લોકોના ટોળેટોળા ભેગા થયા:નૂર મસ્જિદની સામે યુવક ચાલુ સ્ટ્રીટ લાઇટના થાંભલે ચડ્યો, પોલીસ અને ફાયરબ્રિગેડના કર્મચારીઓએ બે કલાકની ભારે જેહમત બાદ નીચે ઊતાર્યો
શહેરના પીપળજ પીરાણા રોડ ઉપર આવેલા ગણેશ નગર પાસે નૂર મસ્જિદની સામેના ભાગે સ્ટ્રીટ લાઈટના થાંભલા ઉપર એક યુવક ચડી ગયો હતો. જેના કારણે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા અસલાલી ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી યુવકને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ, તેણે સ્ટાફને લાતો મારી અને ત્યાંથી ભગાડવાનો પ્રયત્ન કર્યો તો છેવટે ફાયરબ્રિગેડની મોટી TTL સીડી વડે ઉપર જઈ સહી સલામત નીચે ઉતારી નારોલ પોલીસને સોંપવામાં આવ્યો હતો. બે કલાક સુધી યુવકે પોલીસ કર્મચારીઓ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓને બાનમાં લઈને હેરાન કર્યા હતા. જોકે, છેવટે તેને નીચે ઉતારવામાં સફળતા મળી હતી. સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉપર ચડીને હલાવવા લાગ્યો
મળતી માહિતી મુજબ પીપળજ પીરાણા રોડ ઉપર નૂર મસ્જિદની સામે રાત્રિના સમયે એક યુવક ચાલુ સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉપર ચડી ગયો હતો અને થાંભલા ઉપર બેસીને તેને હલાવવા લાગ્યો હતો. જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. અસલાલી ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. તેઓએ ગાડી ઉપર રહેલી સીડી થાંભલા ઉપર મૂકી યુવકને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, યુવક ત્યાંથી ઉતરવા તૈયાર નહોતો. સ્ટાફને લાતો અને હાથ મારી ત્યાંથી ખસેડી દેતો હતો. જેથી, સ્ટાફ દ્વારા તેને દોરડા વડે થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યો હતો. બે કલાકની ભારે જેહમત બાદ નીચે ઊતાર્યો
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેને નીચે ઉતારવાનો પ્રયત્ન કરાયો પરંતુ, નીચે ઉતરવા માટે તૈયાર ન હોવાના કારણે તેને ઉતારવા થલતેજ ખાતે રહેલી TTL વાન (મોટી સીડી) બોલાવવાની ફરજ પડી હતી. બે કલાકની ભારે જેહમત બાદ તેને સહી-સલામત નીચે ઉતારવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા લોકોમાં પણ રોશ ફેલાયો હતો કારણ કે બે કલાકથી ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તેને નીચે ઉતારવાનો પ્રયત્ન કરતી હતી છતાં પણ માનતો ન હતો અને ટ્રાફિક પણ ખૂબ થઈ ગયો હતો. જેથી તાત્કાલિક પોલીસ દ્વારા તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. બાલાજી હાઇટના સાતમા માળે આગ ભભૂકી
શહેરના સી.જી. રોડ વિસ્તારમાં આવેલી બાલાજી હાઇટ નામની બિલ્ડિંગમાં સાતમા માળે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બેથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આગ લાગતાની સાથે જ લોકો બહાર નીકળી ગયા હતા ફ્લેટના લોકો પણ તાત્કાલિક દોડીને નીચે આવી ગયા હતા ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
http://dlvr.it/TDCLy5

Comments
Post a Comment