Skip to main content

સામાજિક સંદેશનો પ્રસાર:આલાપ તન્નાની શોર્ટ ફિલ્મ ‘ડૂબકી’ જર્મન ભાષામાં ડબ થશે અને યુરોપની શાળાઓ અને હૉસ્પિટલમાં બતાવાશે

મૂળ અમદાવાદના અને સી.એન. વિદ્યાવિહારના વિદ્યાર્થી (2011 થી 2016) આલાપ તન્નાની શોર્ટ ફિલ્મ ‘ડૂબકી’ ફિલ્મ જર્મન ભાષામાં ડબ થશે. અગાઉ આ ફિલ્મ SCHLiNGEL – International Film Festival for Children and Young Audienceમાં રજૂ થઈ હતી. સામાજિક સંદેશના પ્રસાર માટે જે શોર્ટ ફિલ્મોમાં ઉત્તમ સંદેશ હોય તેને યુરોપની શાળાઓ અને હૉસ્પિટલમાં રજૂ કરાશે. ડૂબકીનો પણ તેમાં સમાવેશ કરાયો છે. હૈદરાબાદમાં ફિલ્મ મેકિંગ વિષયમાં અભ્યાસ કરતી વખતે આલાપ તન્નાએ 2021માં ગ્રેજ્યુએશન પ્રોજેક્ટના ભાગરૂપે 15 મિનિટની આ શોર્ટ ફિલ્મ હિન્દી ભાષામાં બનાવી હતી. આ ફિલ્મમાં ગરીબ વસ્તીમાં રહેતા એક બાળકની વાત છે. તેનો અને તેના પરિવારનો પાણી-ઝૂરાપો ફિલ્મમાં કલાત્મક રીતે રજૂ થયો છે. ‘ડૂબકી’ ફિલ્મ યુક્રેન, યુનાઇટેડ કિંગડમ, ઇટાલી, ઉરુગ્વે, જર્મની, બુડાપેસ્ટ, ઓસ્ટ્રિયા, યુએસએ, દક્ષિણ કોરિયા અને ભારતમાં જુદા જુદા ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી.


http://dlvr.it/T8wlG1

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6