Skip to main content

કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન:ખંભાળિયાના વાડીનાર ખાતે મહિલાઓ માટે કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે મહિલા અને બાળ અધિકારીની કચેરી અને નાયરા એનર્જી સંચાલિત પ્રોજેકટ એકસેલ સહયોગથી તથા ઇનશકિત ફાઉન્ડેશનના સંકલનથી કૌશલ્યવર્ધક રોજગારલક્ષી તાલીમ કેન્દ્ર ખાતે બહેનો સાથે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાયદાકીય જાગૃતિ શિબિરમાં મદદનીશ સરકારી વકીલ અલ્પેશભાઈ પરમાર દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં કાયદાની જોગવાઈઓ તથા કલમો વિશે બહેનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેઓ દ્વારા કાયદાના ઇતિહાસથી લઈ વિશાખા ગાઇડ લાઇન સુધીની કાયદાની સફર વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.સી.ડી. ભાંભી દ્વારા આ કાયદાની ફરીયાદ કરવા માટે આંતરીક અને સ્થાનિક સમિતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહિલા સાથે થતી હિંસા રોકવાની અને બનતી મદદ કરવાની સામાજીક જવાબદારી અંગેની રોલમોડેલ તરીકેના વિષય પર વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. આ કાર્યક્રમાં ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના કર્મચારીઓ, સખી-વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કર્મચારીઓ, 181- અભયમ મહિલા હેલ્પ લાઇન વગેરે કર્મચારીઓ દ્વારા ઘરેલુ હિંસાનો ભોગ બનનારને આ બધા પ્રકલ્પો પીડીતાને કેવી રીતે મદદરૂપ થાય છે તે માહિતી અને વિવિધ મહિલા લક્ષી યોજનાઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં આંગણવાડી વર્કરના બહેનો ઉપસ્થિત રહી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.


http://dlvr.it/T8t9St

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6