Skip to main content

તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું:પીએશ્રી સજનપર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો; સ્કૂલ ઓફ એક્ષલન્સ અંતર્ગત બાંધકામ થયેલ નવા રૂમનું લોકર્પણ કરાયું

પીએશ્રી સજનપર પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર અને નાયબ નિયામક અને ટેક્નિકલ શિક્ષણના કમિશ્નર-ગાંધીનગર એમ.જે.અધારાની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવની ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં બાલવાટીકા અને ધો. 1મા નવો પ્રવેશ મેળવનાર બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો અને બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. આ સાથે શાળાના ધો. 3થી 8ના વાર્ષિક પરિક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ જુદી જુદી પરીક્ષાઓ જેવી કે CET, જ્ઞાનસાધના, NMMS, DLSS અને સૌથી વધુ હાજરી ધરાવતા બાળકોને વિવિધ ઇનામોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા. આ તકે શાળામાં અભ્યાસ વિવિધ ઇનામો અને તિથિ ભોજનના દાતાઓનું શાળા પરિવાર વતી સાલ અને સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું. તેમજ આ તકે શાળામાં સ્કૂલ ઓફ એક્ષલન્સ અંતર્ગત બાંધકામ થયેલ નવા રૂમનુ લોકર્પણ પણ કરવામાં આવ્યું અને સરકાર દ્વારા અપાયેલ નિપુણ ભારત અંતર્ગત વિવિધ સાહિત્યનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમાં શાળાના તમામ શિક્ષકોની અથાગ મહેનત બદલ સમગ્ર ગામલોકો અને સરપંચ વિનોદભાઈ સિણોજીયા તેમજ આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.


http://dlvr.it/T8wl6p

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6