Skip to main content

મોરબીમાં SPનો લોક દરબાર:રાબેતા મુજબ ટ્રાફિકના પ્રશ્નોનો ઢગલો; 31 લોકોના મોબાઈલ શોધીને પોલીસે પરત આપ્યા

મોરબીમાં એસપી રાહુલ ત્રિપાઠીની હાજરીમાં આજે મોરબીમાં એ ડિવિઝન પોલીસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “તેરા તુજકો અર્પણ” હેઠળ 31 લોકોને તેમના ગુમ થયેલા મોબાઈલ પાછા આપવામાં આવ્યા હતા. લોક દરબારમાં ટ્રાફિક સહિતના પ્રશ્નો રાબેતા મુજબ આવ્યા હતા. મોરબીમાં જ્યારે પણ લોક દરબારનું આયોજન કરવામાં આવે ત્યારે તેમાં આવેલા આગેવાનો સહિતના લોકો શહેરના રોડ રસ્તા ઉપરના ટ્રાફિકની સમસ્યા, આડેધડ વાહન પાર્કિંગ, રોડ ઉપર લારી ગલ્લાના દબાણો સહિતની રજૂઆતો કરે છે. જો કે, તેનો કાયમી ધોરણે કયારે પણ નિકાલ કરવામાં આવતો નથી. તે હકીકત છે તેવામાં આજે એસપીની હાજરીમાં જે લોક દરબાર યોજાયો હતો. તેમાં રાબેતા મુજબ ટ્રાકીફની સમસ્યાની રજૂઆત કરવામાં આવી હતી તેમજ સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી. ત્યારે બાદ આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવા કામ કરતાં સમાજ સેવક જીવરાજભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં મોરબી શહેરી વિસ્તારમાંથી જે લોકોના મોબાઈલ ફોન ગુમ થાય હતા. તે મોબાઈલ ફોનને શોધીને પોલીસ દ્વારા 31 મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા. વધુમાં માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, સાઈબર ક્રાઇમના ભોગ બનેલા લોકોના 43 લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં આવેલ છે તે આગામી સમયમાં કાર્યવાહી કરીને તેઓને પરત આપવા માટેનું કામ કરવામાં આવશે.


http://dlvr.it/T8jLCd

Comments