Skip to main content

સાંસદ પૂનમ માડમનો ઐતિહાસિક આભારવિધિ સમારોહ:ખંભાળિયામાં ભવ્ય બાઇક રેલી, વિવિધ સમાજ દ્વારા સન્માન કરાયું; હાલાર પંથકમાં 5 વર્ષ સતત વિકાસ કાર્યો કરાશે: પૂનમ માડમ

જામનગર લોકસભાની તાજેતરમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં હાલારની દીકરી અને સતત ત્રીજી વખત ચૂંટાયેલા પુનમબેન માડમનો આભાર વિધિ સમારોહ ખંભાળિયામાં ગઈકાલે રાત્રે ભવ્ય રીતે યોજાયો હતો. આ પૂર્વે ઐતિહાસિક રોડ શોમાં સમગ્ર ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રીતે જોડાયા હતા. તાજેતરમાં યોજાઈ ગયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપએ અહીંના સક્રિય અને સક્ષમ ઉમેદવાર પૂનમબેન માડમને રીપીટ ટિકિટ આપતા સતત ત્રીજી વખત નોંધપાત્ર લીડ મેળવીને પૂનમબેન માડમ વિજેતા બન્યા છે. ત્યારે સામા પવનને અને અનેક પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ ગત વખત કરતા આ વખતે વધુ લીડ મેળવી અને પૂનમબેન માડમ વિજેતા બનતા આ વિસ્તારની જનતાનો હાલારની દીકરી પ્રત્યેનો પ્રેમ અભિવ્યક્ત થયો હતો. તેના બદલામાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા અન્ય વિસ્તારો સાથે ગઈકાલે સાંજે ખંભાળિયામાં પણ ભવ્ય આભાર વિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો દ્વારા યોજવામાં આવેલા અભિવાદન સમારંભ તથા કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમમાં શનિવારે સાંજે ખંભાળિયામાં સાંસદ પૂનમબેન માડમનું આગમન થયું ત્યારે અહીંના રેલવે સ્ટેશનથી ભવ્ય રોડ શો અને રેલી યોજવામાં આવી હતી. સાંસદ પૂનમબેન માડમ સાથે ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના તેમજ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી પણ જોડાયા હતા અને આ અભિવાદન રેલી શહેરના જુદા જુદા માર્ગ પર ફરી હતી. આ દરમિયાન જુદા જુદા માર્ગો પર સાંસદ પૂનમબેન માડમનું ઐતિહાસિક કહી શકાય તેવી પુષ્પવૃષ્ટિ તેમજ અવિરત રીતે ફટાકડા તેમજ આતશબાજીની છોડો સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલી ગતરાત્રે અત્રે બેઠક રોડ પર આવેલી વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે સંપન્ન થઈ હતી. અહીં યોજાયેલા અભિવાદન સમારોહમાં વક્તવ્ય આપતા પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં છેલ્લા દસ વર્ષ દરમિયાન કરોડો રૂપિયાના વિકાસકામો તેમજ સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. કેન્દ્રની મોદી સરકારનો આભાર વ્યક્ત કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં પણ દ્વારકા સમગ્ર દેશમાં રોલ મોડલ બની રહેશે. અહીંથી નોંધપાત્ર લીડ અપાવવા બદલ ખંભાળિયા તથા ભાણવડની જનતાનો તેમણે આભાર વ્યક્ત કરી અને લોકોના પ્રશ્નોના નિરાકરણ તેમજ અહીં જરૂરી તમામ સુવિધાઓ મળી રહેશે તેવી ખાતરી આપી, સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા ક્ષત્રિય અગ્રણી અને જિલ્લા પંચાયતના પી.એસ. જાડેજાએ પણ પોતાના પ્રસંગોચિત વક્તવ્યમાં સાંસદ પૂનમબેન માડમને આવકારી અને આ વિસ્તારમાં કરવામાં આવેલા કામ તેમજ વિવિધ બાબતે આમ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ખંભાળિયા તથા ભાણવડ તાલુકાના જુદા જુદા ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ ગ્રામજનો સ્વૈચ્છિક રીતે હોંશભેર ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનમાં આભાર વિધિ ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાએ તેમજ કાર્યક્રમનું સંચાલન શહેર મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમારે કર્યું હતું.


http://dlvr.it/T8g5yt

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6