Skip to main content

બરોડીયન ગર્લ સાઈકલ પર લંડન જવા રવાના:17 દેશ ફરી 200 દિવસમાં 15000 KM અંતર કાપશે, જ્યાં રોકાશે ત્યાં વૃક્ષારોપણ કરશે

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ વાત અંતરમાં છલકતો ઉત્સાહ અને અજાણ્યા લક્ષ્યો સર કરવાની અદમ્ય ઈચ્છા વ્યક્તિને જંપવા દેતી નથી. ગયા વર્ષે મે મહિનામાં વિશ્વનું સૌથી ઊંચું એવરેસ્ટ શિખર સર કરનાર વડોદરાની નિશાકુમારી હવે સાઇકલ ઉપર 200 દિવસમાં 15000 કિલોમીટરનું અંતર કાપી લંડન જવા ઘરેથી નીકળી છે. તે 23 જૂનના રોજ સવારે વડોદરાથી સાયકલ પર નીકળી છે અને આજે સાંજે મહેસાણા પહોંચી હતી.જ્યાં મહેસાણાના અર્બુદા ભવન ખાતે રાત્રી રોકાણ કરશે. બે ખંડ અને 17 દેશમાંથી પસાર થશે
સાઇકલ પ્રવાસે નીકળી રહેલી નિશાકુમારી પૃથ્વીના બે ખંડો અને ચીન સહિતના વિવિધ 17 દેશો, ક્યાંક આકરી ગરમી તો ક્યાંક ઢગલો બરફવાળું વાતાવરણ, આ બધાનો સામનો કરીને ભારત ( વડોદરા) થી લંડનનો મહા સાઇકલ પ્રવાસ આદરવાનો તેણીએ મક્કમ સંકલ્પ કર્યો છે. માત્ર સંકલ્પ નથી કર્યો પણ વિગતવાર આયોજન કરી કાઢ્યું છે અને હવે ગઈ કાલે વહેલી સવારે વડોદરાથી મહા પ્રસ્થાન કરી આજે મહેસાણા પહોંચી છે. નિશા એ કરી દિવ્ય ભાસ્કર સાથે વાતચીત
નિશા કુમારી એ દિવ્ય ભાસ્કર ને જણાવ્યું કે હું હાલ વડોદરા થી લંડન સાયકલ ચલાવી ને જઈ રહી છું.હું એક એડવેન્ચર ગર્લ છું મારે કંઈક અલગ કરવું હતું.મારા એક જાણીતા વ્યક્તિએ તેઓએ ઇન્ડિયા થી લંડન બાઈક પર યાત્રા કરી હતી.જોકે મને વિચાર આવ્યો કે કેટલાક લોકો બાઈક અને ગાડી લઈ જઈ શકે તો હું સાયકલ પર કેમ ના જઈ શકું ત્યારબાદ મેં સાયકલ પર ઈન્ડિયા થી લંડન એક ધ્યેય સાથે જઇ રહી છું. જ્યાં રોકાણ કરીશ ત્યાં વૃક્ષા રોપણ કરીસ,વૃક્ષ નહિ મળે તો એ સ્થળે બી રોપીશ
વધુમાં જણાવ્યું કે હાલના સમયમાં જે પ્રકારે વાતાવરણ માં ઘણા ફેરફાર થયા છે.ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે તો અને એની સામે વૃક્ષ એક ઓછા થઈ રહ્યા છે.સાયકલ યાત્રા દરમિયાન અમે જ્યાં જ્યાં રોકાસુ ત્યાં ત્યાં એક વૃક્ષ રોપશુ અને અને એ વૃક્ષના ઉછેરની જવાબદારી જેતે વ્યક્તિને સોંપીને જવાનું છે.આજે અમે મહેસાણા પહોંચ્યા છીએ તો અહીં પણ અમે રોકાયા છીએ જ્યાં વૃક્ષા રોપણ કર્યું છે. પરિવારે છૂટ આપી છે જેથી હિંમત પણ વધી છે
વધુમાં ભાસ્કર ને જણાવ્યું કે મારો પરિવાર આ બધાથી ટેવાયેલો છે જેથી મેં લંડન જવાની વાત કરતા તેઓ મંજૂરી પણ આપી હતી.મને કોઈ પણ વસ્તુમાં ના નથી પાડતા તેઓએ મને કહ્યું કે તને ગમે છે તું કરી શકતી હોય તો કર અમને કોઈ પ્રોબ્લેમ નથી.વધુમાં જણાવ્યું કે આના પહેલા મેં 2023 માં માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે.જેમાં હું વડોદરાની પ્રથમ ગર્લ બની જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હોય સાયકલીગ દરમિયાન ગુજરાત પોલીસ સારો સ્પોર્ટ કરી રહી છે
વધુમાં જણાવ્યું કે અમારી આ સફરમાં લંડન પહોંચવા માટે આમરે 17 દેશ માંથી પસાર થવું પડશે જેમાં 200 થી વધી દિવસમાં આમરે 15000 થી વધુ કિલોમીટર કાપી અમે લંડન પહોંચસુ.રહેવા માટે અમે નકસા પ્રમાણે જગ્યા ફિક્સ કરી છે.બીજું કે ગુજરાત પોલીસ પણ અમને રોડ પર કોઈ સમસ્યા ના થાય એના માટે સ્પોટ કરી રહી છે.


http://dlvr.it/T8jKxM

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6