Skip to main content

છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ:પાવી જેતપુરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો, ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે બપોરે પાવી જેતપુર ખાતે ધોધમાર વરસાદ વરસ્યા બાદ વાદળછાયું વાતવરણ સતત રહ્યું હતું અને આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટા ઉદેપુર જિલ્લામાં ચોમાસુ બેસી ગયું છે અને દરરોજ ઓછો વત્તો વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે બપોરે લગભગ અડધો કલાક જેટલો વરસાદ અવરસ્યા બાદ સતત વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું હતું. ત્યારે આજે પાવી જેતપુર ખાતે વહેલી સવારે લગભગ 6.30 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લગભગ અડધો કલાક ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી પાણી થઇ ગયું હતું અને વરસાદ બંધ પાડયા પાણી ઓસરી ગયા હતા. આ રીતે પડી રહેલા વરસાદને પગલે વરસાદમાં પાણી જમીનમાં ઉતરી રહ્યા છે. જેને લઇને જમીનમાં પાણી ઉતરતા પાણીના સ્તર ઊંચા આવે તેવી સંભાવનાઓ પણ જોવાઈ રહી છે. મહત્વની વાત એ છે કે ચોમાસુ આગળ વધી રહ્યું છે. ત્યારે છોટા ઉદેપુર જીલ્લામાં વરસાદ એકંદરે ઓછો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જિલ્લાનો સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. પરંતુ આ વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે.


http://dlvr.it/T8yXCN

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6