Skip to main content

સાયબર ફ્રોડની ફરીયાદ:મોગરીના ભેજાબાજોએ ફેસબુકમાં ખોટા નામથી એકાઉન્ટ બનાવી લોનની ભ્રમિત જાહેરાત પોસ્ટ કરી 5 વ્યક્તિઓ પાસેથી 1.46 લાખ પડાવ્યાં

મોગરીમાં રહેતાં બે ભેજાબાજ મિત્રોએ પોતાના ચાર સાગરીતોની મદદથી પાંચ વ્યક્તિઓ સાથે કુલ રૂપિયા 1.46 લાખનું સાયબર ફ્રોડ આચર્યું હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ગેંગ ફેસબુકમાં ખોટા નામથી એકાઉન્ટ બનાવી તેમાં લોન મેળવવા માટેની ભ્રમિત જાહેરાત પોસ્ટ કરી, લોન અપાવવાના બહાને લોકો પાસેથી નાણા પડાવતાં હતાં. આ અંગે વિદ્યાનગર પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આણંદ તાલુકાના મોગરી ગામમાં આવેલ સહકાર સોસાયટીમાં રહેતાં વિશાલભાઈ મહિજીભાઇ વણકર અને હર્ષિત અશોકભાઈ સોલંકી ખોટા નામે ફેસબુકમાં એકાઉન્ટ બનાવી, તેમાં લોન મેળવવા માટેની ભ્રમિત જાહેરાત પોસ્ટ કરી, લોન અપાવવાના બહાને લોકો પાસેથી નાણા પડાવી સાયબર ફ્રોડ આચરતાં હોવાની બાતમી વિદ્યાનગર પોલીસને મળી હતી. જેથી પોલીસે આ બંનેને બોલાવી પુછપરછ કરી હતી. જેમાં વિશાલે લોકોને લોન અપાવવાની ફેસબુકમાં ભ્રામક જાહેરાત પોસ્ટ કરી, લોન અપાવવાના બહાને લોકો પાસેથી નાણા મેળવી સાયબર ફ્રોડ કરી નાણા કમાવાની વાત સૌપ્રથમ હર્ષિતને કરી હતી. જેમાં હર્ષિત સંમત થયો હતો. જે બાદ વિશાલે પોતાની ઓળખાણથી વિરલ વિનોદભાઈ ખ્રિસ્તી (રહે. ખ્રિસ્તી મહોલ્લો સરદાર સ્કુલની પાછળ, બોરીયાવી, તા.જી.આણંદ), દિપક ફતેસીહ ગોહેલ (રહે. રાજોડપુરા, આણંદ), પાર્થ મનોજભાઇ ગોહેલ (રહે. એચ.પી. પેટ્રોલપંપની સામે, આંકલાવડી, તા.જી.આણંદ) અને રોનક મુકેશભાઈ પારેખ (રહે. મસ્જીદ પાસે, અડાસ, તા.જી.આણંદ) ને પણ આ સાયબર ફ્રોડ આચરવા માટે ગેંગમા જોડ્યાં હતાં. જે બાદ તેઓએ ભેગા મળીને હર્ષિતના ફેસબુક એકાઉન્ટ "હર્ષિત બેડબોય" નું નામ બદલીને "અમિત પટેલ" કર્યું હતું અને તે ફેસબુક એકાઉન્ટ પરથી લોન અંગેની જાહેરાત પોસ્ટ કરવા લાગ્યાં હતાં. જે જાહેરાતોના પ્રત્યુતરમાં લોકો તે એકાઉન્ટના મેસેન્જર પર મેસેજ કરે તો હર્ષિત તે લોકોની સાથે મેસેન્જરમાં મેસેજથી વાતચીત કરીને લોકોનો મોબાઇલ નંબર મેળવી લેતો હતો અને તે મોબાઇલ નંબરો વિશાલ, વિરલ, દિપક, પાર્થ તથા રોનકને મોકલી આપતો હતો. જે બાદ વિશાલ વણકર પોતાના ફેસબુક એકાઉન્ટ Vishal Vankar નામના એકાઉન્ટ ઉપરથી, રોનક પારેખ ફેસબુક એકાઉન્ટ Mayur Patel નામના એકાઉન્ટ પરથી તથા દિપક ગોહેલ ફેસબુક એકાઉન્ટ Meena Gohil, Lata Christian તેમજ Jaydee p Patel નામના એકાઉન્ટ ઉપરથી લોન મેળવવા માટેની ભ્રામક જાહેરાતો પોસ્ટ કરતા હતા.જે પોસ્ટના પ્રત્યુતરમાં લોકો પોતાનો મોબાઇલ નંબર આપતા આ વિશાલ, વિરલ, દિપક, પાર્થ તથા રોનક નાઓ લોકો સાથે મેસેજ તથા કોલથી વાતચીત કરી લોન મેળવવા માટે રૂપિયા 2250 ભરીને લોગઇન કરવું પડશે તેમ જણાવી બેન્ક એકાઉન્ટોના યુ.પી.આઇ. કયુઆર કોડ મોકલતાં હતાં. લોન મેળવવાની લાલચમાં કેટલાક લોકો લોગઇન કરી 2250 રૂપિયા યુ.પી.આઈ થકી ટ્રાન્સફર પણ કરતાં હતાં. આ રૂપિયા હર્ષિતના અને તેના સાગરીતોના અલગ અલગ બેન્ક ખાતામાં જમા થતા હતા. લોગઈનના નામે રૂપિયા મેળવી લીધાં બાદ આ ગેંગ લોન મેળવવા માટે સિબીલ સ્કોર ઓછો પડે છે તેવી ખોટી વાતો કરીને સિબીલ સ્કોર ઓછો હોય તો પણ લોન મેળવવા માટે અમુક રૂપિયા ભરવા પડશે તેમ જણાવી વધુ રૂપિયા પડાવતાં હતા અને લોન પણ આપતાં ન હતાં. રૂપિયા ભર્યાં બાદ જો કોઈ આ ગેંગ નો સંપર્ક કરે તો તેઓ થોડા સમય માટે સર્વર ડાઉન છે, તમારો સિબીલ સ્કોર ઓછો હોવાથી લોનમાં થોડો વધુ સમય લાગે છે તેવા જુદાજુદા બહાના બતાવતા હતા અને ત્યારપછી તેઓના મોબાઇલ નંબર બ્લોક કરી દેતા હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે આ ગેંગના બેન્ક ખાતાની તપાસ કરી, તેમાંથી ભોગ બનનાર વ્યકિતઓને શોધી પુછપરછ કરતાં આ ગેંગ એ લોન આપવાની લાલચ આપી હર્ષ મનીશકુમાર ભટ્ટ (મુળ રહે. સચીન સોસાયટી, રામનાથ મહાદેવ પાસે, પેટલાદ. હાલ રહે. ન્યુ મણીનગર, અમદાવાદ) પાસેથી 17,300 રૂપિયા, સુનિલભાઈ ભરતભાઈ ગુરખા (હાલ રહે. છાણી જકાતનાકા, શ્રીનગર સોસાયટી, વડોદરા. મુળ રહે. નેપાળ) પાસેથી 13,000 રૂપિયા, દર્શનભાઈ જગદિશચંદ્ર ભાટિયા (રહે.લક્ષ્મીનગર, રળીયાતી રોડ, અર્બન બેંક હોસ્પીટલ સામે, દાહોદ) પાસેથી 41,725 રૂપિયા, ભાનુભાઇ મનુભાઈ સોલંકી (રહે. પ્રજાપતિ વાસ, અરડી, તા.પેટલાદ, જી.આણંદ) પાસેથી 76,780 રૂપિયા અને અલ્પેશ પ્રજાપતી (રહે. સર્વોદય નગર સોસયટી, સરખેજ, અમદાવાદ) પાસેથી 7250 રૂપિયા મળીને કુલ રૂપિયા 1,46,055 ની છેતરપીંડી આચરી હોવાનું ખુલ્યું છે. ત્યારે આ અંગે વિદ્યાનગર પોલીસે વિશાલભાઈ મહિજીભાઇ વણકર, હર્ષિત અશોકભાઈ સોલંકી, વિરલ વિનોદભાઈ ખ્રિસ્તી, દિપક ફતેસીહ ગોહેલ, પાર્થ મનોજભાઇ ગોહેલ અને રોનક મુકેશભાઈ પારેખ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


http://dlvr.it/T7jn91

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6