Skip to main content

એડમિશનમાં ગોબાચારી:DRB કોલેજમાં BBAમાં પ્રવેશ માટે મેરિટ જમ્પ કરાવીને પ્રવેશ ફાળવ્યો, ત્રણ સભ્યોની કમિટીએ તપાસ શરૂ કરી

સુરતના વેસુ-ભરથાણાની ડીઆરબી કોલેજમાં બીબીએમાં પ્રવેશ માટે મેરિટ જમ્પ કરાવીને અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યો હોવાની ઉઠેલી ફરિયાદના પગલે કુલપતિ દ્વારા ત્રણ સભ્યોની કમિટી બનાવીને તપાસનો આરંભ કર્યો છે. દરેક કોલેજોને મેરિટ ફાળવી દેવાયા
નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં જીકેસ પોર્ટલ દ્વારા દરેક કોલેજોને મેરિટ ફાળવી દેવાયા છે અને તે મેરિટના આધારે જ કોલેજોએ વિદ્યાર્થીઓને ઓફર લેટર મોકલીને પ્રવેશ ફાળવવાનું નક્કી કરાયુ છે. અને તે મુજબ જ કોલેજો દ્વારા વેસુ-ભરથાણાની ડીઆરબી કોલેજમાં બીબીએમાં પ્રવેશ માટે મેરિટ જમ્પ કરાવીને અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યો હોવાની ઉઠેલી ફરિયાદના પગલે કુલપતિ દ્વારા ત્રણ સભ્યોની કમિટી બનાવીને તપાસનો આરંભ કર્યો છે. તપાસ શરૂ પણ કરવામાં આવી
મેરિટ લિસ્ટના આધારે ઓફર લેટર મોકલવામાં આવી રહ્યા છે. અને કોલેજો દ્વારા એક સામટા ઓફર લેટરો મોકલવામાં આવી રહ્યા હોવાથી વિદ્યાર્થીઓનો ભારે ધસારો થઈ રહ્યો છે. આ ધસારા વચ્ચે નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.એન. ચાવડાને કેટલાક વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે બીબીએમાં મેરિટ જમ્પ કરીને પ્રવેશમાં ફાયદો કરાવ્યો છે. આ ફરિયાદના પગલે કુલપતિએ ધારૂકાવાલળા કોલેજના આચાર્ય દિલીપ વરસાણી, ડૉ. વિજય જોષી, અને ડૉ. પંકજસિંહ ઠાકોર ત્રણ સભ્યોની કમિટી બનાવીને તપાસ સોંપવામાં આવી છે. સમિતિના સભ્યો દ્વારા તપાસ શરૂ પણ કરવામાં આવી છે.


http://dlvr.it/T8m8Tr

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6