Skip to main content

20 દિવસ મોત સામે લડી ગુંજન ચીરનિંદ્રામાં પોઢી ગયો:સુરતમાં ધોડિયામાં સૂતેલા એક વર્ષીય બાળકને શ્વાને ફાડી ખાધો, બચાવવા એક આંખ કાઢી અને મોઢે 100 ટાંકા લીધા હતા

સુરત સહિત જિલ્લામાં શ્વાનોના આતંકને લઈને માસૂમ બાળકોને ભોગ બનવું પડતું હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરત જિલ્લામાં એક કન્સ્ટ્રક્શન સાઇડ પર ઘોડિયામાં સૂતેલા એક વર્ષના બાળક પર સ્વાન તૂટી પડ્યું હતું અને ચેહરાના ભાગે કરડી લેતા આખો ચહેરો ફાડી નાખ્યો હતો. શ્વાનના આ હુમલામાં બાળકની એક આંખ પણ કાઢવી પડી હતી. જ્યારે આ બાળકને બચાવવા માટે તબીબોએ ચહેરા પર 100 જેટલા ટાંકા લીધા હતા. જોકે વીસ દિવસની સારવાર બાદ માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 3 જૂને તાતીથૈયાની કન્સ્ટ્રક્શન સાઈટ પર બાળક પર હુમલો
સુરત જિલ્લામાં આવેલા તાતીથૈયા ગામ નજીક એક કન્સ્ટ્રક્શન સાઈડ પર રહેતા મોહન માલી અને પત્ની સાથે કન્સ્ટ્રક્શન સાઈડ પર કામ કરે છે. ગત ત્રણ જૂનના રોજ મોહન અને તેની પત્ની મજૂરી કરી રહ્યા હતા. ત્યારે તેમના 1 વર્ષના પુત્ર ગુંજનને ઘોડિયામાં સુવડાવેલું હતું. દરમિયાન એક કૂતરાએ ગુંજનને ઘોડિયામાંથી કાઢી ખેંચી લઈ ગયો હતો અને તેના ચહેરા અને માથાના ભાગે ફાડી ખાધું હતું. લોહીલુહાણ હાલતમાં બાળકને સ્મીમેર ખસેડાયો હતો
કન્ટ્રક્શન સાઇડ પર કામ કરી રહેલા શ્રમજીવીઓએ આ બાળકને કૂતરો નોચતો હોવાનું જોયું હતું. આ સાથે જ ગુંજનના રડવાનો અવાજ સાંભળી દોડી ગયેલા શ્રમજીવીઓએ ગુંજનને કૂતરાના ચૂંગાલમાંથી છોડાવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. કૂતરાએ માસૂમના પૂરા ચહેરાને ફાડી નાંખતા 100થી વધુ ટાંકા લેવાયા
કૂતરાએ માસૂમ બાળકના ચહેરાને નિશાન બનાવ્યું હતું. જેમાં તેણે માસૂમના પૂરા ચહેરાને ફાડી નાંખ્યો હતો. જેમાં એક આંખ કાઢી નાંખવી પડે તેવી સ્થિતિ હોવાથી તબીબોએ તેની એક આંખ કાઢી નાખી હતી. બાળકના ચહેરાના અલગ-અલગ ભાગે બચકાં ભર્યા હોવાથી તબીબોએ સર્જરી દરમિયાન ચહેરાના ભાગે અને માથાના ભાગે 100થી વધુ ટાંકા લેવા પડ્યા હતા. બાળક આઇસીયુમાં સારવાર હેઠળ હતું
ત્યારબાદથી આ એક વર્ષનું બાળક આઇસીયુમાં સારવાર હેઠળ હતું. સ્મીમેરના તબીબોએ તાત્કાલિક હડકવાના ઈન્જેક્શનો આપવાની સાથે ઈમ્યુનો ગ્લોબીનની સારવાર આપી હતી. સર્જરી વિભાગ અને પ્લાસ્ટીક સર્જરી વિભાગના તબીબોએ 4 કલાક બાળકની સર્જરી કરી હતી. ત્યારબાદ આ બાળકને આઈસીયુમાં રાખીને વધુ સારવાર કરવામાં આવી રહી હતી. 20 દિવસની સારવાર બાદ બાળકનું મોત નિપજ્યું હતું. એક વર્ષમાં શ્વાનોના હુમલામાં ત્રણ બાળક સહિત ચારના મોત
છેલ્લા એક વર્ષમાં શ્વાનોના હુમલામાં ત્રણ બાળકો સહિત ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. એક વર્ષમાં 19,000 થી વધુ લોકોને સ્વાનો દ્વારા કરડવાના કિસ્સાઓ સામે આવ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં 12,000 થી વધુ લોકોને પણ કરડ્યા બાદ એન્ટિ રેબીજ રસી આપવામાં આવી છે. ફેબ્રુઆરીમાં કૂતરાએ ચાર વર્ષીય બાળકનો ભોગ લીધો હતો
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 7,600 થી વધુ લોકોને એન્ટિ રેબીજ રસી આપવામાં આવી છે. એપ્રિલ 2023થી ફેબ્રુઆરી 2024 સુધીમાં ત્રણ બાળકો સહિત ચાર લોકોના હુમલામાં મોત થયા છે. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ભેસ્તાન વિસ્તારમાં ચાર વર્ષના બાળકને શ્વાને હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે વધુ એક બાળકનો શ્વાને ભોગ લીધો છે.


http://dlvr.it/T8g6gp

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp