નવસારીની મુલાકાતે હર્ષ સંઘવી:રાજ્યમાં શાંતિ ડહોળવાના થયેલા પ્રયાસ મામલે કહ્યું- 'ગુજરાતમાં જે લોકો કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે'
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે. જેમાં સૌ પ્રથમ વલસાડના અલગ અલગ ગણેશ મંડળોની મુલાકાત લીધા બાદ બપોર બાદ હર્ષ સંઘવી નવસારીના ચીખલી તાલુકામાં આવેલા મજી ગામના રાજાના દર્શને આવી પહોંચ્યા હતા, જ્યાં ભાજપના ધારાસભ્ય, સાંસદ સહિતના કાર્યકરોને મળીને તેમણે ગણેશજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. નવસારીના હાઇવે નંબર 48 પાસે આવેલા મજીગામના રાજા શ્રી ગણપતિના દર્શન કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગણેશ સ્થાપન એક માત્ર તહેવાર નથી પરંતુ અનેક વેપારીઓ માટે વેપાર અપાવતો અવસર છે. રાજ્યના યુવાનો કોઈપણ ગેરમાર્ગે ન દોરાઈને દેશ અને રાષ્ટ્રના કામમાં આવે, સાથે જ રાજ્યમાં ડ્રગ્સ સહિતની લડાઈમાં સૌ નાગરિકોએ સહભાગી થવા અપીલ કરી હતી. યુવાનોને ડ્રગ્સના માર્ગેથી દૂર કરી તેમના પરિવારે પણ સહયોગ આપવો જોઈએ, જો આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. સુરતની ઘટના બાદ ગુજરાતની પ્રજા શાંતિ પ્રિય છે, માટે ગૃહ રાજ્યમંત્રીએ વિઘ્ન પહોંચાડનારાઓને સાનમાં સમજી જવાનો સંદેશ આપ્યો હતો, કાયદો કાયદાનું કામ કરે છે સાથે જ જે રાજ્યમાં કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે તેવું સૂચક નિવેદન આપીને તોફાની તત્વોને સંદેશો આપ્યો હતો. ચીખલીના મજીગામ ખાતે આવેલા ગણેશ મંડળની મુલાકાત લીધા બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પૂર્વ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલના નિવાસ્થાન ખાતે જઈને અલ્પાહાર લીધો હતો.ગૃહ મંત્રી સાથે વલસાડના સાંસદ ધવલ પટેલ પણ જોડાયા હતા.
http://dlvr.it/TDBJDh
http://dlvr.it/TDBJDh
Comments
Post a Comment