Skip to main content

ટી-20 વર્લ્ડ કપનું ગેરકાયદે સ્ટ્રીમિંગ અને સટ્ટાનો પર્દાફાશ:પાકિસ્તાન, દુબઈ અને કેનેડા સુધી નીકળ્યા કૌભાંડના તાર, માસ્ટર માઈન્ડ કેનેડામાં રહીને ચલાવતો હતો નેટવર્ક; બેની ધરપકડ

હાલ T-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ત્યારે ક્રિકેટના ગેરકાયદે લાઈવ સ્ટ્રીમિંગ અને સટ્ટાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઈમને ફરિયાદ મળતા જ બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક આરોપી માટે LOC નોટિસ જાહેર કરી છે. પકડાયેલા આરોપીઓના અને કૌભાંડના તાર પાકિસ્તાન, દુબઈ અને કેનેડા સુધી જોડાયેલા છે. કેનેડામાં રહેતો માસ્ટર માઈન્ડ આ સંપૂર્ણ નેટવર્ક ચલાવતો હતો. ટેક્નિકલ એનાલિસિસથી ગુનાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ સાયબર ક્રાઇમને એક ફરિયાદ મળી હતી. જેમાં કેટલાક શખસો ગેરકાયદે રીતે ટી-20 વર્લ્ડ કપની ક્રિકેટ મેચનું સ્ટ્રીમિંગ કરીને અધિકૃત કંપનીને આર્થિક નુકસાન પહોચાડતા હોવાની માહિતી મળી હતી. સાયબર ક્રાઇમે ટેક્નિકલ એનલીસિસની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ઊંઝાના દિવ્યાશું પટેલ અને બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર આકાશ ગીરી ગોસ્વામીની ધરપકડ કરી છે. માસ્ટરમાઈન્ડ કેનેડામાં રહેતો હતો
સાયબર ક્રાઈમના ડીસીપી લવિના સિન્હાએ આ ઘટના અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોપી દિવ્યાંશું પટેલે આઇટી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2011-12થી તે સોફ્ટવેર ડેવલોપરનું કામ શીખ્યો હતો. છેલ્લા બે વર્ષથી પોતાના કેનેડા રહેતા મિત્ર શુભમ પટેલ સાથે મળીને અલગ-અલગ વેબસાઈટ પર પ્રોગ્રામિંગ અને સ્ટ્રીમિંગમાં કોઈ ખામી આવે તો તેને ઉકેલી આપવાનું કામ કરતો હતો. વર્ષ 2020માં શુભમ પટેલના કહેવાથી આરોપી દિવ્યાંગ પટેલે ss247.life અને ss247.live નામનો ડોમેઈન પોતાના નામે ખરીદ્યા હતા. પાકિસ્તાનથી ગેરકાયદેસર સ્ટ્રીમિંગનો વીડિયો મેળવતા
વધુમાં તેઓએ જણાવ્યું કે, શુભમના કહેવાથી દિવ્યાંશું અલગ-અલગ વેબસાઈટ પર ગેરકાયદેસર સ્ટ્રીમિંગ વીડિયો લઈ ભાડે રાખેલા સર્વર પર અપલોડ કરતો હતો. દિવ્યાંશુ ઉપરાંત ઊંજાનો હર્ષ પટેલ પણ આ ગુનામાં સંડોવાયેલો છે. જે પણ શુભમના કહ્યા મુજબ કામગીરી કરતો હતો અને ત્યારબાદ આગળની પ્રક્રિયા શુભમ પટેલ કેનેડાથી કરતો હતો. આ ત્રણેય આરોપીઓ ક્રિકેટની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ પાકિસ્તાનના પંજાબમાં રહેતા અને ડિશ ટીવી નેટવર્કનો ધંધો કરતા અજહર અમીન પાસેથી મેળવતા હતા. જેના બદલામાં શુભમ પટેલ તેને કેનેડાથી પેમેન્ટ ચૂકવતો હતો. સ્ટ્રીમિંગની પ્રવૃત્તિની સાથે સટ્ટો પણ રમાડતા
આ તમામ આરોપીઓ સતત એકબીજાના સંપર્કમાં હતા. આરોપીઓ આ સર્વિસ અલગ-અલગ વેબસાઈટોને આપતા હતા. જે બાબતે ટેકનિકલ તપાસ કરતા સામે આવ્યું છે કે, આ ગેરકાયદે સ્ટ્રીમિંગની પ્રવૃત્તિની સાથે સટ્ટાની પણ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. જેના માટે અલગ-અલગ બેન્કમાં બોગસ એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યા હતા. જેમાં પૈસા જમા કરાવવામાં આવતા હતા. સાયબર ક્રાઇમે તપાસ કરતા સામે આવ્યું છે કે, ઈન્ડ્યુસન્ડ બેન્કના કર્મચારી આકાશ ગીરી ગોસ્વામી જુદા-જુદા નાગરિકોના નામે બંધન બેન્કમાં બોગસ એકાઉન્ટ ખોલાવી આરોપીઓને પ્રોવાઇડ કરતો હતો. પોલીસે બેની ધરપકડ કરી
હાલમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે હર્ષ પટેલને પકડવા માટેમાં ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે દિવ્યાશું પાસેથી 3 CPU, 4 મોનિટર, 1 લેપટોપ, આઇપેડ, રાઉટર, અને વિદેશી ડેબિટ કાર્ડ સહિત કુલ 61 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો છે .આરોપીઓ કેટલા વર્ષથી આ પ્રવૃત્તિ સાથે સંકાયેલા હતા. તે અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


http://dlvr.it/T8gKNd

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6