Skip to main content

આયોજન:ગોધરાના લોકદરબારમાં જિલ્લામાંથી વ્યાજખોરો સામે 32 અરજીઓ આવી

રાજયમાં વ્યાજખોરો વિરુદ્ધ અસરકારક કામગીરી કરી આ બદી નેસ્તનાબુદ થાય તે અંગેની કામગીરી કરવા સુચનાઓ આપેલ હતી. જેથી બુધવારે ગોધરા શહેરના પોલીસ હેડ ક્વાર્ટરની તાલીમ શાળામાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કર્યું હતું. લોકદરબારમાં વ્યાજખોરોના ત્રાસથી પીડાતા વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસવડા દ્વારા જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત બનેલા અનેક લોકોની રજૂઆત સાંભળી હતી. જેમાં અલગ અલગ તાલુકામાંથી ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર રહીને રજુઆત કરી હતી. લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત 32 વ્યક્તિઓની મૌખિક તેમજ લેખીત રજુઆતો મળી હતી. જેમાં કેટલીક રજુઆતનું સ્થળ ઉપર નિરાકરણ કરવામાં આવેલ હતું. અન્ય લેખિત રજુઆતોમાં જરૂરી પોલીસ કાર્યવાહી દિન 3માં પૂર્ણ કરી અરજદારોને ન્યાય અપાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


http://dlvr.it/T8mQLW

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6