Skip to main content

કોર્ટે વીમા કંપનીને હુકમ કર્યો:ગોમતીપુરમાં રહેતી મહિલાને વીમા કંપનીએ પૂરતો ક્લેમ ન આપતા કોર્ટે 9 ટકા વ્યાજ ચૂકવવા આદેશ આપ્યો

નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની મેડિકલ પોલીસી હોવા છતાં ગોમતીપુર વિસ્તારના રહેવાસી મહિલાને વીમા કંપની દ્વારા ક્લેમ કરેલ રકમ પૂરેપૂરી ના આપતા અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ન્યાય માટે ફરિયાદ ક હતીરી. નામદાર ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદ એડિશનલ દ્વારા ફરિયાદી મહિલાના કેસની હકીકતો જોતા બાકી રહેતી પૂરેપૂરી રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યો છે તથા વીમા કંપનીની સેવામાં ખામી અને અનફ્રેર ટેડ પ્રેક્ટિસ સાબિત થતી હોવાનું પૂરવાર કર્યું છે. વીમા કંપનીએ ખર્ચની પૂરેપૂરી રકમ ન આપી
અમદાવાદના રહીશ મહિલાને હેવી મેન્સ્ટ્રુઅલ બ્લડિંગના કારણે સ્ત્રી રોગ સંબંધિત તકલીફના કારણે સર્જરીની જરૂરિયાત ઊભી થયેલ હતી આ સર્જરી અને ટ્રીટમેન્ટમાં મહિલાને ₹4,00,998 જેટલી રકમનો ખર્ચ થયેલ હતો મહિલાએ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વર્ષ 2016માં પ્રથમ પોલીસી ઉતરાવેલ હતી તથા પોલિસી ચાલુ કન્ડિશનમાં હતી. સમ ઇનશોર્ટ ₹5 લાખ હોવા છતાં વીમા કંપનીઓએ ખર્ચની પૂરેપૂરી રકમ આપેલ નથી. નોટ પેવલ ના નામે રૂપિયા 42,523 રકમ કાપી લીધી હતી અનફેર ટ્રેડ પ્રેક્ટિસ તથા વીમા સંબંધિત સેવામાં ખામી
આ બાબતે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે ફરિયાદીના અધિકૃત પ્રતિનિધિ તરીકે ફરિયાદ દાખલ કરી નામદાર ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે મહિલાને વીમા કંપની દ્વારા નહીં ચુકવેલ રકમ રૂપિયા 42 523 પરત મેળવવા માટે કોર્ટમાં કેસ નોંધાયો હતો. નામદાર ગ્રાહક તકરાર નિવારણ કમિશન એડિશનલ અમદાવાદ સમક્ષ કેસ ચાલી જતા દાવો નકારવા માટે વીમા કંપની દ્વારા બતાવેલા કારણોને માનવા ઇનકાર કરી. ફરિયાદીની રજૂઆતને ગ્રાહ્ય રાખી કમિશને ખાસ નોંધ સાથે વીમા કંપનીએ વીમાધારકના રકમ ગેરરીતિ નીતિ મુજબ કપાત કરેલ છે અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ તથા વીમા સંબંધિત સેવામાં ખામી રાખેલ છે. ફરિયાદીની તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો
કમિશન દ્વારા ફરિયાદી ગ્રાહકને દાવા મુજબની રકમ રૂપિયા ₹2,42,523 ચુકાદાની તારીખથી 30 દિવસની મુદતમાં વીમા કંપની દ્વારા કેસ દાખલ કરી તારીખ 03-08-2022થી 9 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા વીમા કંપનીને આદેશ કરેલ છે. આ ઉપરાંત ફરિયાદી ગ્રાહકને માનસિક આઘાત અને લીગલ ખર્ચ પેટે પણ રકમ ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કરેલ છે. આ ચુકાદો ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદ એડિશનલના પ્રમુખ કે.એસ.પટેલ તથા એમ બી ચૌહાણ સભ્યોની બેંચ દ્વારા ફરિયાદીની તરફેણમાં જાહેર કરવામાં આવેલ છે.


http://dlvr.it/T8g6DC

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6