Skip to main content

નિરાધાર:સિહોરમાં 40થી વધુ પરિવારો ઘરના ઘરથી વંચિત

દિવસે–દિવસે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં માનવ વધતી ધીમે-ધીમે વધી રહી છે અને જેમ-જેમ માનવ વસતી વધી રહી છે તેમ-તેમ ગ્રામ્ય પંથકમાંથી લોકોની શહેરો તરફની દોટ પણ વધી રહી છે. સિહોરમાં ક્રિકેટ છાપરી પાસે ઝૂંપડપટ્ટી વસાહત આવેલી છે અને આ લોકો પતરાના ઘર કે ઝૂંપડામાં વસે છે. શિયાળાની ઠંડી હોય કે ચોમાસોનો ધોધમાર વરસાદ આ બધું તેમને મને –કમને સહન કરવું જ પડે છે.સિહોરમાં અંદાજે 40થી50 પરિવારો હાલમાં ક્રિકેટ છાપરી પાસે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરી રહયાં છે. એક તરફ તવંગરો અને બીજી તરફ ગરીબોની બંનેની સંખ્યા વધી રહી છે. ગરીબ માટે પોતાનું આવાસ એટલે કે ઘરનું ઘર એક બહુ મોટું સ્વપ્ન હોય છે.પરંતુ મોંઘવારી વચ્ચે આવા પરિવારો માટે ઘરનું ઘર એક સ્વપ્ન જ બની રહે છે.સિહોરમાં ક્રિકેટ છાપરી પાસે અંદાજે 40થી 50 પરિવારો ઝૂંપડપટ્ટી જેવી વસાહતમાં રહે છે. આ પરિવારો પાસે નથી પોતાનું ઘરનું ઘર નથી પાણીની સુવિધા. નથી શૌચાલયની સુવિધા. હાલાકીની વચ્ચે આ પરિવારો પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સમસ્યા હલ કરે
અત્યારે રોજગારીની સમસ્યા એ સૌથી મહત્વની સમસ્યા છે. આવાસ વિહોણા આ પરિવારો પૈકી મોટાભાગના પરિવારો શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.આટલી નજીવી આવકમાં આ પરિવારો પોતાના પૈસે પ્લૉટ ખરીદીને તેના પર પોતાના સપનાનું ઘર બનાવી શકે એટલી આર્થિક ક્ષમતા તેમની પાસે હોતી નથી. આથી નગરપાલિકા દ્વારા આવા પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જો આવાસ બાંધી આપવામાં આવે તો આ પરિવારને આવાસની સમસ્યા કાયમ માટે હલ થઇ શકે.


http://dlvr.it/T8sxMt

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6