Skip to main content

કલેક્ટરે લોકોના પ્રશ્નો સાંભળ્યા:રાજ્યમાં ચાલતા જમીન કૌભાંડને પગલે જિલ્લા કલેક્ટરે ગ્રામ પંચાયતોની મુલાકાત કરી

રાજ્યમાં હાલમાં જમીન કૌભાંડને લઈને તપાસનો દોરો ચાલી રહ્યા છે અને વિરોધપક્ષ નર્મદા જિલ્લામાં પણ જમીન કૌભાંડો થયા હોવાના આક્ષેપો કર્યા છે. ત્યારે આવા માહોલમાં જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા જિલ્લાના મહેસુલ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જિલ્લાની મહેસુલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મહેસુલી તેમજ લોકહિતની કામગીરી માટે જરુરી માર્ગદર્શન આપ્યું હતું અને રેકોર્ડ પણ ચકાસણી કરી હતી. એ પૂર્વે જિલ્લા કલેક્ટરની સૂચના મળતા પ્રાંત અધિકારીઓ, મામલતદારો તથા સર્કલ ઓફિસરોમાં દોડધામ મચી ગઈ હતી અને ત્રણ - ત્રણ ગામોની પ્રત્યક્ષ મુલાકાત કરી લોકસંવાદ દ્વારા સ્થાનિક પ્રશ્નોની જાણકારી મેળવવામાં આવી હતી.તેની તૈયારીમાં લાગ્યા હતા અને ગ્રામજનો કલેક્ટર સામે કોઈ પોલના ખોલી દે તેનો પણ ડર હતો. જિલ્લા કલેક્ટર ગ્રામપંચાયતના દફ્તરો તપસ્યા હોવાની કદાચ પ્રથમ ઘટના હશે આમ કરવા પાછળનું કારણ કાંઈ પણ હોઈ શકે પણ હાલ ચાલતો જમીન કૌભાંડનો રેલો નર્મદા જિલ્લામાંના આવે એની ખરાઈ તો કદાચ નથી થઇ રહી છે. તંત્રનું કહેવું છે કે મહેસુલી કામગીરીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આવેલી નાંદોદ તાલુકાની વડીયા, ગરૂડેશ્વર તાલુકાની ગોરા, તિલકવાડા તાલુકાની ભાદરવા ગ્રામ પંચાયતોની મુલાકાત લઇને લોકોની રજુઆતો સાંભળી હતી. આ મુલાકાત વેળાએ ગ્રામ પંચાયતમાં તલાટીના દફ્તર તેમજ કામગીરીનું નીરીક્ષણ કરી રેકર્ડ અપડેશન તથા મહેસુલી વસુલાત માટે જરુરી સૂચનાઓ આપી હતી. રાત્રિનો સમય થયો છતાં કલેક્ટર ગ્રામપંચાયતના દફ્તરો તપાસવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા.


http://dlvr.it/T8g6St

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6