Skip to main content

વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી:ગોધરા નગરપાલિકા દ્વારા સામાન્ય સભામાં વિવિધ સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી

ગોધરા શહેરના નગરપાલિકાના કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવી નથી તે બાબતે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઈરલ થઈ હતી. જેના અહેવાલ દિવ્ય ભાસ્કર ડિજિટલમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારે ગોધરા નગરપાલિકા દ્વારા આજરોજ પાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલા ગોધરા નગર પાલિકા પ્રમુખ સહિતના પક્ષ વિપક્ષના પાલિકા સભ્યો દ્વારા કુલ 16 મુદ્દા મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ગોધરા રેલવે સ્ટેશન બહાર શૌચાલયને અન્ય જગ્યાએ ખસેડવા માટે પણ સર્વે સભ્યોએ મંજૂરી આપી હતી. ગોધરા નગરપાલિકા ખાતે આજરોજ સામાન્ય સભા મળી હતી. જેમાં પાલિકા પ્રમુખ સહિત સત્તાધારી પક્ષના સભ્યો તેમજ વિપક્ષ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કુલ 16 મુદ્દા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે તમામ 16 મુદ્દાનો ઉપસ્થિત સભ્યો દ્વારા સર્વ સમંતીથી મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં ગોધરા શહેરનાં રેલવે સ્ટેશન બહાર જે શૌચાલય છે તેને અન્યત્ર ખસેડવામાં આવે તે મુદ્દાને પણ સર્વ સમંતિથી તમામ સભ્યોએ મંજૂરી આપી હતી. આ ઉપરાંત નગરપાલિકાની વિવિધ સમીતીઓના ચેરમેનોની પણ વરણી કરી નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં વિવિધ સમીતીઓના ચેરમેનમાં કારોબારી ચેરમેન - ઉષ્મા ભરતભાઇ પટેલ, સફાઇ/ આરોગ્ય વિભાગ- સવિતા ચંદુભાઇ બુજ, જાહેર બાંધકામ વીભાગ-જીતેન્દ્ર ધરમદાસ સાવલાણી, અમૃત યોજના- દિપેશસિંહ જગદીશસિંહ ઠાકોર, મહેસુલ વિભાગ- કશ્યપ મુરલીધર મુલચંદાણી, પાણી પુરવઠા વિભાગ- ભારતી સતીશભાઇ પટેલ, ભૂગર્ભ ગટર યોજના- હંસા પ્રેમેન્દ્રભાઇ વાધેલા, દિવાબત્તી વિભાગ- મુમતાજ યાકુબ મીઠાભાઇ, મોટર વ્હીકલ કમીટી-દિવા વિઠ્ઠલભાઇ પરમાર, ટાઉન પ્લાનીંગ એન્ડ ડેવલોપર્સ- વર્ષા નીલેશભાઇ ઠાકર, પ્લાનીંગ વિભાગ- સેજલ ભાર્ગવભાઇ સોની, બગીચા વીકાસ વીભાગ- રમીલા શાંતિલાલ સોલંકી, મેલેરીયા સ્કીમ સલાહકાર વિભાગ- અક્રમ મહેબુદભાઇ દિવાન, સાંસ્કૃતિ સલાહકાર- ગૌરી અશોકચંદ્ર જોષી, આવાસ કમીટી- ગોવિંદ કાંતિભાઇ નાયક, તળાવ બ્યુટીફીકેશન વિભાગ- જયપ્રકાશ ગંગારામ હરવાણી, વ્યવસાય વેરા કમીટી- નીલિમા અંકિતભાઇ શાહ, મનોરંજન કર ગ્રાંટ કમીટી-નિમ્મી નીરજકુમાર પરીખ, નાણાપંચ કમીટી- અફુરાબીબી સઇદ સદામસની નિમણુક કરવામાં આવી હતી.


http://dlvr.it/T8pQML

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6