Skip to main content

વરસાદી માહોલ:ધનસુરામાં નવીન ગટર બનાવવા છતાં જવાહર બજારમાં વરસાદી પાણી ભરાયાં

ધનસુરાના જવાહર બજારમાં પાણી ભરાવાની સમસ્યાને લઇ જિલ્લા પંચાયત સદસ્યે 15 લાખની ગ્રાન્ટ ફાળવતાં પંચાયતે ગટરનું કામ યોગ્ય ન કરતાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધનસુરાના જવાહર બજારમાં પાણી ભરાવાની સમસ્યા છેલ્લા કેટલાક વર્ષોથી હોવાથી સમસ્યાના કાયમી નિકાલ માટે ધનસુરા જિલ્લા પંચાયત સીટના જિલ્લા સદસ્ય દ્વારા 15 લાખની ગ્રાન્ટ જવાહર બજારના પાણીના નિકાલ માટે પાકી ગટર બનાવવા માટે ફાળવી હતી. જેનું કામ ધનસુરા પંચાયત દ્વારા કરાયું છે. પરંતુ ગટરના કામમાં પાણીના નિકાલ માટે યોગ્ય લેવલથી કામ ન થતાં ચોમાસાના પહેલા જ વરસાદમાં જવાહર બજારમાં પાણી ભરાઈ જવાના પ્રશ્નના લીધે ગ્રામજનો તથા વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. પહેલા જ વરસાદમાં પોલ ખુલી જતાં ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયાની બુમો ઉઠી છે. ધનસુરા વેપારી એસોસીએશન દ્વારા આ સમસ્યાના કાયમી નિકાલ માટે રજૂઆત કરતાં જિલ્લા સદસ્ય દ્વારા સદર ગામના પાણીના નિકાલની મુખ્ય સમસ્યા માટે 15 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા ગટર બનાવવા 15 લાખ ફાળવ્યા હતા _photocaption_જવાહર બજારમાં પાણી ભરાઇ ગયા હતા}જીગર પટેલ*photocaption*


http://dlvr.it/T904r7

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6