Skip to main content

પઠાણી ઉઘરાણી કરતાંં ફરિયાદ:કારખાનેદાર પાસેથી 30 ટકા જેટલું વ્યાજ વસૂલનાર કરિયાણાના વેપારી સામે પોલીસ ફરિયાદ,1.55 લાખ પરત કરી દીધા બાદ વધુ 3 લાખ વ્યાજ માંગ્યુ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા અને રાજકોટ નજીક શાપરમાં કારખાનું ધરાવતા એક કારખાનેદારે કાલાવડ તાલુકાના નિકાવા ગામના એક કરિયાણાના વેપારી પાસેથી 1.55લાખની રકમ 30 ટકા લેખે વ્યાજે લીધા પછી મુદ્દલ રકમ પરત કરી દેવા છતાં વધુ ત્રણ લાખનું વ્યાજની માંગણી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે, મૂળ રાજકોટના વતની અને હાલ કાલાવડ તાલુકાના પીપર​​​​​​​ગામમાં રહેતા અને શાપર વેરાવળમાં કારખાનું ધરાવતા ચિરાગ ઘોડાસર નામના કારખાને જાહેર કર્યા અનુસાર પોતાના ધંધાની જરૂરિયાત માટે ફેબ્રુઆરી 2024ની સાલમાં કાલાવડના નિકાવા ગામમાં રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ચલાવતા અમિત ભાયાણી પાસેથી 1.55 લાખ 30 ટકા લેખે વ્યાજે લીધા હતા. જેન થોડો સમય માટે પ્રતિદિન 14,500 રૂપિયા લેખે વ્યાજ ચૂકએ રાખ્યું હતું. પરંતુ પાછળથી ધંધામાં ખોટી જતાં વ્યાજ દેવાનું બંધ કર્યું હતું, અને તેની મુદ્દલ રકમ 1,55,500 રોકડા ચૂકવી આપ્યા હતા. તેમ છતાં કરિયાણાના વેપારી દ્વારા હજુ ત્રણ લાખ રૂપિયા​​​​​​​નું વ્યાજ ચૂકવવાનું બાકી છે, તેમ કહી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હતા. જેથી આખરે મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકપમાન લઈ જવાયો હતો. જયાં ચિરાગ ઘોડાસરાની ફરિયાદના આધારે નાણાં ધીરધાર કરી વ્યાજ વસૂલનાર કરિયાણાના વેપારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ​​​​​​​જેમાં પોલીસે આઈપીસી કલમ 384,504,507(2) તેમજ મની લોન્ડરિંગ કલમ 5,39,40અને 42 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.


http://dlvr.it/T90Gjk

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6