લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા તા. 29 જૂનના રોજ "લાયન્સ ગૌરવ" રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ક્લબ દ્વારા જુલાઇ માસમાં 3 લાખ વૃક્ષો લગાવવાનું અને તેનું જતન કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે. સમાજની જરૂરિયાત મુજબ સેવા કાર્યો
"લાયન્સ ગૌરવ" રેલીના આયોજન અંગેની માહિતી આપતાં લાયન્સ ક્લબના માજી ગવર્નર સંજીવ પંચોલીએ જણાવ્યું હતું કે, વિશ્વના 208 દેશોમાં ફેલાયેલી લાયન્સ ઇન્ટરનેશનલ સેવાના કાર્યો કરતી સૌથી મોટી સંસ્થા છે. વિશ્વની લાયન્સ કલબો ડાયાબિટીસ, બાળકોના કેન્સર, ભૂખ્યાને ભોજન, આંખના ઓપરેશન, પર્યાવરણ, યુવા શક્તિનો વિકાસ વગેરે અનેક માનવતાવાદી સેવા કાર્યોમાં હંમેશા તત્પર રહે છે. લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232F1 એટલે કે મધ્ય ગુજરાતમાં આવેલ તમામ રેવન્યુ ડિસ્ટ્રીકટમાં 116 કરતા વધારે લાયન્સ ક્લબો અને 4,000 કરતાં વધારે લાયન્સ ક્લબના સભ્યો સમાજની જરૂરિયાત મુજબ સેવા કાર્યો કરે છે. ઇન્ટરનેશનલ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નિયુક્ત કર્યા
શહેરના નામાંકિત ડેવલોપર લાયન રમેશભાઈ પ્રજાપતિ વર્ષોથી લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓમાં ઓત-પ્રોત છે. તેમની સેવા ભાવના અને તેમના નેતૃત્વના કદરરૂપે લાયન્સ કલબસ ઇન્ટરનેશનલે તેમને ઇન્ટરનેશનલ બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આવી નિયુક્તિ આખા વિશ્વમાં માત્ર 34 સભ્યોની થતી હોય છે. લાયન રમેશભાઈ વડોદરા શહેરમાંથી જ નહીં પરંતુ, સમગ્ર મધ્ય ગુજરાતમાંથી પહેલીવાર લાયન્સ ઇન્ટરનેશનલના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે પદગ્રહણ કરી તેઓ જ્યારે વડોદરા પરત ફરી રહ્યા છે ત્યારે લાયન્સ ક્લબના મિત્રોએ તેમને આવકારવા માટે લાયન્સ ગૌરવયાત્રાનું આયોજન કર્યું છે. સાથે-સાથે આગામી વર્ષના ડિસ્ટ્રિક્ટ ગવર્નર આણંદના લાયન મનોજ પરમાર પણ ઉપસ્થિત રહેશે. હરણી રોડથી નીકળશે
સંજીવ પંચોલીએ જણાવ્યું કે, 29 જૂન, 2024ના રોજ યોજાનાર લાયન્સ ગૌરવ યાત્રાને શહેરના પોલીસ કમિશનર દ્વારા સવારે 9 કલાકે નક્ષત્ર પાર્ટી પ્લોટ ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવશે. જે હરણી રોડ નક્ષત્ર પાર્ટી પ્લોટથી એરપોર્ટ રોડ, સંગમ ચાર રસ્તા, મુકતાનંદ, વુડા સર્કલ, કમાટીબાગ, કાલાઘોડા સર્કલ, જેતલપુર રોડ, ચકલી સર્કલ, નટુભાઈ સર્કલ, ગોત્રી હોસ્પિટલથી સત્યનારાયણ પાર્ટી પ્લોટ ગોત્રી ખાતે સંપન્ન થશે. આ ગૌરવ યાત્રામાં મધ્ય ગુજરાતના અનેક લાયન્સ ક્લબના સભ્યો કાર રેલીના માધ્યમ થકી મોટી સંખ્યામાં જોડાશે. વૃક્ષ રોપાઓનું વિતરણ કરાશે
શહેરમાં વિવિધ આઠ સ્થળોએ સ્વાગત માટેના સ્ટેજ બનાવવામાં આવશે, જ્યાંથી 12 હજાર કરતાં વધુ વૃક્ષોના રોપાનું વિતરણ પણ કરવામાં આવશે. રેલીની સાથે-સાથે લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓને ઉજાગર કરતા ફ્લોટ જેવા કે, બ્લડ ડોનેશન પ્રવૃત્તિ, ટીબી અંગેનો ન્યૂટ્રિશન ડ્રાઇવ, સાંસ્કૃતિક ભવાઈ, આદિવાસી નૃત્ય, ટ્રેડિશનલ ઢોલી અને બેન્ડ વાજા સાથે ગૌરવ યાત્રા શહેરના રાજમાર્ગો પર આકર્ષણ જમાવશે. આ ગૌરવ યાત્રામાં ખુલ્લી જીપમાં લાયન રમેશભાઈ પ્રજાપતિ અને લાયન મનોજ પરમાર સાથે લાયન્સ ક્લબના મહાનુભાવો સાથે શહેરના સાંસદ ધારાસભ્યો, મેયર અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની પૂરક માહિતી ક્લબના અગ્રણીઓ પરીમલ પટેલ, શશીકાંત પરીખ, કૃષ્ણકાંત દેશાઇ અને જયેશભાઇ દલાલે પૂરી પાડી હતી.
http://dlvr.it/T8s4VS

Comments
Post a Comment