોલસિંગ વાસ્કલે (ઉ.30) આ ત્રણ વ્યક્તિઓના મોત નીપજયાં હતા. અને મૃતક તુષારભાઈના પત્ની સુવિધાબેન અને દીકરી દ્વિજાને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અને આ બનાવમાં મૃતક સામે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી રહી છે તેવામાં ત્રણ વ્યક્તિનો જીવ લેનાર અકસ્માતના આ બનાવના સીસીટીવી ફૂટેજ વાયરલ થયેલ છે.


http://dlvr.it/TD5gK1

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6