Skip to main content

ભાવનગરમાં સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત:વલ્લભીપુર અને ઉમરાળામાં પોણા 2 ઈંચ, મહુવા અને તળાજા માં એક-એક ઈંચ વરસાદ ખાબક્યો

ભાવનગર શહેરમાં સતત ચોથા દિવસે સવારથી જ ધીમી ધારે અવિરતપણે વરસાદ શરૂ રહેતા વાતાવરણમાં તાપમાનનો પારો ગગડયો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી,લોકો ને ગરમી થી રાહત મળી હતી, જ્યારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર અને ઉમરાળામાં પોણા બે ઈંચ તથા મહુવા અને તળાજામાં એક-એક ઈંચ ઘોઘમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે અન્ય જિલ્લા માં સામાન્ય વરસાદ નોંધાયો હતો. ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જેમાં રાજ્યના આણંદ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, નવસારી ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં પડેલ વરસાદના આંકડા
ભાવનગર જિલ્લામાં આજ સવારના 6 વાગ્યા સુધીમાં વલ્લભીપુરમાં - 43 મિમી, ઉમરાળામાં -41 મિમી, ભાવનગરમાં - 9 મિમી, ઘોઘામાં - 21 મિમી, સિહોરમાં - 17 મિમી, ગારીયાધારમાં - 10 મિમી, પાલીતાણામાં - 15 મિમી, તળાજામાં - 27 મિમી, મહુવામાં - 34 મિમી તથા જેસરમાં - 2 મિમી વરસાદ વરસ્યો હતો, છેલ્લા 6 દિવસનું શહેરનું તાપમાનનો પારો
તા.25 જૂનના રોજ મહત્તમ 34.4 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 26.6 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 65 ટકા નોંધાયું હતું અને 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, તા.26ના રોજ મહતમ તાપમાન 36.6 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 28.9 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 62 ટકા નોંધાયું હતું અને 24 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, તા.27 ના રોજ મહતમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 26.9 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 79 ટકા નોંધાયું હતું અને 24 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, તા.28 ના રોજ મહતમ તાપમાન 31.2 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 26.6 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 89 ટકા નોંધાયું હતું અને 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, તા.29ના રોજ મહતમ તાપમાન 32.2 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 25.8 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 92 ટકા નોંધાયું હતું અને 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, તા.30ના રોજ મહતમ તાપમાન 30.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 26.3 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 83 ટકા નોંધાયું હતું અને 16 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.


http://dlvr.it/T90Gtc

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6