Skip to main content

નશામુક્તિના શપથ:યુવાનોમાં પરફોર્મન્સ પ્રેશર, અપેક્ષા વધવાથી નશાનું દૂષણ વધી રહ્યું છે

જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે “ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરુદ્ધ ઝુંબેશના આંતરરાષ્ટ્રીય દિવસ (ઇન્ટરનેશનલ ડે અગેઈન્સ્ટ ડ્રગ અબ્યુઝ એન્ડ ઈલીસીટ ટ્રાફિકિંગ) વિષય પર સેમિનાર યોજાયો હતો. ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો.રમેશ પરમારે વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા માટે સમજૂત કરી તેમને મિત્રો-પરિવારના અન્ય વ્યસની લોકોને નશો છોડાવવા અપીલ કરી હતી. ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહિલે ડ્રગ્સના વધતા ઉપયોગ અને તેનાથી થતી અસર તેમજ ભારતમાં ડ્રગ્સના વધતા ઉપયોગના કારણોમાં જીઓ પોલિટિકલ સિચ્યૂએશનની વિસ્તૃત સમજ આપી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, હાલ યુવાનોમાં વધતા પરફોર્મન્સ પ્રેશર, જાત પાસેથી -સમાજની યુવાનો પાસેથી વધતી અપેક્ષાઓ, મહત્ત્વાકાંક્ષાઓ અને સેન્સ ઓફ ઈન્સિક્યુરિટીના કારણે પણ યુવાનોમાં આ દૂષણોનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રોફેસર ડો.મીનુ જસદણવાલાએ વ્યસનોની શારીરિક-માનસિક અસરો,તેના કારણે થતા ગુનાઓ, ભારતીય કાયદા તેના પરના પગલાંઓ વિશે પી.પી.ટી. દ્વારા વિસ્તૃત સમજણ આપી હતી. માનવ અધિકાર અને કાયદા ભવનના પ્રોફેસર રાજુભાઈ દવેએ તેમના વક્તવ્યમાં નશાના કેન્દ્ર બિંદુ પર ફોકસ પાડતા લોકો નશા તરફ શું કામ વળે છે તેમજ નશાના વિષચક્રમાં ફસાયા પછી તેઓની માનસિક, શારીરિક અને આર્થિક હાલત કેવી થતી હોય છે તે અંગે સમજાવ્યું હતું. સેમિનારમાં ઉપસ્થિત રહેલા સૌએ નશામુક્તિના શપથ લીધા હતા.


http://dlvr.it/T8q2qh

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6