Skip to main content

કાર્યવાહી:ગેરકાયદે વાહન ઉંચકવાનો ભાર હવે પાલિકાના માથે

મુંબઈમાં ગેરકાયદે પાર્કિંગ કરેલા ટુવ્હીલર અને ફોર વ્હીલર વાહન ઉંચકવાનો ભાર હવે મુંબઈ મહાપાલિકાના માથે પડશે. એમાં મહાપાલિકા પરિવહન પોલીસને હાઈડ્રોલિક ટોઈંગ વેન્સની સેવા પૂરી પાડશે. એના માટે મહાપાલિકા લગભગ 11 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે અને એનો ભાર મહાપાલિકાની તિજોરી પર પડશે. મુંબઈ શહેર, પશ્ચિમ અને પૂર્વ ઉપનગરો વિભાગમાં ગેરકાયદે ઊભા કરવામાં આવેલા ટુવ્હીલર અને ફોર વ્હીલર વાહનોને ખેંચીને લઈ જવા 36 હાઈડ્રોલિક વેન્સની સેવા પાંચ વર્ષ માટે ભાડે લેવામાં આવી હતી. આ કરાર એપ્રિલ 2024માં પૂરો થયો બાદ હવે વધુ બે વર્ષ માટે નવો કરાર કરવામાં આવ્યો છે. આગામી બે વર્ષ માટે આ સેવા ભાડેથી લેવામાં આવી છે. એના માટે એક સંસ્થાની નિમણુક કરવામાં આવી છે. તેથી મહાપાલિકાએ ઉપલબ્ધ કરી આપેલી ટોઈંગ વેનના આધારે પરિવહન પોલીસ રસ્તા પર ગેરકાયદે પાર્ક કરવામાં આવેલા વાહન ઉંચકીને લઈ જશે અને વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરશે. આ દંડના રૂપિયા સરકારની તિજોરીમાં જમા કરવામાં આવશે. પણ એના માટે વાહનોની સુવિધા માટે તિજોરીમાંથી જ ખર્ચ કરવામાં આવશે. પાર્કિગ લોટ તેમ જ રેલવે સ્ટેશનના 500 મીટર પરિક્ષેત્રમાં રસ્તા પર ગેરકાયદે ઊભા કરવામાં આવેલા ટુવ્હીલર અને ફોર વ્હીલર વાહનો પર કાર્યવાહી કરવામાં આવશે. રસ્તાની કોરે અનધિકૃત રીતે ઊભા કરવામાં આવેલા લાવારિસ વાહનો પર પણ કાર્યવાહી કરવામાં આવશે.


http://dlvr.it/T8qFkg

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6