Skip to main content

શિષ્યવૃત્તિ યોજના:નમો લક્ષ્મી શિષ્યવૃત્તિ યોજનામાં 4.03 લાખ, નમો સરસ્વતીમાં 37 હજાર રજિસ્ટ્રેશન થયા

બાળકોનું શૈક્ષણિક ભાવિ વધુ ઉજ્જવળ બનાવવા અને કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહિત કરવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે વર્ષ 2024-25ના બજેટમાં ‘નમો લક્ષ્મી યોજના’ અને ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ અમલમાં મૂકી છે. ‘નમો લક્ષ્મી યોજના’માં અત્યાર સુધી રાજ્યની કુલ 11,966 શાળામાંથી 4,03,168 વિદ્યાર્થિનીની અરજી માન્ય રાખી છે. જેમાં રાજ્યના કુલ 33 જિલ્લામાંથી ડાંગ, સાબરકાંઠા, ખેડા, વડોદરા અને બનાસકાંઠાની શાળાઓએ મોટી સંખ્યામાં નોંધણી કરાવી છે. ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’માં રાજ્યની 924 વિજ્ઞાન પ્રવાહ શાળાઓમાંથી 37 હજારથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે. આ નોંધણીમાં છોટાઉદેપુર, બોટાદ, ડાંગ, તાપી અને બનાસકાંઠા જિલ્લાઓ મોખરે છે. ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ જે વિદ્યાર્થિનીના કુટુંબની વાર્ષિક આવક રૂ.6 લાખ કે તેથી ઓછી હોય અને જે વર્ષ 2023-24માં ધોરણ-8થી 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ કે જે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ- 9થી 12માં પ્રવેશ મેળવવા ઈચ્છતી હોય તેમને કુલ રૂ.50,000ની સહાય આપવામાં આવે છે. જ્યારે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ હેઠળ જેમના કુટુંબની વાર્ષિક આવક રૂ.6 લાખ કે તેથી ઓછી હોય અને ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીને કુલ રૂ.25,000 સહાય મળવાપાત્ર છે. ‘નમો લક્ષ્મી યોજના’ અંતર્ગત ધોરણ 9 અને 10માં મળી કુલ રૂ.20,000ની સહાય ચૂકવાય છે. આ સહાયમાં 9 અને 10 ધોરણમાં બંને વર્ષના મળી કુલ રૂ.10,000 ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ.10,000 ધોરણ 10 બોર્ડની પરીક્ષા ઉત્તીર્ણ થયા બાદ ચૂકવવામાં આવશે. એવી જ રીતે ધોરણ 11 અને 12ના મળી કુલ રૂ.30,000 સહાય ચૂકવવામાં આવશે. જેમાં ધોરણ 11 અને 12માં બંને વર્ષના મળી કુલ રૂ.15,000 ચૂકવાશે. જ્યારે બાકીના રૂ.15,000 ધોરણ 12ની બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ થયા બાદ ચૂકવાશે. આમ ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ કુલ રૂ.50,000 ચૂકવાશે. જ્યારે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ હેઠળ ધોરણ 11 માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ.10,000 અને ધોરણ 12 માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ.15,000 મળવાપાત્ર છે. જેમાં ધોરણ 11 અને 12ના મળી કુલ રૂ. 25,000 સહાય ચૂકવાશે.


http://dlvr.it/T8q2fX

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6