જિલ્લા ખેતીવાડી અધિકારીનો અનુરોધ:સુરેન્દ્રનગરમાં વધુ વરસાદને કારણે કપાસના પાકમાં આંતરિક અને બાહ્ય જીંડવાનો સડો અને પેરાવિલ્ટ રોગના નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવા અનુરોધ
સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે કપાસના ઊભા પાકમાં આંતરિક અને બાહ્ય જીંડવાનો સડો અને પેરાવિલ્ટ (નવો સૂકારો) રોગના સંકલિત વ્યવસ્થાપન અંગે લેવાના પગલા બાબતે માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. વધુમાં, દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવાનું રહે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.
http://dlvr.it/TDD8Lq
http://dlvr.it/TDD8Lq
Comments
Post a Comment