Skip to main content

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં દૂધના ભાવમાં ઉભરો:અમૂલ ગોલ્ડના લિટરે ₹2 વધ્યાં, શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો; આવતીકાલથી કિંમત લાગુ થશે

4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. જોકે, તેના ત્રણ દિવસ પહેલાં જ લોકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે. ચૂંટણી પરિણામ પહેલાં અમૂલનું દૂધના ભાગ લોકોને દઝાડશે. અમૂલ ગોલ્ડ દૂધમાં લિટરે 2 વધ્યા છે, અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો કરાયો છે. આ ભાવવધારો સોમવારથી લાગૂુ થશે. પરિણામના બે દિવસ પહેલા ભાવ વધશે
મળતી માહિતી અનુસાર GCMMFએ 2 જૂને સત્તાવાર નવા ભાવ જાહેર કર્યા છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થતાં લોકોમાં રોષ જોવા મળી શકે છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો 2 જૂનથી અમલી બનશે. 3 જૂને દૂધ ખરીદવા જનારે પ્રતિ લિટર 2 રૂપિયા વધારે ચૂકવવા પડશે. જેથી અમૂલ ગોલ્ડમાં 64ને બદલે 66 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 500 મિલીની થેલી માટે 33 રૂપિયા આપવા પડશે. અમૂલ તાજાના પ્રતિ લિટર 54 અને શક્તિના પ્રતિ લિટરે 60 રૂપિયા ચૂકવવા પડશે. GCMMFએ નવા ભાવ જાહેર કર્યા
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), અમૂલના બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરનાર, તાજા પાઉચ દૂધના ભાવમાં અંદાજે વધારો કર્યો છે. દેશભરના તમામ બજારોમાં 3જી જૂન, 2024થી પ્રતિ લિટર રૂ. 2 લાગુ થશે. પ્રતિ લિટર રૂ. 2નો વધારો એમઆરપીમાં 3-4%ની રેન્જમાં વધારો કરે છે, જે સરેરાશ ખાદ્ય ફુગાવો કરતાં ઘણો ઓછો છે. એ નોંધવું યોગ્ય છે કે ફેબ્રુઆરી 2023 થી, અમૂલે મુખ્ય બજારોમાં ફ્રેશ પાઉચ દૂધના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. ભાવવધારો દૂધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે
GCMMFએ જણાવ્યું છે કે, આ ભાવવધારો એકંદર ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદનમાં થયેલા વધારાને કારણે કરવામાં આવ્યો છે. અમારા સભ્ય યુનિયનોએ પણ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોના ભાવમાં અંદાજે 6-8%નો વધારો કર્યો છે. અમૂલે પોલિસી બનાવી છે કે દૂધ ઉત્પાદકોને દૂધ અને દૂધની બનાવટો માટે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા દરેક રૂપિયાના લગભગ 80 પૈસા ચૂકવે. ભાવ સુધારણા અમારા દૂધ ઉત્પાદકોને દૂધના વળતરના ભાવ ટકાવી રાખવામાં અને તેમને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે. દૂધનો નવો ભાવ


http://dlvr.it/T7kpKr

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6