ભાવનગરમાં સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત:વલ્લભીપુર અને ઉમરાળામાં પોણા 2 ઈંચ, મહુવા અને તળાજા માં એક-એક ઈંચ વરસાદ ખાબક્યો
ભાવનગર શહેરમાં સતત ચોથા દિવસે સવારથી જ ધીમી ધારે અવિરતપણે વરસાદ શરૂ રહેતા વાતાવરણમાં તાપમાનનો પારો ગગડયો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી,લોકો ને ગરમી થી રાહત મળી હતી, જ્યારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર અને ઉમરાળામાં પોણા બે ઈંચ તથા મહુવા અને તળાજામાં એક-એક ઈંચ ઘોઘમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે અન્ય જિલ્લા માં સામાન્ય વરસાદ નોંધાયો હતો. ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જેમાં રાજ્યના આણંદ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, નવસારી ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં પડેલ વરસાદના આંકડા ભાવનગર જિલ્લામાં આજ સવારના 6 વાગ્યા સુધીમાં વલ્લભીપુરમાં - 43 મિમી, ઉમરાળામાં -41 મિમી, ભાવનગરમાં - 9 મિમી, ઘોઘામાં - 21 મિમી, સિહોરમાં - 17 મિમી, ગારીયાધારમાં - 10 મિમી, પાલીતાણામાં - 15 મિમી, તળાજામાં - 27 મિમી, મહુવામાં - 34 મિમી તથા જેસરમાં - 2 મિમી વરસાદ વરસ્યો હતો, છેલ્લા 6 દિવસનું શહેરનું તાપમાનનો પારો તા.25 જૂનના ર...