Skip to main content

કામગીરી:પોરબંદરના બિરલા હોલને સીલ મારતા ચેમ્બર ઓફ કોમર્સ આકરા પાણીએ : નોટિસ આપ્યા વિના સીલ માર્યું

પોરબંદર પાલિકા દ્વારા ગઈકાલે જ બિરલા હોલમાં પણ ફાયર એન.ઓ.સી.ન હોવાથી સિલ મારવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે આ કામગીરી પૂર્વે કોઈપણ નોટિશ ન આપી અને સીધી સિલ મારવાની કામગીરી હાથ ધરી હોવાના આક્ષેપો સાથે આજે ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ દ્વારા પાલિકાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (બિરલા હોલ) ના પ્રમુખ તથા કારોબારી સભ્ય જણાવવાનું કે નગરપાલિકા ના એન્જીનિયર તેમજ ફાયર સેફ્ટીની ટીમ દ્વારા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (બિરલા હોલ) માં આ હોલ લગ્ન હોલ તરીકે ભાડે આપતા હોવાથી તેમાં સરકારનાં નિયમ મુજબ ચેક કરતા ફાયર સેફ્ટીનાં સાધનો જોવા મળેલ ન હોય અને એન.ઓ.સી. ન હોય માટે તાત્કાલીક સીલ મારવામાં આવ્યું. શહેરમાં સર્વ પ્રથમ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (બિરલા હોલ)ને શુકામ ટારગેટ કરવામાં આવ્યું, જ્યારે ચેકીંગ કરવામાં આવતું હોય ત્યારે અમારે બિરલા હોલમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોય તેમજ એન.ઓ.સી. ન હોય તો તે બાબતે નોટીસ આપવી જોઈએ પરંતુ અધિકારી દ્વારા તાત્કાલીક સીલ મારવા આગ્રહ રાખી અને સીલ પણ મારી દીધુ હતું. હાલ અન્ય મિલ્કતોમાં પણ ફાયર એન.ઓ.સી.સહિતની મજૂરી નથી જેથી આવી મિલકતો ને પણ કાયદા મુજબ કાયદાનું પાલન નહી કરાવો તો ના છુટકે બિરલા હોલને લગાવેલ સીલ દૂર કરી કાયદાનો ઉલંઘન કરવું પડશે.તેમજ જો આ અંગે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહિ આવે તો સોમવારે પોરબંદર બંધનું એલાન આપી અને તમામ વેપારીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પણ ચીમકી ઉચ્ચારી હતી.પાલિકા દ્વારા શીલ કરાયેલ બિરલા હોલમાં જુન માસમાં 15 તેમજ જુલાઈ માસમાં 12 જેટલા લગ્ન બુકિંગ છે.


http://dlvr.it/T7jc6c

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6