ક્લોરિન ગેસના 900 કિલોના સિલેન્ડરમાં લીકેજ:લુણાવાડાના ચારણગામ નમનાર જૂથ પાણી પુરવઠા યોજના મુખ્ય હેડ વર્કસ વરધરી ખાતે સિલેન્ડર લીકેજથી લોકોમાં ભય ફેલાયો
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વરધરી ગામે ચારણગામ નમનાર જુથ પાણી પુરવઠા યોજનાના મુખ્ય હેડ વર્કસ પ્લાન્ટમાં ગેસ લીકેજ થયો હતો. ક્લોરિનનો 900 કિલોનો બોટલ લીક થતાં લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. જોકે બનાવો અંગેની જાણ તંત્રના અધિકારીઓને થતા તાત્કાલિક પાણી પુરવઠાના અધિકારી તેમજ પોલીસ સહિત મામલતદાર ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. અધિકારી અને કર્મચારી ઘટના સ્થળે પોહચી લીકેજ બંધ કરવાની ખૂબ કાળજીપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ વડોદરા ખાતેથી પણ ટીમને બોલાવી અને તાત્કાલિક આ લીકેજને બંધ કરવામાં આવ્યું હતું. ક્લોરિન જે પાણીની શુદ્ધિકરણ માટે વપરાતો ગેસ હોય છે અને તે અતિ સંવેદનશીલ ગણાતો ગેસ છે. એટલે વહેલી તકે આ લીકેજ બંધ કરવામાં આવતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી. જ્યારે થોડા સમય માટે લોકોના જીવ તળાવે ચોંટ્યા હતા.
http://dlvr.it/TD6Qfs
http://dlvr.it/TD6Qfs
Comments
Post a Comment