બૂલેટ ટ્રેનનું કામ બૂલેટ ગતિએ:વડોદરા અને વાપી ખાતે 1000 સ્પાન બોક્સ ગર્ડર્સનું કાસ્ટિંગ પુર્ણ, ગુજરાતમાં કુલ 352 કિમી અંતર; અન્ય કામગીરી કરવામાં આવશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બૂલેટ ટ્રેન અંગેની કામગીરી પુર જોશમાં જોવા મળી રહી છે. આ કામગીરીમ મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના વાયડક્ટ બાંધકામ માટે ગુજરાતના વડોદરા અને વાપી ખાતે આવેલા બે કાસ્ટિંગ યાર્ડમાં 1000 સ્પાન બોક્સ ગર્ડર્સ (દરેક કાસ્ટિંગ યાર્ડ)નું કાસ્ટિંગ સંપૂર્ણ પણે પૂર્ણ કરવામાં આવ્યું છે. બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાત અને DNHનું ફૂલ અંતર 352 કિમીનું છે. જે હાલમાં 290 કિલોમીટર વાયડક્ટનું નિર્માણ ફુલ સ્પાન લોંચિંગ (FSLM) દ્વારા કરવામાં આવશે અને બાકીની ગોઠવણી મુખ્યત્વે સેગમેન્ટલ લોન્ચિંગ સાથે 17 સ્ટીલ બ્રિજ, 8 સ્ટેશન, 350 મીટર ટનલ અને અન્ય સિવિલ સ્ટ્રક્ચર્સ દ્વારા કરવામાં આવશે. બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના વાયડક્ટના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા સંપૂર્ણ ગર્ડર સામાન્ય રીતે 40 મીટર લાંબા અને 970 મેટ્રિક ટન વજનના હોય છે. ગુજરાત અને DNHમાં ફુલ સ્પાન લોન્ચિંગ ગર્ડર્સની વિગતોમાં કુલ સ્પાન ગર્ડર્સની સંખ્યા 7277 કે 290 કિલોમીટરનો વિસ્તાર છે. આ સાથે FSLM ગર્ડર કાસ્ટની સંખ્યા 5169 જેનો ફૂલ વિસ્તાર 207 કિલોમીટરનો છે. વાયડક્ટ બાંધવા શરૃ કરાયેલા FSLM ગર્ડરની સંખ્યા 4651 જેની કુલ વિસ્તાર 186 કિલોમીટર જેટલો થાય છે. આ કાસ્ટિંગ યાર્ડ મેક ઈન ઈન્ડિયા મશીનરી જેવી કે સ્ટ્રેડલ કેરિયર્સ, ફુલ સ્પાન લોન્ચિંગ ગેન્ટ્રી, ગર્ડર ટ્રાન્સપોર્ટર, બ્રિજ ગેન્ટ્રી અને ફુલ સ્પાન ગર્ડર કાસ્ટિંગ મોલ્ડ્સથી સજ્જ સમર્પિત ફેક્ટરીનું આયોજન થઈ રહ્યુ છે. હાલમાં ગુજરાતમાં 213 કિમી વાયડક્ટનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં SBS (સ્પાન બાય સ્પાન) અને FLSM લોન્ચનો ઉમેરો થાય છે.
http://dlvr.it/TDV2Lq
http://dlvr.it/TDV2Lq
Comments
Post a Comment