Skip to main content

સિલેક્શન બાદ તમામની પરીક્ષા લેવાશે:MSUના 500 યુવાનો-યુવતીઓએ NCC સિલેક્સન કેમ્પમાં ભાગ લીધો, તમામ ખર્ચ ડિફેન્સ દ્વારા ઉઠાવાશે

આજરોજ વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 450 ઉપરાંત યુવાનો અને યુવતીઓએ એનસીસી દ્વારા આયોજિત સિલેક્શન કેમ્પમાં ભાગ લીધો હતો. આ કેમ્પમાં સિલેક્ટ થનાર યુવાનો અને યુવતીઓ 3 ગુજરાત કેડેટ તરીકે ઓળખાય છે. સિલેક્શન બાદ તમામની પરીક્ષા લેવાશે
કર્નલ દેવેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે, NCCમાં એ, બી અને સી એમ ત્રણ કેટેગરી હોય છે. કેટેગરી મુજબ સિલેક્ટ થયેલા યુવાનો અને યુવતીઓને તાલીમ આર્મી જવાનો દ્વારા આપવામાં આવે છે. આજે આર્મી વિંગમાં સિલેક્ટ થવા માટેના કેમ્પનું ફતેગંજ એનસીસી કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એમ. એસ. યુનિવર્સિટીના 300 ઉપરાંત યુવાનો-યુવતીઓએ ભાગ લીધો છે. જેઓની જનરલનોલેજની લેખિત, મૌખિક પરીક્ષા લેવામાં આવે છે. ઉપરાંત શારીરિક પરિક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થયા બાદ યુવાનને સિલેક્ટ કરવામાં આવશે. તમામ ખર્ચ દેશના ડિફેન્સ દ્વારા ઉઠાવાશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 3 ગુજરાત બટાલિયન માટે 3 વર્ષનો કોર્સ હોય છે. ત્રણ વર્ષનો કોર્સ પૂર્ણ થયા બાદ C સર્ટિફિકેટ આપવામાં આવે છે. એનસીસીના C સર્ટિફિકેટ બાદ કેડરને પોલીસ, આર્મી ઓફિસર, રિઝર્વ તેમજ કોર્પોરેટ કંપનીઓમાં પ્રધાન્ય મળે છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 536 એનસીસી માટેની સીટો છે. જે પૈકી 160 યુવતીઓ અને 376 સીટ યુવાનો માટે હોય છે. તમામ ખર્ચ દેશના ડિફેન્સ દ્વારા ઉપાડવામાં આવે છે. ગુજરાતમાં ફરજિયાત 10 દિવસના કેમ્પનું આયોજન
કર્નલ દેવેન્દ્રસિંઘે વધુમાં જણાવ્યું હતું કે, ત્રણ વર્ષના C સર્ટિફિકેટ કોર્સ દરમિયાન ગુજરાતમાં ફરજિયાત 10 દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાત બહાર પણ ટ્રેકિંગ, થાલ સૈનિક કેમ્પનું આયોજન કરવામાં આવે છે. વિશેષમાં રિપબ્લિક ડેના દિવસે દિલ્હી ખાતે યોજાતી પરેડ માટે સિલેક્શન કરવામાં આવે છે‌. ગત વર્ષે વડોદરા એનસીસી કેમ્પના 12 કેડર્સ સિલેક્ટ થયા હતા. દરેક કોલેજની અલગ-અલગ સીટો નિર્ધારિત
3 ગુજરાત બટાલિયન માટે વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સહિત 14 યુનિવર્સિટીના યુવાનો અને યુવતીઓ માટે કેમ્પ યોજવામાં આવે છે. દરેક કોલેજની અલગ-અલગ સીટો નિર્ધારિત કરવામાં આવેલ છે. દરેક કોલેજ અને યુનિવર્સિટીમાથી એક અધ્યાપકની એસોસિએટ NCC ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવે છે. એમ. એસ. યુનિવર્સિટીમાથી ડો. દિલીપ કાતરીયા, ડો. પંકજ ત્રિપાઠી, અશોક રોહિત, કાન્ચી બારીયા અને પૂજા કંટારીયાની નિમણૂક કરવામાં આવી છે. સરકારી કોલેજમાંથી આવતા યુવાનો અને યુવતીઓ માટે ડિફેન્સ ખર્ચ ઉઠાવે છે. જ્યારે પ્રાઇવેટ કોલેજમાંથી એનસીસી કેમ્પમાં સિલેક્ટ થતા કેડરનો ખર્ચ જે તે કોલેજ દ્વારા કરવામાં આવે છે.


http://dlvr.it/TDSyT0

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6