Skip to main content

રજૂઆત:ચોપાટી ખાતે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારપટ્ટ છવાયો

પોરબંદરમાં કરોડો રૂપિયાના ખર્ચે ચોપાટીનું નવીનીકરણ કરવામા આવ્યું હતું, પરંતુ મોટાભાગે સ્ટ્રીટ લાઈટો બંધ રહેતી હોવાની ફરીયાદો ઉઠતી રહે છે. હાલ કાળઝાળ ગરમીમા રાહત મેળવવા માટે લોકો ચોપાટી ખાતે ટહેલવા આવે છે અને મોટી સંખ્યામાં લોકો રાત્રીના સમયે આવતા હોય છે, તો પ્રવાસીઓ પણ ચોપાટી ખાતે આવતા હોય છે. ગઈકાલે શુક્રવારે મુખ્ય ચોપાટી ના પ્રવેશ દ્વાર પાસે, ચોપાટીના પાર્કિંગ ખાતે અને ચોપાટી ખાતે 50 ટકા જેટલી સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં જોવા મળી હતી. સ્ટ્રીટ લાઈટ બંધ થતા અંધારપટ્ટ છવાઈ જાય છે. બાળકોને રમત ગમતમાં પણ મુશ્કેલી પડે છે અને ટહેલવા આવતા નાગરિકોને પણ અંધારપટ્ટના કારણે મુશ્કેલી પડે છે. આગામી સમયમાં જાગરણ, દિવાસો વગેરે તહેવારો આવશે. ત્યારે પોરબંદરની ચોપાટી ખાતેની તમામ સ્ટ્રીટ લાઈટોનું ચેકીંગ કરી, બંધ લાઈટો રિપેર કરી ચોપાટીને ઝળહળતી રાખવામાં આવે તેવી સામાજિક કાર્યકર અમિતભાઈ ખોડાએ તંત્ર સમક્ષ માંગ કરી છે.


http://dlvr.it/T8yNMC

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6