Skip to main content

અકસ્માતનો ખતરો:ઓવરબ્રિજની દીવાલ પર યુવાનોની જોખમી સેલ્ફી

નવસારી શહેરને પૂર્વને પશ્ચિમથી જોડવા માટે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો છે. આ બ્રિજ ઉપર થોડા સમયથી દિવસે અને રાત્રિના સમયે યુવાનો જોખમી રીતે દિવાલ ઉપર બેસી ફોટોગ્રાફી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ પાંચ સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ યુવાનો ઓવરબ્રિજની દીવાલ ઉપર ચઢીને મોબાઈલથી વીડિયો બનાવી રહ્યા છે. જોખમી રીતે બ્રિજની દીવાલ પર ઉભા રહી આ રીતે ફોટોગ્રાફી કરતી સમયે અકસ્માત પણ સર્જાઈ શકે છે. UNHRC સંગઠન દ્વારા પણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ઓવરબ્રિજ ઉપર થતી પ્રવૃત્તિ અંગે લગામ લગાવવાની માંગ કરી હતી પરંતુ આ મામલે હજી સુધી તંત્ર કે પોલીસ દ્વારા આવા યુવાનો સામે પગલા ભરવામાં આવ્યા નથી. UNHRCના સભ્ય વિરલ ગજ્જરના જણાવ્યા અનુસાર અમે આ મામલે તંત્રને જાણ કરી છે યુવાનો બેફિકર બની ઓવરબ્રિજના પાણી ઉપર બેસી વીડીયો શુટ અને રીલ બનાવે છે જે જોખમી છે આવા પ્રકારના કાર્યથી અકસ્માતનો ખતરો રહેલો છે.


http://dlvr.it/T8zvwb

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6