Skip to main content

એજ્યુકેશન:શ્રી વિઠ્ઠલભાઇ ઝવેરભાઈ પટેલ શાળા નંબર 213માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો

શ્રી વિઠ્ઠલભાઇ ઝવેરભાઈ પટેલ શાળા નંબર 213માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માજી કોર્પોરેટર ભદ્રેશભાઈ પરમાર, સામાજિક કાર્યકર્તા રસુલભાઈ પઠાણ, યુવા મોરચાના પ્રમુખ અજહરભાઈ પઠાણ, સુમન શાળા નંબર 17ના આચાર્યા મયુરીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સૌ મહાનુભાવોએ બાલવાટિકાના બાળકોને કુમકુમ પગલા પડાવી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. સાથે સાથે ન.પ્રા.શિ.સમિતિ સુરત તરફથી આપવામાં આવેલ શૈક્ષણિક કીટની વહેંચણી કરવામાં આવી હતી. મહાનુભવોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. ગત વર્ષમાં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર ધોરણ 3થી 8ના બાળકોને તેમજ એકમ કસોટીમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત ગત વર્ષમાં સૌથી વધુ દિવસ હાજર રહેનાર નિયમિત બાળકને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. NMMSની પરીક્ષામાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ આ કાર્યક્રમમાં ખૂબ આનંદિત જણાયા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અંતે રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.


http://dlvr.it/T8t9fp

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6