Skip to main content

રોંગ સાઈડ જતા વાહનચાલકો સામે કાર્યવાહી:વડોદરામાં 68 ચાલકો સામે ગુનો દાખલ, ટ્રાફિક પોલીસે 102 વાહનચાલકોનું કાઉન્સેલિંગ કર્યું

વડોદરા શહેરમાં હાલ રોંગ સાઈડ જઈ રહેલા વાહનચાલકો સામે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં આજે રોંગ સાઈડ જઈ રહેલા 68 વાહન ચાલકો સામે આજે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ટ્રાફિક પોલીસે 102 વાહન ચાલકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. વાહનચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી
વડોદરા ટ્રાફિક DCP જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે, જાહેર માર્ગ ઉપર વાહનચાલકો રોંગ સાઈડ વાહન ચલાવતાં હોવાના કારણે અકસ્માત સર્જાતા હોવાનું ધ્યાન ઉપર આવ્યું છે. જેથી આવા વાહનચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી રોંગ સાઈડ ચલાવનાર વાહનચાલકો વિરૂધ્ધ સ્થાનિક પોલીસને સાથે રાખી અલગ-અલગ ટીમો બનાવી ટ્રાફિક શાખા દ્વારા તા. 22 જૂન 2024થી તા. 28 જૂન 2024 સુધી ખાસ ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. 102 વાહનચાલકોનું કાઉન્સેલિંગ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઝૂંબેશ દરમિયાન વડોદરા શહેરમાં રોંગ સાઈડ આવતા વાહનચાલકોને પકડી, પોલીસ સ્ટેશન બોલાવી તેઓના વાહનના પડતર ઈ-ચલણની માહિતી કઢાવી અને પડતર ચલણો સામે માંડવાળ રકમની ચુકવણી કરવા અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરતા છેલ્લા ચાર દિવસમાં રોંગ સાઈડ આવતાં કુલ-23 વાહનચાલકોને બાકી ઈ-ચલણના નાણાં ભરાવ્યા છે. તેમજ ભવિષ્યમાં આ રીતે ટ્રાફિક નિયમોનું ઉલ્લઘંન ન કરે અને પોતાની સુરક્ષા અંગે ધ્યાન રાખે તે માટે 102 વાહનચાલકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું તેમજ 341 વાહનચાલકો વિરુદ્ધ અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી છે. 68 વાહનચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો
તેઓએ ઉમેર્યું હતું કે, આજે રોંગ સાઇડ વાહન ચલાવનાર 68 વાહનચાલકો વિરુદ્ધ IPC-279 તેમજ એમ.વી.એક્ટ 184 મુજબ ગુનો નોધવામાં આવ્યો છે. જેથી, વડોદરા શહેરના તમામ નાગરીકોને અપીલ કરવામાં આવે છે કે, ટ્રાફિક નિયમોનું સુચારૂરૂપે પાલન કરે અને પોતાની તેમજ અન્યની જીંદગી જોખમમાં મુકાય તે રીતે વાહન ન ચલાવે. આ સ્થળોએ રોંગ સાઇડ જતા વાહનચાલકો સામે કામગીરી


http://dlvr.it/T8m8kl

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6