Skip to main content

ભારતીય આર્થશાસ્ત્રીઓનું મનોમંથન:ICMAIનું 61મું નેશનલ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સનું ત્રિદિવસીય કન્વેન્શન નર્મદા જિલ્લાના કેવડીયા એકતાનગર ખાતે યોજાયું

ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICMAI) 61મું નેશનલ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ નું ત્રિદિવસીય કન્વેન્શન નર્મદા જિલ્લાના કેવડીયા એકતાનગર ખાતે નર્મદા ટેન્ટ સિટી 2 ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ICMAIની સમગ્ર ટીમ અને ભારતના તજજ્ઞો અર્થશાસ્ત્રીઓ જોડાયા હતા. CMA પ્રમુખ અશ્વિન જી દલવાડી, સેક્રેટરી કૌશિક બેરનજી, ઉપ પ્રમુખ CMA બી બી નાયક, CMA મનોજ કુમાર આનંદ, કાઉન્સિલ મેમ્બર, ICMAI અનુક્રમે કેવડિયા એકતાનગર ખાતે મળેલા 61મા NCMAC ની ત્રિદિવસીય શિબિર માં મુખ્ય વિષય "વિકસીત ભારત 2047 " રાખવામાં આવ્યો હતો અને સંકલ્પથી સિદ્ધિ માટે સંકલન ઉત્પ્રેરક કરવું છે. જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047માં સ્વતંત્રતાના 100મા વર્ષે ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાના વિઝનને અનુરૂપ દેશની આર્થિક સંસ્થાઓ ભેગી મળીને ભારતના ઉત્કર્ષ માટે ચર્ચા કરવામાં આવી છે અને જેમાં ખાસ કરીને ભારતને આર્થિક સદ્ધરતા વધારવા ઈકોનોમી ગ્રોથ માટે જરૂરી ચર્ચા કરવામાં આવી અને ત્રિદિવસીય શિબિરમાં થયેલ ચર્ચા નો રિપોર્ટ બનાવી સરકાર સાથે કેવા સુધારા વધારા કરવા. આ સાથે 2047 માં વિકસિત ભારત કેવીરીતે બનાવવું જેનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. ICMAIના પ્રમુખ અશ્વિન દલવાડી જણાવ્યું હતું કે, NCMAC- 24 વિકસિત ભારત 2047ની થીમ પર આ શિબિરમાં 400થી વધુ અર્થ વિદ્વાનો જુદી જુદી સંસ્થાઓ માંથી હાજર રહ્યા હતા. ત્રણ દિવસ દરમ્યાન ભારતના આર્થિક વિકાસ, નવીનતા, સ્થિરતા અને વૃદ્ધિ કરવી, ભારતને વિકસીત ભારત તરફ આગળ વધારવા માટે જરૂરી વિઝન સાથે આમારી ટીમ આગળ વધી રહી છે અને આ બેઠકમાં બધાએ ભેગા થઇ વિકસિત ભારતનો રોડ મેપ તૈયાર કર્યો છે. ભારતના ઇતિહાસમાં ICMAI ચેરમેન પ્રથમ ગુજરાતી બન્યા
અશ્વિનભાઈ દલવાડી એક ઈકોનોમિસ્ટ તરીકે ICMAI સંસ્થામાં કામ કરે છે. હાલ તેઓ ICMAI ના પ્રેસિડન્ટ છે, આટલા વર્ષોમાં એક ગુજરાતી પ્રેસિડન્ટ પ્રથમ વાર બન્યા છે. ધ ઈન્સ્ટિટટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા ભારતીય કંપની એક્ટ, 1913 હેઠળ 14મી જૂન,1944ના રોજ “ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ્સ” તરીકે નોંધાયેલ હતી. આ સંસ્થા ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ છે.સંસ્થા કોલકાતા, દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ ખાતે ચાર પ્રાદેશિક પરિષદો ધરાવે છે. ભારતમાં 117 ચેપ્ટરો, અને 11 વિદેશી કેન્દ્રો ધરાવે છે આ સંસ્થા વિશ્વની સૌથી મોટી કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ સંસ્થા છે. જેમાં લગભગ 1 લાખ CMA અને 50 હાજરથી વધુ વિદ્યાર્થીઓ CMA કોર્સને અનુસરે છે. (AFA)ના સહયોગી સભ્ય અને ઇન્ટરનેશનલ ઇન્ટિગ્રેટેડ રિપોર્ટિંગ કાઉન્સિલ (IIRC), UKના સભ્ય પણ છે.


http://dlvr.it/T8xqt0

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6