Skip to main content

વીજ ગ્રાહકોમાં ફફડાટ:ભાજપા નેતાને મેસેજ, બિલ અપડેટ નહીં થયું હોવાથી વીજ જોડાણ રાત્રે કપાઈ જશે

ઓટીપી અને પીન અપડેટ કરવાના નામે સાઈબર માફિયાઓ લોકોના બેંક ખાતા ખાલી કરવાના બનાવો અવારનવાર બને છે, ત્યારે એક ભેજાબાજે જિલ્લા ભાજપાના અગ્રણીને સોશીયલ મીડીયા દ્વારા મેસેજ મોકલ્યો હતો કે તમારું ગયા માસનું વીજ બીલ અપડેટ નહીં થયું હોવાથી તમારું વીજ જોડાણ રાત્રે નવ વાગે કપાઈ જશે અને તે માટે વીજ અધિકારીનો સંપર્ક સાધવો, મેસેજના પગલે નેતાએ વીજ કંપનીનો સંપર્ક સાધ્યો હતો ત્યારે વીજ કંપનીએ મેસેજ ફેક હોવાનું જણાવતાં નેતાએ રાહતનો દમ ખેંચ્યો હતો. આ બનાવની વિગતો એવી છે કે ‘ સાવલી તાલુકામાં શૈક્ષણિક સંસ્થાના અગ્રણી ટ્રસ્ટી અને નર્મદા જિલ્લાના ભાજપા પ્રભારી-પૂર્વ જિલ્લા મહામંત્રી (વડોદરા જિલ્લા ભાજપા) ધર્મેશ પંડયાના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો,ભારત સરકારના વિદ્યુત મંત્રાલયના લેટર હેડ દ્વારા મોકલેલા મેસેજમાં જણાવ્યું છે કે ‘ ડીયર કસ્ટમર, તમારું વીજ પુરવઠાનું જોડાણ આજે રાત્રે નવ વાગે કાપી નાંખવામાં આવશે કારણ કે તમારા ગયા માસનું બીલ અપડેટ થયું નથી જેથી મહેરબાની કરીને કોલ કરીને અમારા ઇલેકટ્રીસીટી ઓફિસરને કોલ કરવો,મેસેજમાં એમ પણ જણાવાયું છે કે ‘ વિદ્યુત મંત્રાલય ગ્રાહકોને અપડેટ કરવાની બાબતને ઉતેજન આપે છે.મેસેજમાં હેલ્પલાઈન નંબર પણ દર્શાવેલો છે આ ઉપરાંત મેસેજમાં ચીફ ઇલેકટ્રીસીટી ઓફિસરની સહિ અને સિક્કો પણ દર્શાવેલો છે.નોટિસના રુપે મોકલાયેલા મેસેજમાં અશોક ચક્રનો પણ ઉપોયગ કરવામાં આવ્યો છે. અગાઉ પણ ભેજાબાજોએ વીજ બીલ અપડેટ કરવાના નામે અનેકને ઠગ્યા છે વીજ કંપની આવો મેસેજ મોકલતી નથી વીજ કંપનીએ કહ્યું, આ ફેક મેસેજ છે,વીજ કંપની આવો મેસેજ કોઈ પણ વીજ ગ્રાહકને આ પ્રકારની નોટિસના રુપે મોકલતી નથી બીજું કે એમજીવીસીએલમાં ચીફ ઇલેકટ્રીસીટી ઓફિસરની કોઈ પોસ્ટ પણ નથી,પાછલું બીલ અપડેટ કરવા વીજ કંપની મેસેજ નથી મોકલતી અને વીજ જોડાણ કાપવા માટે આવો મેસેજ કંપની મોકલતી નથી.


http://dlvr.it/T8sjRy

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6