Skip to main content

બાળકને રમકડાં આપતા પહેલા અચૂક ધ્યાન રાખજો..!:સુરતમાં દોઢ વર્ષની બાળકીએ મેગ્નેટિક માળા ગળી જતાં માતા-પિતાનો જીવ અધ્ધર, 3 કલાકની સર્જરી બાદ માસૂમનો જીવ બચ્યો

નાના બાળકોનાં વાલીઓએ ચેતવા જેવો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. ડીંડોલી વિસ્તારમાં રહેતી દોઢ વર્ષની બાળકી રમતા-રમતા માતા-પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકાની માળા ગળી ગઈ હતી. બે-ત્રણ દિવસ પેટમાં દુ:ખાવો અને ઉલટીઓ થવાની શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડાતા એકસ-રે કરતા પેટમાં મેગ્નેટિક મણકાની માળા હોવાનું સામે આવ્યું હતું. આ માળાના કારણે આંતરડાની દીવાલમાં કાણા પડી ગયા હતા. તબીબોએ 3 કલાકમાં સફળ સર્જરી કરી 18 મણકા બહાર કાઢ્યા હતા. આ સાથે જ આંતરડાની દીવાલમાં પડી ગયેલા કાણા રીપેર કરી જીવ બચાવી લેવામાં આવ્યો હતો. માતા-પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકા ગળી ગઈ
મળતી માહિતી પ્રમાણે, ડીંડોલી વિસ્તારમાં દોઢ વર્ષની અનન્યા પરિવાર સાથે રહે છે. પિતા સાયકલ રીપેરીંગનું કામ કરે છે. દોઢ વર્ષની બાળકી માતા-પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકા ગળી ગઈ હતી, હજુ ભાષા બરાબર ન હોવાથી માતા-પિતાને જણાવી શકી ન હતી. ત્યારબાદ બાળકીને ઉલ્ટી તથા પેટમાં દુઃખાવો થતાં નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા, 2-3 દિવસની સારવાર લીધા બાદ પણ દર્દીને ઉલ્ટી તથા પેટનો દુઃખાવો બંધ થતો ન હતો. પેટનો એક્સ-રે કઢાવતા ખ્યાલ પડ્યો
બાળકીને લઈને ફરી દવાખાને લઇ ગયા જ્યાંથી તેમને મોટી હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવી. જેથી, બાળકીને લઈને પરિવાર ગત 27/08/24ના રોજ સ્મીમેર હોસ્પિટલ આવ્યા હતા. માતા-પિતા મણકા ગળી જવાની માહિતીથી અજાણ હતા. તેથી, તેમને નાનાં બાળકોનાં વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનો પેટનો એક્સ-રે કઢાવતા ખબર પડી કે, બાળકીના પેટમાં મણકાની માળા છે. તેથી, તેણીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરવામાં આવી હતી. માળાના મણકા જઠરની દીવાલમાં ખૂંપી ગયા હતા
સર્જરી વિભાગના પ્રોફેસર ડોક્ટર હરિશ ચૌહાણે એન્ડોસ્કોપી કરીને માળા કાઢવાની કોશિશ કરી પરંતુ, માળાના મણકા જઠરની દીવાલમાં ખૂંપી ગયા હતા, તેથી તાત્કાલિક ઓપન લેપ્રોટોમી, ટાંકાવાળું પેટનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે, દર્દીની GI SYSTEM એક બોલની જેમ ચીપકી ગઈ હતી. એક બોલ જેવો માસ થઈ ગયો હતો, જેને છૂટા પડતાં GI SYSTEMમાં વિવિધ ભાગોમાં 10 કાંણા પાડેલા હતાં અને ત્યાં મેગ્નેટિક મણકાઓ ચોંટેલા હતાં. 10 કાણાનું રિપેર કરી દર્દીનું 3 કલાક સફળ ઓપરેશન
સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા બાળકી‌નાં શરીરમાંથી 18 જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢવામાં આવ્યા હતા. મેગ્નેટને લઈને આખી GI SYSTEM ચીપકીને આંતરડાની દીવાલમાં પ્રેશર નેક્રોસિસ થઈ કાણા પડી ગયા હતા. આ તમામ 10 કાણાનું રિપેર કરી દર્દીનું 3 કલાક સફળ ઓપરેશન કર્યું હતું. દર્દીને આજરોજ 12 દિવસ પછી સંપૂર્ણ સારવાર આપી, પૂરેપૂરી સ્વસ્થ સ્થિતિમાં રજા આપવામાં આવી છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચ 1.5- 2 લાખ થઈ શકે છે. દરેક નાના બાળકોનાં વાલીઓ માટે ચેતવા જેવું
માતા-પિતા તથા ઘરવાળાઓએ નાના બાળકોને રમવા આપતા રમકડાંનું અચૂક ધ્યાન રાખો... જે રમકડાના નાનાં પાર્ટ્સ છૂટા થઈ શકે એવા હોય એ રમકડાં રમવા આપવાનું ટાળો, ઘરમાં પણ નાની-નાની વસ્તુઓ કે જે ગળી શકાય, તેને બાળકની પહોંચની બહાર રાખો. એજ પ્રકારે ખતરનાક પ્રવાહીની બોટલો ( આલ્કોહોલ, એસિડ, ફિનાઇલ, ટોઇલેટ તથા ફ્લોર ક્લીનર , જંતુનાશક દવાઓ)ની બોટલો સલામત જગ્યાએ બાળકની પહોંચની બહાર રાખો. આંતરડામાં કાણું દર્દી માટે જીવનું જોખમ ઊભુ કરી શકે
સ્મીમેર સ્મીમેર હોસ્પિટલમાં ધણા બાળદર્દીઓ વિવિધ પ્રકારની વસ્તુઓ ગળીને સારવાર માટે આવે છે જેવી કે, ટાંકણી, સફેટી પીન, સિક્કા, બટનસેલ, નાનાં પેન્સિલસેલ, રમકડાના પાર્ટસ, બોટલના ઢાંકણા, પેન ના કેપ, મણકા ,લખોટી ,ખીલી , સ્ક્રુ, નાનાં વાયરના ટુકડાં આ ઉપરાંત ખાવાની વસ્તુઓ સિંગ ચણા, ડ્રાયફ્રુટ જેવા પ્રકારની ફોરેન બોડી ઇંજેશનના દર્દીઓ આવે છે. ઉપરોકત કોઈ પણ વસ્તુ શ્વાસન‌‍‍ળીમાં કે શ્વાસન‌‍ળીના મુખમાં ફસાઈ જાય ત્યારે તાત્કાલિક સારવારની જરૂર પડે છે અને સારવારમાં મોડું થાય તો દર્દીનું મૃત્યુ પણ થાય છે. આ પ્રકારના ઘણા બાળકો તથા યુવાનોને જોયા છે, જે હોસ્પિટલ પહોંચ્યા પહેલાં જ દમ તોડી દે છે. જ્યારે પાચનતંત્રમાં જતી ફોરેન બોડી ઇંજેશન અન્નનળી, જઠર તથા આંતરડામાં કાણું પાડી દર્દી માટે જાનનું જોખમ ઊભું કરે છે. રેસિડન્ટ ડોક્ટરોનો માતા-પિતાએ આભાર માન્યો
સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે આવા સરેરાશ 10-12 બાળકો આવે છે. દોઢ વર્ષની બાળકીના ઓપરેશન દરમિયાન બેભાન કરનારા ડોક્ટરઓ, પેડિયાટ્રીશયન, સર્જરીની ટીમ પ્રોફેસર ડો. હરિશ ચૌહાણ , ડો. મિલન તથા યુનિટના રેસિડન્ટ ડોક્ટરોનો દર્દીના માતા-પિતાએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.


http://dlvr.it/TDGffl

Comments

Popular posts from this blog

પ્રોપર્ટી રીટર્નનું ડિકલેરેશન ફોર્મ:AMC ક્લાસ-1 અને 2 અધિકારીઓ અને કર્મચારીઓએ 31 ડિસેમ્બર સુધીમાં મિલકતોની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે

http://dlvr.it/T0YdLn

રાજકોટ મનપાનું ચેકિંગ યથાવત:ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિનાના વધુ 18 સંકુલો સીલ, 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી

રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી રહી છે. આજે સતત ત્રીજા દિવસે કમિશનર દેવાંગ દેસાઇની સૂચનાથી ડ્રાઇવ ચાલુ રહેતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ, જાણીતી હોસ્પિટલ સહિતના 18 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ફાયર સેફટી અને બીયુ વગરની 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી આવી હતી. તેમજ દવાખાના અને રેસ્ટોરન્ટમાં પણ બેદરકારી જોવા મળતા નોટિસો ફટકારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે 45 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં અને આજે બપોર સુધીમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. જો કે, મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યૂ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકા...

પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:સામરખાના માથાભારે શખ્સે પત્નીને ઝેરી ઈન્જેકશન આપી બેભાન કર્યા બાદ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી

http://dlvr.it/T0lJMv