Skip to main content

હાઇવે પર લાંબો ટ્રાફિક જામ:આંબોલી નજીક તાપી નદીના બ્રિજ પર બ્રીજના જોઇન્ટ વચ્ચે મૂકવામાં આવેલી પ્રતિબંધ પ્લેટ ખસી જતાં NHAI વિભાગે કામગીરી હાથ ધરી

સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48નું સંચાલન કરતા NHAI વિભાગથી સૌ કોઈ ત્રાસી ગયા છે. NHAI વિભાગની ઢીલી કામગીરીને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. કામરેજ તાલુકાના આંબોલી ગામે તાપી નદીના બ્રિજ પર બ્રીજના જોઇન્ટ વચ્ચે મૂકવામાં આવેલી લોખંડની પ્લેટ આજે ફરી ખસી જતાં NHAI વિભાગની ટીમ દોડી ગઈ હતી અને પ્લેટ ફરી મૂકવાની કામગીરી હાથ ધરી હતી. જેને લઇને બ્રીજની એક લાઈન બ્લોક કરવામાં આવતાં નેશનલ હાઇવે 48 પર લાંબો ટ્રાફિક જામ થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. લોકોને NHAI વિભાગની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છેકે છેલ્લા કેટલાક મહિનાઓથી આંબોલી પાસે તાપી નદીના બ્રિજ પર NHAI દ્વારા મોટી લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે. અવાર નવાર આ લોખંડની પ્લેટ ખસી જતાં લોકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે.


http://dlvr.it/T8zVNK

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6