Skip to main content

સાબરકાંઠામાં પુરક પરીક્ષા:બીજા દિવસે ધો-10માં અંગ્રેજી વિષયમાં 479 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને ધોરણ -12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા-2024નો પ્રારંભ 24 જૂનથી થયો છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો-10 માં અંગ્રેજી(16) વિષયમાં કુલ 646 વિદ્યાર્થીઓ પૈકી 479 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 167 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં 6 દિવ્યાંગ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ-12માં અર્થશાસ્ત્ર (22) વિષયમાં 35 વિદ્યાર્થીઓ પૈકી 26 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 9 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં 25 અને અંગ્રેજી માધ્યમમાં એક વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સંસ્કૃત(129) વિષયમાં કુલ 74 વિદ્યાર્થીઓ પૈકી 59 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 15 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી (13) વિષયમાં કુલ 266 વિદ્યાર્થીઓ પૈકી 198 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 68 ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી(06) વિષયમાં કુલ 17વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.


http://dlvr.it/T8lpvc

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6