Skip to main content

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ:અમદાવાદ શહેરમાં મોડી રાતે ગાજવીજ સાથે ભારે વરસાદ; દ્વારકા, જામનગર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ શહેરમાં મોડી રાતે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ન્યુ રાણીપ, ગોતા, જગતપુર, રાણીપ, વૈષ્ણવદેવી, એસજી હાઇવે વગેરે વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. મેઘાણીનગર, શાહીબાગ, સિવિલ હોસ્પિટલ, કુબેરનગર, નરોડા સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. નિકોલ, નરોડા, બાપુનગર, સીટીએમ, ગોતા, વાડજ, રાણીપમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ. શહેરના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા અનેક સ્થળે પાણી ભરાયાં હતાં. ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. 30 મિનિટમાં વરસાદના પગલે રોડ આખા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અમદાવાદમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદની શક્યતાઃ હવામાન વિભાગ
હવામાન વિભાગ દ્વારા 25 જૂનના રોજ રાત્રે 1 વાગ્યાના જાહેર કરાયેલા બુલેટિન અનુસાર આગામી 3 કલાક મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. આ સાથે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, મહિસાગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડામાં રાત્રિ દરમિયાન 3-4 કલાક સુધી ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા રાત્રે 1 વાગ્યે બહાર પડાયેલા બુલેટિનમાં કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના આણંદ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, નવસારી જિલ્લામાં પણ રાત્રિ દરમિયાન આગામી 3 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આખરે મેઘો મંડાણો
આ વર્ષે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યા બાદ નવસારીમાં અટવાઈ ગયું હતું, જે હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. એને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસુ અસલી રંગમાં જોવા મળી રહ્યું છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 104 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી હતી. તો સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી રાજ્યના 7 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જામનગરના કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે મૂળીલા પાસે પુલમાં ગાબડું પડતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. બરવાળાના ચોકડી ગામે વીજળી પડતાં એક યુવાનનું મોત થયું હતું.


http://dlvr.it/T8jfVj

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp