Skip to main content

સરકારી સ્કૂલની ડિમાન્ડ વધી:સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 26,145 બાળકોને પ્રવેશ કરાવી રેકોર્ડ સર્જાયો, છ હજારથી વધુ વિદ્યાર્થીએ ખાનગી સ્કૂલ છોડી

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણનું સ્તર વધારવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટ, સુરત કોર્પોરેશનની ગ્રાન્ટ અને સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટ થકી વિદ્યાર્થીઓને વધુમાં વધુ સુવિધાઓ આપવાના હેતુ સાથે કામ કરવામાં આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા એકમાત્ર એવી નગરપાલિકા છે કે, જેમાં સાતથી વધુ ભાષામાં બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અનોખી રીતે બાળકોને સ્કૂલમાં આવકારવામાં આવ્યા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વધુમાં વધુ બાળકો આવે તેના માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા, જેના પરિણામો પણ હવે દેખાવા લાગ્યા છે. સામાન્ય રીતે સરકારી સ્કૂલોની છબી સારી હોતી નથી, તેથી વાલીઓ પોતાના બાળકના શૈક્ષણિક ભવિષ્ય માટે વધુ ફી ભરીને પણ ખાનગી સ્કૂલોમાં મોકલતા હોય છે. પરંતુ હવે ધીરે ધીરે સરકારી સ્કૂલોમાં શિક્ષણનું સ્તર વધી રહ્યું છે અને તેને કારણે વાલીઓની માનસિક્તા પણ બદલી રહી છે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યા છે. બાળકોને કુમકુમ પગલે અનોખી રીતે સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સ્કૂલ પ્રવેશ દરમિયાન ઉત્સવનો માહોલ મોટાભાગની સ્કૂલોમાં જોવા મળ્યો હતો. ખાનગી સ્કૂલ છોડીને 6,205 વિદ્યાર્થી સરકારીમાં આવ્યાં
ગતવર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ આ વખતે 20 હાજરના લક્ષ્યાંક સુધી પહોંચવાનું પાલિકાએ નક્કી કર્યું હતું. જોકે, લક્ષ્ય કર્તા પણ વધુ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાલવાટિકામાં 11,553, ધોરણ 1માં 8387 અને ખાનગી સ્કૂલોમાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં 6,205 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી રેકોર્ડ બનાવી દીધો છે. હજી પણ આ આંકમાં વધારો થાય તેવી પૂર્ણ શક્યતાઓ છે. સરકારી સ્કૂલોમાં શિક્ષણની ગુણવત્તામાં થતો વધારો અને બીજી તરફ ખાનગી સ્કૂલોમાં મોંઘુ થતું શિક્ષણ હોવાને કારણે વાલીઓની માનસિકતામાં પણ ફેરફાર આવ્યો છે. કેટલીક એવી સ્કૂલો છે કે જ્યાં વાલીઓ પોતાના બાળકોને પ્રવેશ અપાવવા માટે ખાનગી સ્કૂલની જેમ એડમિશન પ્રક્રિયામાં પહેલાથી જ સક્રિય થઈ જાય છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઇંગ્લીશ મિડિયમની સ્કૂલ હોય કે ગુજરાતી માધ્યમની સ્કૂલ હોય તમામમાં હવે હાઉસફૂલની સ્થિતિ જોવા મળી રહી છે. બાળકોને તમામ સુવિધા આપવાનો પ્રયાસ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા જણાવ્યું હતું કે, અમારી ધારણા કરતા પણ વધુ બાળકોએ સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવી રહ્યા છે, તેનો અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. જે રીતે બાળકોને પ્રવેશ દરમિયાન શૈક્ષણિક વસ્તુઓની ભેટ આપવામાં આવી છે. જેમાં સ્કૂલબેગ હોય, વોટર બેગ હોય, છત્રી હોય, કંપાસ હોય આવી નાની નાની બાબતો કે જે બાળકોના ચહેરા ઉપર સ્મિત લઈ આવે છે. એટલું જ નહીં આ વખતે પ્રથમવાર નિર્ણય લેવામાં આવ્યો છે કે, વિદ્યાર્થીઓને જે એક ગણવેશ આપવામાં આવતો હતો, તેને બદલે હવેથી બે ગણવેશ આપવામાં આવશે. સાથે-સાથે સ્પોર્ટ યુનિફોર્મ પણ આપવામાં આવી રહ્યો છે. શૈક્ષણિક સ્તરે પણ વધુમાં વધુ બાળકો રમતની સાથે શિક્ષણ મેળવી શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આધુનિક કોમ્પ્યુટર લેબ સહિતની ઉત્તર પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવી રહી છે, જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય.


http://dlvr.it/T8yXJQ

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6