Skip to main content

32 એકરમાં બનશે સમસ્ત રાજપૂત સમાજનું આસ્થાનું કેન્દ્ર:શ્રી ભવાનીધામ મંદિર નિર્માણ કાર્ય પૂરજોશમાં; 1700થી પણ વધુ દર્શનાર્થીઓ એક સાથે બેસી શકશે

સમસ્ત રાજપૂત સમાજ દ્વારા શ્રી ભવાનીધામ મંદિર આકાર લઈ રહ્યું છે. મંદિર નિર્માણના આ કાર્યમાં સમાજના શ્રેષ્ઠીઓ અને વડીલોનો સહકાર મળી રહ્યો છે. સમસ્ત રાજપૂત સમાજના આ કાર્યને દેશ-વિદેશના ધર્મ પ્રેમીઓએ પણ વધાવી લીધું છે. હિન્દુ સનાતનની પરંપરા મુજબ સંપૂર્ણપણે શિલ્પ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અને વૈદિક પરંપરાને અનુસરીને મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. 32 એકર જમીનમાં નિર્માણ પામી રહેલા માઁ ભવાનીના આ મંદિરમાં 1700થી પણ વધુ દર્શનાર્થીઓ એક સાથે બેસી શકશે. મંદિર નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સમસ્ત રાજપૂત સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ભવાની ધામ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહેલ ભવાનીધામ સંદર્ભે અને મંદિર નિર્માણની સાથે સાથે અન્ય જે સામાજીક સંકલ્પ કરવામાં આવ્યા છે. આ અંગે વિસ્તૃત માહિતી માટે પત્રકાર પરિષદનું આયોજન અમદાવાદમાં એક હોટલ ખાતે તારીખ 29 જૂન, 2024ને શનિવારે સવારે 10:45 વાગ્યે કરવામાં આવ્યું છે. જેમાં પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, કિશોરસિંહ ચૌહાણ, કાનભા ગોહિલ, જશાભાઇ બારડ (પૂર્વ મંત્રી), વિજયસિંહ બારડ, નારણભાઈ સગર, બાબુસિંહ જાદવ (ધારાસભ્ય), કિરીટસિંહ ડાભી (ધારાસભ્ય) વગેરે ઉપસ્થિત રહેશે.


http://dlvr.it/T8vkvP

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6