Skip to main content

Posts

Showing posts from April, 2024

પોસ્ટલ બેલેટથી મતદાન:લાલપુરમાં 128 કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા

જામનગર મા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે તા.7મી મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન પ્રક્રિયા યોજવામાં આવી છે. મતદાનના દિવસે મતદારો સુચારૂ રીતે મતદાન કરી શકે તે માટે ફરજ પર તૈનાત રહેનાર પોલીંગ સ્ટાફ દ્વારા સ્વામી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ ખાતે ઉભા કરવામાં આવેલ પોસ્ટલ બેલેટ મતદાન કેન્દ્ર ખાતે પ્રાંત અધિકારી અસવાર સહિત કુલ 128 અધિકારી તથા કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ થકી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની પવિત્ર અને નૈતિક ફરજ અદા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જામનગર સંસદીય મત વિસ્તારમાં ચૂંટણી સાથે સંકળાયેલા અન્ય વિસ્તારના મતદારો મતદાન કરવાથી વંચિત ન રહે તેમજ લોકશાહીના અવસરમાં સહભાગી બને તે માટે તાલીમની સાથે સાથે જ નિયત સ્થળોએ મતદાન કરી શકે તે પ્રકારેની તા.30 અને તા.1 મે સુધીની સુદ્રઢ વ્યવસ્થા પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી હતી. http://dlvr.it/T6FjMT

સિનીયર સીટીઝનોને હાશકારો:પાટણ જૂના ગંજમાં વીજ બીલ લેવાની કામગીરી પુનઃ શરૂ કરી દેવાતાં સિનીયર સીટીઝનોને હાશકારો

પાટણ શહેરના પશ્ચિમ વિસ્તારના લોકો પહેલા પોતાના વીજ વપરાશનું બિલ સીટી વનમાં પાવર હાઉસ ખાતે સરળતાથી ભરી શકતા હતા પરંતુ સીટી વન ની ઓફિસ પાવર હાઉસ ખાતે સદંતર બંધ કરીને હાઇવે વિસ્તારમાં લઈ જતા સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો અને સહી ઝુંબેશ હાથ ધરી પાવર હાઉસ ખાતે કાર્યરત સીટી વન ખાતે વીજ બિલના નાણા સ્વીકારવાનું કાઉન્ટર શરૂ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક લોકોની આ માંગને પણ યુજીવીસીએલ કંપની દ્વારા ફુગાવી દેવામાં આવતા પશ્ચિમ વિસ્તારના લોકો માટે જનાગંજ વિસ્તારમાં આવેલા અમરતકાકા કોમ્પ્લેક્ષના ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીઓ પાટણ વીજ બિલના નાણા ભરવા માટે આશીર્વાદરૂપ સમાન બની રહી હતી પરંતુ આ વીજ કંપનીની મંડળીનું ત્રણ વર્ષ પૂર્ણ થતા તેઓનું લાઇસન્સ રીન્યુ કરવામાં ન આવતા છેલ્લા એક મહિનાથી સિનિયર સિટીઝનો સહિત પશ્ચિમ વિસ્તારના લોકો વીજ બિલના નાણા ભરવા માટે ત્રાહિમામ પોકારી ઊઠયા હતા અને તેઓને ના છૂટકે આવી અસહ્ય પડી રહેલી ગરમીમાં હાઇવે વિસ્તાર તરફ જવાની ફરજ પડી હતી. ત્યારે દિવ્ય ભાસ્કર ડીઝીટલ માં સમાચાર પ્રસારિત કરતા યુ જી વી સી એલ કં...

છેતરપિંડી:ભીમાસરમાં કંપનીના ઓપરેટરના ખાતામાંથી 3.11 લાખ સેરવી લેવાયા

અંજાર તાલુકાના ભીમાસર ગામ નાજીકાવેલી રત્નમણી કંપનીના ઓપરેટરને અજાણ્યા શખ્સે ફોન કરી પોતાના 15 હાજર ભૂલથી તેમના ખાતામાં આવી ગયા હોવાનું કહી ચાલુ ફોનમાં ગુગલ પે પર રીક્વેસ્ટ એક્સેપ્ટ કરતા રોકડ 40 હજાર ઉપાડી લીધા બાદ ઓટીપી મારફતે રૂપિયા 2.71 લાખની લોન લઇ 3.11 લાખનો ચૂનો લગાવ્યો હોવાનું બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ સાબરકાંઠાના અને હાલ સહારા ગ્રામ ભીમાસરમાં રહેતા ફરિયાદી સુરેશભાઈ રાવતાભાઈ પટેલે અંજાર પોલીસ મથકે અજાણ્યા મોબાઈલ નંબરના ધારક સામે ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ ગત 2 માર્ચના પોતે ઘરે હતા એ દરમિયાન બપોરના સમયે અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો.જેમાં સામાવાળાએ પોતાના 15 હજાર ભૂલથી ફરિયાદીના ખાતામાં આવી ગયા હોવાનું કહી પરત આપવા કહ્યું હતું.જેથી ફરિયાદીએ મોબાઈલમાં જોતા મેસેજ આવેલ હતો પરંતુ રૂપિયા જમા થયેલા ન હતા.જેથી આરોપીએ ગુગલ પે ખોલી તેમાં જોવાનું ખાતે ફરિયાદીએ તેમાં આવેલી રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી જે બાદ ફરિયાદીના એક્સીસ બેંકના ખાતામાંથી રૂપિયા 40 હજાર ઉપડી ગયા હતા.ત્યારબાદ રૂપિયા પરત આપવાનું કહી આરોપીએ ફરિયાદી પાસેથી ઓટીપી મેળવી ફોન કાપી નાખ્યો હતો.જે...

કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ નેતાને આડે હાથ લીધા:ખડગે કહેતા રાજસ્થાન-ગુજરાતને કાશ્મીર સાથે શું લેવા દેવા, તમે 80 પાર કરી ગયા પણ દેશવાસીઓને ઓળખી ન શક્યા: અમિત શાહ

લોકસભા ચૂંટણીના પ્રચારને લઈને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્ષત્રિયોના વર્ચસ્વ ધરાવતાં એવા નરોડા વિસ્તારમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે અમિત શાહે નરોડા ગામમાં જાહેર સભા સંબોધી હતી. જો કે, વિરોધ થવાની શક્યતા વચ્ચે પોલીસના ચુસ્ત બંદોબસ્તમાં અમિત શાહની જાહેર સભામાં યોજાઈ હતી. જાહેર સભા સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, સૌથી પહેલાં આપની માફી માગું છું. આવવામાં એક કલાક મોડું થયું. ગુજરાતમાં 7મી તારીખે મતદાન થવાનું છે. ચૂંટણીના બે તબક્કા પૂરા થયા છે. આજે નરોડાની જનતા સામે બે તબક્કાના પરિણામ કહું છું કે, આપણા નરેન્દ્રભાઇ 100 પૂરી કરી છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો છે. મને વિશ્વાસ છે કે 25 બેઠક પર કમળ ખીલવાનું છે. દેશ વિરોધીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા સમગ્ર દેશમાં મોદી મોદીના નારા છે. આ લોકપ્રિયતાનું મોડલ ગુજરાતે આપ્યું છે. ગુજરાતમાં મોદીએ વિકાસની શરૂઆત કરી. શહેર કે ગામડું, જંગલ હોય કે દરિયા કિનારો, પહાડ હોય કે મેદાન દરેક જગ્યાએ વિકાસ પહોંચાડવાનું કામ કર્યું. અમદાવાદીઓ ખાસ યાદ રાખવાનું કે કોંગ્રેસની સરકારમાં એક વર્ષની અંદર 6-6 મહિના કરફ્યૂ રહેતો હતો. આજે 23 વર્ષના યુવાનને ક...

મતદાર જાગૃતિ અભિયાન:આણંદમાં 1 હજાર દિવડા પ્રગટાવી અપાયો "આણંદ કરશે મતદાન" નો સંદેશ

લોકસભાની સામાન્ય ચૂંટણી - 2024 અંતર્ગત આણંદ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત આજે આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 1000 દીપને પ્રગટાવીને ''આણંદ કરશે મતદાન" નો સંદેશ આપવામાં આવ્યો હતો. જેનો શુભારંભ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ દીપ પ્રગટાવી કર્યો હતો. સ્વીપ ના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીની રાહબરી હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આશા વર્કર, આઈ.સી.ડી.એસ.ની બહેનો અને વોલેન્ટિયર્સ જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, મતદારોમાં મતદાન કરવા બાબતે જાગૃતિ આવે તે માટે સ્વીપ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમ સમગ્ર જિલ્લામાં યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે આજે શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આશા વર્કર, આઈ.સી.ડી.એસ.ની બહેનો અને વોલેન્ટિયર્સ દ્વારા 1000 જેટલા દીવાઓ પ્રગટાવીને મતદાર જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો છે. http://dlvr.it/T6Dddw

સંત સમાજના ઇતિહાસમાં પહેલીવાર:અમદાવાદમાં SC-ST સમાજના 4 સંતને મહામંડલેશ્વરની પદવી અપાશે, 8 હજારથી વધુ સનાતન સમર્થકો હાજરી આપશે

સંત સમાજના ઇતિહાસમાં સૌપ્રથમ વાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના સંતોને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવશે. આજે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર એક સમારંભમાં ગુજરાતના ચાર સંતોને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવશે. અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા આ સમારંભ યોજવામાં આવ્યો છે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્રપુરીજી મહારાજ અને અખિલ ભારતીય અખાડા પરિષદ અને જુના અખાડા આંતરરાષ્ટ્રીય વાલીના જનરલ સેક્રેટરી મહંત હરિગીરીજી મહારાજ દ્વારા પટ્ટાભિષેક કરવામાં આવશે. નામાંકિત મહાનુભાવો હાજરી આપશે ભારતીય સમાજમાં સમાનતા અને સામાજિક ન્યાય તરફની સીમાચિહ્નરૂપ પહેલ તરીકે, “સમતા મૂળક સમાજ કી સ્થાપના પ્રોજેક્ટ” વર્ષો જૂની પરંપરાઓમાં બદલાવ લાવવા માટેનું અતિમહત્વપૂર્ણ પગલુ ભરવામાં આવી રહ્યુ છે જેમાં રાષ્ટ્રીય બૌદ્ધિક સલાહકાર રાજેશ શુક્લાની આગેવાની હેઠળ રવિન્દ્ર પુરીજી મહારાજ, શ્રી હરિગિરીજી મહારાજ, અને સ્વામી નારાયણ ટ્રસ્ટના સ્વામી પુરુષોત્તમ શાસ્ત્રીજી, ગુજરાત, એ કે મિશ્રા, ચાણક્ય આઈએએસ એકેડમીના અધ્યક્ષ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના પત્ની સોનલ શાહ, પુત્ર જય શાહ, પૂર્વ DGP કમલ કુમાર...

મુંબઈની તરૂણીનો અમદાવાદમાં જીવ બચાવાયો:3 વર્ષથી ખાંસીથી પીડાતી, 6 મહિનાથી લોહી પડતું; ફેફસામાં ફસાયેલી કાનની બુટ્ટીને દૂરબીન ઉતારી કઢાઈ, કલર પણ બદલાઈ ગયો!

મુંબઈમાં પરિવાર સાથે રહેતી એક તરૂણી 3 વર્ષથી ખાંસીથી પીડાતી હતી. તેમાં પણ છેલ્લા 6 મહિનાથી તે ખાંસી લેતી તો સાથે લોહી નીકળતું. ડરેલા માતા-પિતાએ અનેક હોસ્પિટલમાં બતાવ્યું, પરંતુ કોઈ બીમારી પકડાતી ન હતી. આખરે પરિવાર અમદાવાદની એક હોસ્પિટલમાં આવ્યા. અહીં ડોક્ટરે તપાસ કરતાં બાળકીના ફેફસામાં કાનની બુટ્ટી ફસાઈ હોવાનું સામે આવ્યું. આખરે ડોક્ટરે ઓપરેશન કરીને બુટ્ટીને બહાર કાઢી હતી અને બાળકીને દર્દમાંથી મુક્તિ આપી હતી. બાળકી 3 વર્ષ પહેલાં બુટ્ટી ગળી ગઈ હતી પરંતુ મા-બાપના ડરના કારણે જાણ કરી ન હતી. બાળકીના જીવને લાંબે ગાળે જોખમ હતું ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો.હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અમે બાળકીની સારવાર શરૂ કરી ત્યારે શરૂઆતથી જ કોઈ બહારની વસ્તુ બાળકીના શરીરમાં અટકી હોવાની શંકા હતી. દૂરબીન નાખીને તપાસતા અંદરથી બુટ્ટી મળી આવી હતી. બુટ્ટી કાઢવામાં સમય લાગ્યો હતો, કારણ કે ત્રણ વર્ષથી બુટ્ટી ફસાઈ હતી, જેથી બીજા પ્રયત્ને અમને સફળતા મળી હતી. ત્રણ વર્ષથી બુટ્ટી અંદર ફસાઈ હોવાથી તેનો કલર પણ બદલાઈ ગયો હતો અને તે કાળા કલરની થઈ ચૂકી હતી.જો બાળકીના શરીરમાંથી બુટ્ટી કાઢવામાં ના આવી હોત તો લાંબા ગાળે બ...

માર્ગદર્શન:તડકામાં બીમારીથી બચવા ખાવા-પીવામાં ધ્યાન અને જીવનશૈલીમાં ફેરફાર જરૂરી

હાલ ઉનાળો એટલે કે ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે. આયુર્વેદના વિવિધ ગ્રંથોમાં દરેક ઋતુમાં કેવી રીતે રહેવું, શું ખાવું-ન ખાવું અને શું કરવું-શું ન કરવું એ માટે દરેક ઋતુની અલગ ઋતુચર્યાનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. ઉનાળામાં સ્વસ્થ રહેવા,બીમારીથી તેમજ હિટવેવથી બચવા આ નિર્દેશોનું પાલન ઉપયોગી બને તેમ છે.ઋતુચર્યાને બે વિભાગમાં વહેંચી શકાય જેમાં ખાવા-પીવામાં ધ્યાન રાખવું જોઈએ અને જીવનશૈલીમાં ફેરફાર કરવો જોઈએ. જિલ્લા આર્યુવેદ વિભાગના જણાવ્યા પ્રમાણે,કુદરતી ઠંડુ થયેલ પાણી-પીણાં પીવાં. ફ્રિજનું ઠંડુ પાણી કે બરફ નાખેલું પાણી-પીણાં ન પીવાં,માટલાના ઠંડા પાણીમાં થોડી સાકર કે મધ ઉમેરી પીવું,ભુખ કરતાં ઓછો, પચવામાં હળવો ખોરાક લેવો,પ્રવાહીનું પ્રમાણ થોડું વધારે રાખવું,સકરટેટી,દ્રાક્ષ, ફાલસા,કેરી, સંતરા, દાડમ વગેરે ઋતુ પ્રમાણેના ફળો લેવા,પચવામાં સરળ અને હળવા હોય તેવા દૂધી, સરગવો, ગલકાં, તુરિયા, ટીંડોળા, કારેલા જેવા શાક લેવા. બજારુ પેકિંગ કરેલા ફ્રૂટના જ્યુસ કે રેડી મેઇડ કોલ્ડ ડ્રિંક્સ ન લેવા હિતાવહ છે. જીવનશૈલીમાં ખાસ કરીને તડકો, સીધા ગરમ પવનથી દૂર રહેવું.બપોરે કુદરતી ઠંડા વાતાવરણમાં રહેવું, રાત્રે અગાશી કે ધાબા...

અમદાવાદીઓ બપોરે બહાર નીકળતા પહેલા ચેતજો!:એક અઠવાડિયામાં ગરમીના કારણે 85 લોકો બીમાર પડ્યા, સૌથી વધુ પેટમાં દુખાવાના કેસો સામે આવ્યા

રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી ગરમી વધી છે. ખાસ કરીને છેલ્લા 1 અઠવાડિયામાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. 38થી 41 ડિગ્રી સુધીનું તાપમાન અમદાવાદમાં નોંધાઈ રહ્યું છે. 21 એપ્રિલથી 27 એપ્રિલ સુધીમાં અમદાવાદમાં ગરમીના કારણે પેટમાં દુખાવો, ઝાડા-ઉલટી, માથું દુખવું, ચક્કર આવવા, ભારે તાવ આવવો જેવા કેસો નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરોમાં ગરમીના કારણે એક અઠવાડિયામાં 85 લોકોએ સારવાર લીધી છે. સૌથી વધુ પેટમાં દુખાવાના કેસો સામે આવ્યા શહેરમાં સૌથી વધારે નરોડા અને સાબરમતી અર્બન હેલ્થ સેન્ટરમાં લોકોએ ગરમીને લઈ સારવાર લીધી છે. ગરમીના કારણે સૌથી વધુ પેટમાં દુખાવાના કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આગામી એક બે દિવસમાં ગરમી વધવાની પણ શક્યતા છે. SVP, VS અને શારદાબેન હોસ્પિટલમાં ગરમીને લઈ હજી સુધી કોઈ પણ વ્યક્તિ સારવાર લેવા આવ્યું નથી. માત્ર અર્બન હેલ્થ સેન્ટરોમાં સારવાર લેવા માટે દર્દીઓ આવ્યાં હતાં. ગરમીને લઈ કોર્પોરેશન દ્વારા કામગીરી અમદાવાદ શહેરમાં આવનારા દિવસોમાં વધી રહેલાં તાપમાનના અનુસંધાને અ.મ્યુ.કો. દ્વારા શહેરીજનોને અતિશય ગરમીથી બચવા નીચે મુજબની કાળજી રાખવા માટે અપીલ કરવ...

10 દિવસીય સમર કેમ્પ:બ્રહ્માકુમારીઝ દ્વારા મૂલ્ય વર્ધક 'બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિર' યોજાઈ

ભવિષ્યના મૂલ્યનિષ્ઠ ભારતના ઘડવૈયા એવા બાળકો માટે બ્રહ્માકુમારીઝ દ્વારા મૂલ્ય વર્ધક ‘બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિર’ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ સમર કેમ્પ આધ્યાત્મિક મૂલ્ય પર આધારિત હોવાથી એનું ઘણું જ મહત્વ વધી જાય છે. જે બાળકોમાંની હિંસક તેમજ અન્ય નકારાત્મક વૃત્તિઓને સમાપ્ત કરવાનું કાર્ય કરશે. મહેસાણામાં બાળકોના મૂલ્ય ઘડતર માટે જેલ રોડ પર સ્થિત બ્રહ્માકુમારીઝના પીસ પેલેસ ખાતે 10 દિવસીય ‘બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિર’ ના ઉદ્ઘાટન અવસર પર ઉક્ત ઉદગાર વ્યક્ત કરતા મહેસાણા જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ જેઠાભાઈ આઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “શાળાઓ તો બાળકોને માત્ર શિક્ષણ આપવાનું કાર્ય કરે છે, જ્યારે બાળકોમાં ધર્મ, આધ્યાત્મ, ત્યાગ, મુલ્યો શીખવવાનું કામ આવી સંસ્થાઓ કરી રહી છે. જે ખૂબ જ સરાહનીય છે.” એસ. આર. પટેલ એન્જીનીયરીંગ કોલેજ, ઊંઝાના પ્રિન્સીપાલ અમીબેન શાહે બાળકોને આધ્યાત્મિક સશક્ત બનાવતાં વ્હાલ સોયી ભાષામાં સમજાવ્યું હતું કે, “જેમ તમારા પિતા તમને પ્રેમ કરે છે અને એમને આપણે ગુડ મોર્નિંગ કરીએ છીએ તો પરમાત્મા પિતા પણ આપણને સૌને વ્હાલ કરે છે તો આપણે પણ રોજ એ પરમશકિતને સવારે ઉઠતાં જ ગુડ...

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ:પૂનમ માડમની સભામાં અને રેલીમાં ક્ષત્રિયો ધસી આવ્યા, કાળા વાવટા ફરકાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા, 100થી વધુ યુવાનોની અટકાયત

ક્ષત્રિય સમાજ વિશેના પુરૂષોતમ રૂપાલાનાં નિવેદનનાં કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ ફાટી નિકળ્યો છે. ભાજપની નેતાગીરીનાં અનેક પ્રયત્નો છતાં આ વિવાદ સમવાનું નામ લેતો નથી. ઉલ્ટાનો વિવાદ વકરતો જાય છે. ખાસ કરીને જામનગરમાં સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, જામજોધપૂર કાલાવડ નવાગામ ઘેડ બાદ ગતરોજ ધ્રોલમાં પૂનમબેનના રોડ શો અને સભામાં ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો. ધ્રોલમાં તો સભા સ્થળે ક્ષત્રિય યુવાનો ઘૂસી ગયા હતા અને 'રૂપાલા' હાય હાયના નારા લગાવ્યાં હતા. તેમજ પૂનમબેનની રેલીમાં પણ ક્ષત્રિય યુવાનો ધસી આવ્યાં હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી પોલીસે 100થી વધુ યુવાનોની અટકાયત કરી હતી. ગતરોજ સમગ્ર ધ્રોલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ક્ષત્રિયો ધસી આવ્યાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો રોડ શો અને સભા યોજાઈ હતી. આ રોડ શો દરમિયાન ધ્રોલના નગરના નાકા પાસે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમ છતાં ક્ષત્રિય સમાજના યુવકો સભા સ્થળે અને રેલીમાં ઘૂસી ...

સાહેબ મિટિંગમાં છે:હવે તો ચૂંટણી પછી જ કુંભાણી કમલમમાં કંકુના કરી શકશે, કથીરિયાએ કેસરિયા કર્યા તો તેના કાકા જ રિસાયા

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી... કથીરિયા ભાજપમાં આવ્યા તો તેના કુમાર કાકા જ અટક્યા આમ આદમી પાર્ટી છોડીને ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઈ ગયા છે. માનગઢ ચોક ખાતે રાખેલા કાર્યક્રમમાં સી.આર. પાટીલ પોતે હાજર રહ્યા પરંતુ સૌ કોઈની નજર સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણીને શોધી રહી હતી. અંતિમ ઘડીએ તેઓ પાટીલ સાથે તેઓ સ્ટેજ ઉપર આવશે તે બધાને આશા હતી. પરંતુ કાકા તો જબરા નીકળ્યા, પ્રદેશ પ્રમુખ અને અન્ય નેતાઓ તથા ધારાસભ્યો હાજર રહ્યા હતા. પરંતુ પોતે સ્ટેજ ઉપર હાજરી નોંધાવી નહીં. ગત વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ કથીરિયા અને કુમાર કાકા વચ્ચે સીધો જંગ થયો હતો અને આ દરમિયાન બન્ને વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી. કુમાર ભાઈ તો પોતાના મનનું કરવા માટે જાણીતા છે. ધારાસભ્ય કુમાર કાનાણી જા રોજ રાતે બેસવા માટે આવે છે અને ત્યાં જ અલ્પેશ અને ધાર્મિકનો ભાજપમાં પ્રવેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ તમામ લોકો હાજર રહ્યા પણ તેઓ જે સ્થળે રોજ હાજર હોય છે...

રોષ:વાઘોડિયા રોડના રહીશોનો ચૂંટણી બહિષ્કાર કહ્યું,કામ જ થતાં નથી તો વોટ કેમ આપીએ?

વાઘોડિયા રોડની 10 સોસાયટીના રહીશોએ પાણીના પ્રેશર અને 9 મીટરનો રોડ ખુલ્લો કરવાની માગ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. મહિલાઓએ કહ્યું કે, કામ જ નથી થતાં તો વોટ કેમ આપીએ? જોકે સ્થળ પર દોડી આવેલી પોલીસે બેનર ઉતારી લેતાં નારાજગી ફેલાઈ હતી. પૂર્વ વાઘોડિયા રોડ સોસાયટી ઉત્થાન સમિતિએ પાલિકાએ કામો ન કરતાં ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી બેનર લગાવ્યાં હતાં. વાઘોડિયા રોડની 10 સોસાયટીના રહીશોએ પાણીના દબાણ અને 9 મીટરનાે રોડ ન બનાવાતાં રોષ વ્યક્ત કર્યો હતો.રહીશ ભારતીબેન મોદીએ કહ્યું કે, ક્રિષ્ણા કોમ્પ્લેક્સથી સાંનિધ્ય ટાઉનશિપ સુધીનો રોડ સાંકડો હોવાથી અકસ્માતો થાય છે. 9 મીટરનો રોડ મંજૂર થયો હોવા છતાં પાલિકા દ્વારા 4 મીટરનો રોડ બનાવાઇ રહ્યો છે. 10 સોસાયટીઓનો વિરોધ } સાંનિધ્ય ટાઉનશિપ } કામલાપાર્ક સોસાયટી } શ્રી બંસરી રેસિડેન્સી } શ્યામલ રેસિડેન્સી } રાજીવનગર } પર્ણછાયા-2 } આશ્રય રેસિડેન્સી } અંતા એરાઈઝ } દ્વારકેશ કુંજ } પર્ણશીલ http://dlvr.it/T6836D

ક્ષત્રિય સમાજે રૂપાલા હાય હાયના નારા લગાવ્યા:કોઠારીયા રોડ પર ભાજપ કાર્યાલયના ઉદ્દઘાટનમાં નારેબાજી કરતાં ક્ષત્રિય સમાજના 8 યુવાનોની અટકાયત બાદ છૂટકારો

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે રાજ્યભરમાં દિન પ્રતિદિન રોષ વધી રહ્યો છે. શહેરના કોઠારીયા રોડ ઉપર ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા. આ તકે યુવાનો દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલનના બેનર સાથે વિરોધ નોંધાયો હતો. જો કે, આ સમયે ત્યાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને 8 જેટલા યુવાનોની અટકાયત કરી હતી. જો કે, બાદમાં તેઓને છોડી મૂકવામાં આવ્યા હતા. રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા રાજકોટમાં આજે સાંજે વોર્ડ નંબર 16માં કોઠારીયા રોડ ઉપર ભાજપના કાર્યાલયનું ઉદ્દઘાટન હતું. આ તકે પુરુષોત્તમ રૂપાલા પણ ત્યાં ઉપસ્થિત રહેવાના હોવાથી ક્ષત્રિય અસ્મિતા આંદોલનના બેનર સાથે મોટી સંખ્યામાં યુવાનો ત્યાં પહોંચી ગયા હતા. અને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા. નારેબાજી કરતા ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલા સામેનો અમારો વિરોધ આજનો નથી. જ્યારથી રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે ત્યારથી સમાજ રોષમાં છે. અમે કોઈપણ પ્રશાસન કે રાજકારણીના વિરુદ્ધમાં જતા નથી અને સતત વિરોધ દર્શા...

મોરબી ક્રાઈમ ન્યૂઝ:બીમારીથી કંટાળી વેપારીએ મચ્છુ 2 ડેમમાં ઝંપલાવી આયખું ટુંકાવ્યું, ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં એસીડ પી લેતા પૌઢનું મોત નીપજ્યું

મોરબીના મચ્છુ 2 ડેમમાં ઝંપલાવી સોની વેપારીએ આપઘાત કરી લીધો હતો. જે બનાવ મામલે મોરબી તાલુકા નોંધ કરી છે. મોરબી શહેરના સામાકાંઠે આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પૌઢ પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. મોરબીના શનાળા રોડ પર પુનીતનગરમાં રહેતા મનોજભાઈ ઉર્ફે લાલો રાણપરા નામના સોની વેપારીએ જોધપર નજીક આવેલ મચ્છુ 2 ડેમના સ્લીપ-વે બ્રીજ પર પોતાના ચપ્પલ-મોબાઈલ અને પાકીટમાં સુસાઈડ નોટ મૂકી મચ્છુ 2 ડેમના પાણીમાં કુદી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક મનોજભાઈ રાણપરા નામના વેપારી અઢારેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય જેની દવા ચાલુ હોય અને આઠેક વર્ષ પહેલા સોનીકામ કરતી વખતે સોનું ગાળવાની ગેસ ગનમાં ગેસ ચાલુ રહી જતા ગેસ ગન સળગાવતા ભડકો થતા ગળામાં આગની વરાળ જતા ગળાના ભાગે તકલીફ થઇ ગઈ હતી. જેથી વ્યવસ્થિત સમજી સકાય તેમ બોલી નહિ શકવાની તકલીફથી પીડાતા હતા. જેથી બીમારીથી કંટાળી જઈને મચ્છુ 2 ડેમમાં ઝંપલાવી પાણીમાં ડૂબી જતા મોત થયું હત...

રાણપુર ખાતે ભાજપ દ્વારા કોળી સમાજનું સંમેલન:સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુ સિહોરાના સમર્થનમાં સંમેલન યોજાયું, ચુવાળીયા કે તળપદા કોળીનો કોઈ વિવાદ નથી, સમસ્ત કોળી એક છે: બાવળિયા

સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ સિહોરાના સમર્થનમાં કોળી સમાજ સંવાદ બેનર હેઠળ કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. રાજ્યનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સહિત કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર બેઠક પર ચુવાળીયા કોળી અને તળપદા કોળીના ચાલતા વિવાદનો હવે અંત આવ્યો છે અને સમસ્ત કોળી સમાજ એક છે અને સમસ્ત કોળી સમાજ ભાજપને મતદાન કરવાના હોવાનું કુંવરજી બાવળીયાએ નિવેદન આપ્યું હતું. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકિય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રેલી, સંમેલનો, લોક સંપર્ક કરી મતદારોને રીઝવવાના પ્રયાસ કરાય રહ્યાં છે. ત્યારે ભાજપ દ્વારા બોટાદના રાણપુર ખાતે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ સિહોરાના સમર્થનમાં કોળી સમાજ સંવાદ બેનર હેઠળ કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલન રાજ્યનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. તો ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય લાલજી મેર, પૂર્વ સાંસદ સોમા પટેલ, કરશન વેગડ સહિતના કોળી સમાજના આગેવાનો સમ્મેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ...

તંત્ર નિદ્રાંધિન:નર્મદા પાઇપલાઇનમાં ફલો મીટર હજુપણ મૂકાયું નથી

પાણી પુરવઠા બોર્ડ અને પાલિકા તંત્ર દ્વારા પાણીની પાઇપ લાઇનમાં હજુસુધી ફલો મીટર મૂકવામાં આવ્યું નથી, જેને કારણે કેટલા એમએલડી પાણી મળ્યું તે જાણી શકાતું નથી. પોરબંદર છાયા પાલિકા વિસ્તારમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાનું પાણી દરરોજ આપવામાં આવે છે. ફોદાળા, ખંભાળા ડેમ અને નર્મદાનું પાણી પાઇપ લાઈન મારફત પાલિકાને આપવામાં આવે છે. પાલિકા તંત્ર કહે છેકે,પાણી પુરવઠા વિભાગ દ્વારા જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવતું નથી. જ્યારે પાણી પુરવઠા બોર્ડના અધિકારી કહે છે કે, દરરોજનું ચોક્કસ આંકડા મુજબનું જરૂરિયાત જેટલું એમએલડી પાણી આપવામાં આવે છે. મહત્વની વાત એ છે કે, મુખ્ય પાઇપલાઇનમાં આંકડા દર્શાવતું મીટર મૂકવામાં આવ્યું ન હોવાથી બન્ને વિભાગ એક બીજા પર દોષારોપણ કરે છે. ગત માસે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાઇપલાઇન ખાતે ફલો મીટર મૂકવામાં આવ્યું હતું. પરંતુ એરર આવતા આખરે આ મીટર રીપ્લેશ કરવામાં આવ્યું હતું જેને 1 માસનો સમય વીત્યો છતાં મીટર મૂકવામાં આવ્યું નથી તો બીજીતરફ પાલિકા તંત્રએ પણ ફલો મીટર લેવાની તૈયારી બતાવી બજેટમાં પણ ઉલ્લેખ કર્યો હતો, હજુસુધી મીટર આવ્યું નથી. જો મીટર મૂકવામાં આવે તોજ પાણીના જથ્થા અંગેના સ...

તસ્કરી:સલ્લા ગામે ધોળા દિવસે મકાનમાંથી રૂ.31 હજારના મુદ્દામાલની તસ્કરી

સલ્લા ગામે પતિ મજુરીએ ગયો અને પત્ની ખેતરમાં ગઇ હતી. ત્યારે સવારે કોઈ શખ્સે મકાનના દરવાજાનું તાળુ તોડી તિજોરીમાંથી સોના- ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 31,000ના મુદ્દામાલની ચોરી કરી હતી. સલ્લા ગામે રહેતા ભરતકુમાર શંકરજી ઠાકોર શુક્રવારે સવારે મજુરીએ ગયા હતા. તેમના પત્ની પિન્કીબેન ખેતરમાં ઘાસચારો લેવા ગયા હતા. ત્યારે શખ્સે દરવાજાનુ તાળુ તોડી તિજોરીમાંથી રૂપિયા 15,000નું સોનાનું જુમ્મર, રૂપિયા 5000ની ચાંદીની ઝાંઝર, રૂપિયા 1000ની સોનાની નથણી, રૂપિયા 10,000નો જુડો મળી કુલ રૂપિયા 31,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ અંગે ભરતકુમાર ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી. પતિ મજૂરીએ,પત્ની ખેતરમાં ગઈને શખ્સે તાળુ તોડી ચોરી કરી http://dlvr.it/T66Crk

બે ગુજરાતી ભેજાબાજ ભાઈનું ચીટિંગ:જીઓ માર્ટથી 5 મહિનામાં 104 કરોડના ઓર્ડર કરી કેન્સલ કર્યા, રિવોર્ડ પોઈન્ટ મેળવી રૂ.2 કરોડના ગોલ્ડ કોઈન ખરીદ્યા, સાયબર ક્રાઇમે ઝડપ્યા

બે પિતરાઈ ભાઈઓએ જીઓ માર્ટ એપ્લિકેશનમાં ઓનલાઈન ઓર્ડર કેન્સલ કરીને રૂ.2 કરોડના ગોલ્ડ કોઈન ખરીદ્યા. માસ્ટર માઈન્ડ આરોપીઓએ ચતુરાઈપૂર્વક પ્લાન ઘડીને ઠગાઈનો પ્લાન રચ્યો હતો અને પૈસા પડાવ્યા હતા. જોકે, આખુ રેકેટ સામે આવ્યા બાદ પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને મોબાઈલ સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઓર્ડર કેન્સલ કરીને રિવોર્ડ પોઈન્ટથી ગોલ્ડ કોઈન ખરીદતા જીઓમાર્ટ પરથી ઓનલાઈન ઓર્ડર કરીને ખોટું સરનામું આપતા અને ત્યારબાદ ડિલિવરી થાય તેની પહેલા જ ઓર્ડર કેન્સલ કરી દેતા હતા. ઓર્ડરનું જે પણ પેમેન્ટ હોય તેમાં કેશ ઓન ડિલિવરી અથવા તો એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરવામાં આવતું હતું. બાદમાં ડિલિવરી પહેલા ઓર્ડર કેન્સલ કરાવવાથી ઓર્ડર માટે ચૂકવેલા રૂપિયા પણ પાછા મળી જતા ઉપરાંત બેન્ક તરફથી રિવોર્ડ પોઇન્ટ મળતા હતા, જે પોઈન્ટના રૂપિયાથી બીજી શોપિંગ વેબસાઈટથી ગોલ્ડ કોઈનની ખરીદી કરતા હતા. આખુ રેકેટ સામે આવ્યા બાદ પોલીસે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે અને મોબાઈલ સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. 8 મહિનામાં 104 કરોડથી વધુનો ઓર્ડર કેન્સલ કર્યો જીઓ શોપિંગ એપ્લિકેશન પ...

સમુદ્રમાં સાગર સુરક્ષા કવચ મોકડ્રીલ યોજાઇ:ગીર સોમનાથના દરિયામાં સાત બોટો સાથે પકડાયા; આતંકવાદી પોલીસ-કોસ્ટ ગાર્ડ તથા અન્ય સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો

ગીર સોમનાથના દરિયાઈ સરહદની સુરક્ષાની ચકાસણી કરવા સાગર સુરક્ષા કવચ મોકડ્રીલ યોજાઈ હતી. તેમાં દરિયામાંથી 7 બોટો સાથે એતંકવાદીઓ ઝડપી લેવાયા હતા. બાદમાં આ મોકડ્રીલ હોવાનું જાહેર કરાયું હતું. આ ડ્રીલમાં પોલીસ ઉપરાંત કોસ્ટ ગાર્ડ તથા અન્ય સુરક્ષા એજન્સીઓ જોડાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાનો 100 કિ.મી.થી પણ વધારે સરહદી સાગર કિનારો હોઈ દરિયાઈ સરહદની સુરક્ષાની ચકાસણી માટે સાગરસુરક્ષા કવચ મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક, એલસીબી પોલીસ અધિકારી એ.બી. જાડેજા તથા સ્ટાફ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ. જે.એન. ગઢવી દરિયાઈ સરહદના તમામ પોલીસ થાણા અધિકારીઓ, સ્ટાફ, બંદર વિભાગ, ફીશરીઝ, કોસ્ટ ગાર્ડ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો હતો. સતત 48 કલાક સુધી આ સાગર સુરક્ષા કવચ ડ્રીલ યોજાઈ હતી. મળેલી બાતમીના પગલે દરિયામાંથી આતંકવાદી હુમલો કરવા આવી રહેલ 7 બોટો અને આતંકવાદી પકડી પાડવામાં આવેલ. બાદમાં આ મોકડ્રીલ હોવાનું જાહેર કરાયું હતું. દુરબીન, વાયરલેસ સેટ્સ, બેટરી, હથિયારો સાથેના જવાના ખડેપગે રહ્યાં હતાં. દરિયાઈ માર્ગે કોઈપણ આતંકવાદી કે ડ્રગ્સ હેરફેર કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિનો જડબેસ...

પ્રિયંકા ગાંધી પ્રચાર માટે પ્રથમવાર ગુજરાતમાં:સુરતમાં હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા બાય રોડ ધરમપુર આવશે, અનંત પટેલને જીતાડવા જંગી જાહેર સભા સંબોધશે

લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા દેશમાં લોકોસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઈન્ડિયા ગઠબંધન અને NDA વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. વલસાડ લોકસભા બેઠક ઉપર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. ત્યારે આજે અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ધરમપુરમાં આવી રહ્યા છે. જ્યા આજે સભાને સંબોધન કરશે. ​​​​​​ જોકે, સુરતમાં હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા હવે બાય રોડ ધરમપુર આવશે. પ્રિયંકા ગાંધી પ્રથમવાર પ્રચાર માટે ગુજરાત આવી રહ્યાં છે કોંગ્રેસના પ્રચાર માટે પ્રિયંકા ગાંધી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ આ અગાઉ ક્યારેય લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ગુજરાતમાં આવ્યા નથી. પ્રિયંકા ગાંધી કોંગ્રેસના વલસાડ બેઠક પરના ઉમેદવાર અનંત પટેલના પ્રચાર માટે આદિવાસી વિસ્તાર ધરમપુરમાં જાહેર સભાને સંબોધન કરશે. લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા સમગ્ર દેશમાં રાજકીય રંગ જામ્યો છે. લોકસભાની સામાન્ય ચૂંટણી સાત તબક્કામાં યોજાનાર છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મે ના રોજ મતદાન થશે. જેને લઈને કોંગ્રેસ અને ભાજપના ...

મતદાન જાગૃતિ:ગરમીમાં ઠંડુ પાણી પીવડાવી મતદાન જાગૃતિ સંદેશ

લોકોની તરસ છીપાવવાની સાથે સ્થાનિક સ્વયં સેવકો, તલાટી મંત્રી સહિતના કર્મચારી અવશ્ય મતદાન કરવા માટે કરી રહ્યા છે પ્રેરિત તાપમાનનો પારો ઉપર ચડતો જાય છે, ત્યારે આ ભારે ગરમીમાં લોકોને રાહત મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા માંગરોળના શીલ નજીક અને ખરેડા ફાટક પાસે પાણીના પરબ શરૂ કરવામાં કરવામાં આવ્યા છે. આ પાણીના પરબના માધ્યમથી લોકોની તરસ તો છીપાવવામાં આવી રહી છે. આ સાથે તંત્ર દ્વારા લોકોને તા.7મી મે અચૂક મતદાન કરવા માટે પણ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. માંગરોળના તાલુકા વિકાસ અધિકારી આર.વી. ઓડેદરાએ જણાવ્યુ કે, ભારે ગરમીમાં લોકો હાઈડ્રેટ રહે તે ખૂબ જરૂરી છે. આ માટે તંત્ર દ્વારા જુદા જુદા ગામડાઓને જોડતા માર્ગના સ્થળે પાણીના પરબ શરૂ કરવામાં આવ્યા છે. આ પાણીના પરબ એક રીતે વિશિષ્ટ પરબ બન્યા છે. અહીંયા લોકોને ઠંડુ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે. સાથે જ તા. 7 મી મેના રોજ અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક મતદાતા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જરૂરી સંદેશ આપવામાં આવી રહ્યો છે. આમ, હિતવેવથી બચવા માટે પાણી પીવું જરૂરી છે, સાથે...

ભાસ્કર એક્સકલુઝિવ:પરીક્ષામાં ગેરહાજર 800 વિદ્યાર્થીને લીધે 8 હજાર વિદ્યાર્થીઓનાં પરિણામો અટકી ગયાં

એનઇપી પ્રમાણે લેવામાં આવેલી પરીક્ષાના 4 મહિને પણ પરિણામ આપી શકાયા નથી. યુનિવર્સિટીની 7 ફેકલ્ટી જયાં એનઇપીનો અમલ કરાયો છે. 7 ફેકલ્ટીમાં ઇન્ટરનલ પરીક્ષામાં ગેરહાજર રહેલા અંદાજીત 800 જેટલા વિદ્યાર્થીઓના પગલે 8 હજાર વિદ્યાર્થીઓના પરિણામો અટકી ગયા છે. ઇન્ટર્નલ પરીક્ષાને પગલે પરિણામનું કોકડું ગૂંચવાઇ ગયું હોવાની ઘટનાને પગલે યુનિવર્સિટી સત્તાધીશો પણ નિર્ણય લઇ શકતા નથી. મ.સ.યુનિ.માં દરેક ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં નવી એજ્યુકેશન પોલિસીનો અમલ કરવામાં આવ્યો છે. એનઇપી પ્રમાણે જ પ્રથમ વર્ષનું સત્ર શરૂ કરવામાં આવ્યું હતું. જેની પરીક્ષા વિવિધ ફેકલ્ટીઓ દ્વારા ડિસેમ્બર-જાન્યુઆરીમાં લેવામાં આવી હતી. જોકે પ્રથમ સેમિસ્ટરનું પરિણામ 4 મહિના વીતી ગયા પછી પણ જાહેર કરી શકાયું નથી. એનઇપીના નિયમ પ્રમાણ ઇન્ટર્નલ પરીક્ષા અને એક્સટર્નલ પરીક્ષા 50-50 માર્કની હોય છે. જો ઇન્ટર્નલ પરીક્ષામાં વિદ્યાર્થી ગેરહાજર હોય તો તેની ફરીથી ઇન્ટર્નલ પરીક્ષા લેવી પડી છે. ફેકલ્ટીઓ દ્વારા ફરીથી પરીક્ષા લેવામાં આવી હોવા છતાં પણ અમુક વિદ્યાર્થીની ગેરહાજરીને કારણે ઇન્ટર્નલના માર્ક મૂકી શકાયા નથી. 4 મહિના વીતી ગયા હોવા છતાં પણ કોમર્સ, આર્ટ...

વડોદરા ક્રાઇમ ન્યૂઝ:છાણી વિસ્તારમાં રહેતા યુવકે લગ્નની લાલચ આપીને યુવતીને પાવાગઢની હોટેલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું

વડોદરા છાણી વિસ્તારમાં લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા 17 વર્ષીય સગીર ભરૂચ કોલેજ જવા માટે નીકળ્યા બાદ સાંજે પરત ન ફરતા પરિવારે અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત વડોદરા SOG પોલીસે જે.પી. રોડ પોલીસ સ્ટેશનની હદમાંથી 45 કિલો ગૌવંશ માંસ ઝડપી પાડ્યું છે અને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ કરી છે. યુવતી પર દુષ્કર્મ આચર્યું શહેરના છાણી વિસ્તારની રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી 25 વર્ષીય યુવતીને તેના જ વિસ્તારમાં રહેતા અજય દેવા અલગોતર સાથે વર્ષ- 2017માં આંખો મળી જતા પ્રેમ પ્રાંગર્યો હતો. પહેલા યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને સંબંધ બાંધ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા. જેથી, યુવક તેને ફરવાના બહાને પાવાગઢ ખાતે લઇ ગયો હતો અને ત્યાં હોટલમાં એક રૂમ ભાડે રાખી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. ​​​​​​​ત્યારબાદ યુવકે યુવતીના ભાડાના મકાનમાં તથા સયાજીગંજ હોસ્પિટલની એક હોટલમાં લઇ જઇને બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો પરંતુ, છેલ્લા કેટલાક સમયથી યુવતી યુવકન...

નિર્દોષતા સાબિત કરવામાં વિદ્યાર્થીઓ નાપાસ:GTUએ કોપીકેસના હિયરિંગ 135 સ્ટુડન્ટને પેનલ્ટી કરી, આ વર્ષે વ્યારા પોલીટેક્નિક પરીક્ષાકેન્દ્ર નહીં રહે

GTU દ્વારા લેવામાં આવેલી વિંટર- 2023માં કેટલાક વિદ્યાર્થીઓ કોપીકેસ કરતાં ઝડપાયાં હતાં. આ તમામ વિદ્યાર્થીઓને નિર્દોષ સાબિત કરવા માટે હિયરિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાં 135 જેટલા વિદ્યાર્થીઓને વિવિધ સ્તરની પેનલ્ટી કરવામાં આવી છે. આ ઉપરાંત વ્યારાની ગવર્નમેન્ટ પોલીટેક્નિકમાં એકસાથે 34 વિદ્યાર્થીઓ માસ કોપી કેસમાં ઝડપાયા હતા. તેથી આ ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટને આગામી વર્ષ 2024ના સમર અને વિન્ટરમાં લેવાનારી જીટીયુની પરીક્ષા કેન્દ્ર તરીકે પસંદગી કરવામાં આવશે નહી. સમર અને વિન્ટરમાં પરીક્ષાકેન્દ્ર નહી બનાવાય જીટીયુ અફીલિએટેડ વ્યારાની ગવર્મેન્ટ પોલીટેક્નિકને વર્ષ 2024ની બન્ને પરીક્ષા માટે કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવશે નહીં, આ ઉપરાંત વર્ષ 2023 ના વિન્ટર માં લેવામાં આવેલી પરીક્ષામાં ફરજ પર હાજર સંબંધિત જુનિયર સુપરવાઈઝર, સિનિયર સુપરવાઈઝર, GTU કોઓર્ડિનેટર અને સેન્ટર ઈન્ચાર્જનું મહેનતાણું જપ્ત થઈ શકે છે. વ્યારાની ગવર્મેન્ટ પોલિટેક્નિકના 34 વિદ્યાર્થીઓ ઉપરાંત જીટીયુ હેઠળ અભ્યાસ કરતા અન્ય 101 એટલે કે કુલ 135 વિદ્યાર્થીઓને જુદા જુદા સ્તરની પેનલ્ટી કરવામાં આવી છે. કોઈ પેનલ્ટી ન લાગે તેવા 36 વિદ્યાર્થીઓ જી...

વાતાવરણમાં પલટો આવ્યો:નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, કેરી અને ચીકુના પાકમાં નુકસાનની ભીતિ

નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ સહિત વાતાવરણમાં બદલાવની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે આજે વહેલી સવારથી નવસારી શહેર તેમજ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જેથી લોકોને ઠંડકનો અનુભવ થયો હતો. સાથે જ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે. વાંસદા તાલુકામાં આવેલા ઉપસળ વાંસદા ટાઉન સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. નવસારી શહેરમાં પણ અમી છાંટણા જોવા મળ્યા હતા. કેરી અને ચીકુના તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની શક્યતા જોવાઇ રહી છે. જિલ્લામાં આંબા ઉપર રહેલી કેરી હજુ અપરિપકવ છે. ત્યારે વાતાવરણમાં આવેલા બદલાવને કારણે આંબા પર રહેલી કેરીને નુકસાન થવાની સંભાવના જોવામાં આવી રહી છે. પહેલો ફાળ માર્કેટમાં વેચાણ માટે આવ્યાં બાદ એકાએક વેપારીઓએ આંબા પરથી કેરી બેડવાનું માંડી વાળ્યું હતું, વાતાવરણમાં આવેલા બદલાવ સાથે જો માવઠું આવે તો ખેડૂતોને બમણી મુશ્કેલી ઊભી થઈ શકે છે. http://dlvr.it/T626tf

ગંદકીનું સામ્રાજ્ય:મોડાસાની મરિયમ પાર્ક સોસા. પાસે લોકોએ ગંદકીના ઢગ કર્યા

મોડાસા શહેરની મરિયમ પાર્ક સોસાયટીના નાકા પાસે થી પસાર થતાં ડુગરવાડા રોડ ઉપર જાહેરમાં લોકોએ રોકટોક વગર ગંદકીના ઢગ ખડકવાની શરૂ કરતાં આ વિસ્તારમાં લોકો ઘન કચરાના પોટલા બાંધીને જાહેર રસ્તા ઉપર ફેંકી જતાં હોવાની સ્થાનિકોની બૂમ ઉઠી છે. પરિણામે ગંદકી ખદબદી હોવાથી સ્થાનિકો અને ત્યાંથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. નગરપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતા લોકોને નોટિસ ફટકારીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માગણી ઉઠી છે. મોડાસા શહેરમાંથી પસાર થતાં ડુગરવારા રોડ ઉપર રેલવે ક્રોસિંગ પાસે અગાઉ પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોકો દ્વારા કરાયેલી ગંદકી મશીનરી દ્વારા દૂર કરાઇ હતી. ત્યારબાદ મરિયમ પાર્ક સોસાયટીના નાકા પાસેથી પસાર થતાં જાહેર રોડ ઉપર છેલ્લા કેટલાય સમયથી લોકો રોકટોક વગર ઘન કચરો ફેંકી જતાં હોવાની બૂમ ઉઠી છે. આ જાહેર જગ્યા ઉપર લોકો રાત્રે અને વહેલી સવારે ઘન કચરાના પોટલા ફેંકી જતાં હોવાથી ગંદકીના ઢગ ખડકાવાના શરૂ થયા છે. મોડાસિયા કડવા પાટીદાર સમાજના અને ડુગરવાડાના અગ્રણી ભીખાભાઈ પટેલે જણાવ્યું કે સાંજ સમયે વાતાવરણમાં એટલી હદે દુર્ગંધ ફેલાય છે...

કેરીના ભાવમાં વધારો:ગત વર્ષ કરતાં કેસર કેરીનો ભાવ વધારે હોવાથી 5 કિલોની પેટીની ખરીદીમાં વધારો

ગાંધીનગરમાં ઉનાળામાં કેસર કેરીના વેચાણની શરૂઆત થઇ ગઇ છે. શહેરના કૃષિભવન ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ ગીર વિસ્તારના તાલાલા, જામવાળા સહિતના ગામોના ખેડૂતોએ કેસર કેરીના વેચાણ માટે સ્ટોલ શરૂ કરી દીધા છે પરંતુ આ વખતે કેસર કેરીના ભાવ ઘણા વધારે હોવાથી હાલ નાગરિકો 5 કિલોની પેટી વધારે ખરીદી રહ્યા છે. ફળોના રાજા ગણાતા કેરી અને તેમાં પણ ખાસ કરીને કેસર કેરીની ડિમાન્ડ સૌથી વધારે રહે છે. ગીરની કેસર કેરી બજારમાં વેપારીઓ દ્વારા છેલ્લા ઘણા દિવસથી વેચાઇ રહી છે પરંતુ હવે ખેડૂતો જાતે પોતાની આંબાવાડીની કેરીઓનું વેચાણ કરવા ગાંધીનગર આવી ગયા છે. કૃષિ ભવન પાસે હાલ 7થી 8 જેટલા ખેડૂતોએ સ્ટોલ શરૂ કર્યા છે. આગામી દિવસોમાં આ સંખ્યામાં વધારો થશે પરંતુ હજુ સિઝનની શરૂઆત હોવાથી ભાવ ઘણા ઉંચા રહે છે. અહીં કેરીનું વેચાણ કરી રહેલા જામવાળાના ખેડૂત ભરતભાઇ કોરાટે કહ્યું કે હાલ ક્વોલિટી પ્રમાણે 9 કિલોની પેટીના ભાવ 1600થી 2200 રૂપિયા જેટલા છે. 5 કિલોની પેટીના ભાવ 800થી 1200 રૂપિયા છે. ગીરમાંથી કેરીની હજુ આવક થઇ છે આવનારા દિવસોમાં આવક વધશે તે પ્રમાણે ભાવમાં ઘટાડો થશે. ગત વર્ષ કરતા આ વખતે 9 કિલોની પેટીએ ભાવમાં 400થી 600 રૂપિયાનો વ...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

વડોદરા ક્રાઇમ ન્યૂઝ:'મારા પતિ ક્યાં છે, તમારી સાથે રહીને ખોટા રસ્તે જાય છે', તેમ કહેતા મહિલાની છેડતી કરી, વ્યાજખોરના ત્રાસથી યુવકે ઝેર ગટગટાવ્યું

વડોદરા શહેરમાં 'મારા પતિ ક્યાં છે, તમારી સાથે રહીને ખોટા રસ્તે જાય છે', તેમ કહેતા એક શખસે મહિલાની છેડતી કરી હતી અને ત્રણ શખસે સાસુ-સસરા અને બનેવીને પટ્ટાથી માર માર્યો હતો. આ મામલે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છ. મહિલા સાથે છેડતી વડોદરામાં રહેતી મહિલાએ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પતિ રાત્રે 8.30 વાગ્યા સુધી ઘરે ન આવ્યા નહોતા. જેથી રાત્રે 10 વાગ્યે હું તેમને શોધવા માટે નીકળી હતી. જ્યાં મારા પતિના મિત્ર વારીસ, અખીલેશ યાદવ અને દીપક યાદવ હાજર હતા. મારા પતિ અવારનવાર તેમની સાથે ફરવા અને દારૂ પીવા જતા હોય છે. જેથી મેં તેઓને કહ્યું હતું કે, મારા પતિ ક્યાં છે, ઘરે આવ્યા નથી. તમારી સાથે રહીને ખોટા રસ્તે જાય છે. આરોપીઓ જાતિ વિષયક અપશબ્દો બોલ્યા જેથી ત્રણેય આરોપી મને ગાળો બોલવા લાગ્યા હતા અને જાતિ વિષયક અપશબ્દો પણ કહ્યા હતા. મારા સાસુ-સસરા આવતા તેમને પણ જાતિ વિષયક અપશબ્દો કહ્યા હતા અને મારા સાસુ-સસરાને પટ્ટા વડે માર માર્યો હતો અને દીપક યાદવે મારી છેડતી કરી હતી. મારા જીજાજી ત્યાં આવતા ત્રણેય આરોપીઓએ તેમને પટ્ટાથી માર્યા હતા. આ મામલે મેં ત્રણ...

યુવક પર હુમલો:વલસાડમાં યુવક સાથે ફળિયાની મહિલા વચ્ચે આડા સંબંધ હોવાની અફવા ન ઉડાવવા સમજાવવા જતા 4 યુવકોએ મારમાર્યો

વલસાડના કાંઠા વિસ્તારમાં રહેતા એક પરિવારના યુવકનું ફળિયામાં રહેતી એક મહિલા સાથે આડા સંબંધ હોવાની અફવા ફેલાવવામાં આવી હતી. જેને લઈને ફળીયાના 4 યુવકોને મહિલા માટે ખોટી અફવા ન ઉડાવવા સમજાવવા માટે એક યુવક ગયો હતો. તો તે યુવકને અન્ય ચાર યુવકોએ અપશબ્દો બોલી માર માર્યો હતો. જેથી આ યુવકો વિરૂદ્ધ ડુંગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં 31 વર્ષીય યુવક તેમના પરિવાર સાથે રહે છે. તાજેતરમાં સ્થાનિક યુવકે તે યુવકના ફળિયામાં રહેતી એક મહિલા સાથે આડા સંબંધ હોવાની ફળિયામાં અફવા ઉડાવી હતી. સ્થાનિક યુવક મહિલાના ઘરે જઈને તે યુવક સાથે તેના આડા સંબંધ હોવા અંગે સાંભળ્યું હતું. જેથી મહિલાએ યુવકને ફોન કરી ઘરે બોલાવી સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જેથી આ યુવકે તે યુવકને મહિલા સાથે આડા સંબંધ હોવા અંગે કેમ અફવા ઉડાવે છે તેમ પૂછતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ યુવક ત્યાંથી જતો રહ્યો હતો. થોડી વાર બાદ આ યુવક તે યુવકના ઘર પાસે આવે ગાળો આપવા લાગ્યો હતો. જોકે, તેણે કોઈ રિસ્પોન્સ ન આપતા યુવકો જતા રહ્યા હતા. જે બાદ યુવક ડુંગરી પોલીસ મથકે ફરિયાદ કરવા બાઈક ઉપર જઈ રહ્યો હતો. ત્ય...

સેવાકાર્ય:હનુમાન જયંતિ નિમિત્તે શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા સેવાકાર્ય

પોરબંદર માં હનુમાન જયંતી નિમિત્તે શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓ યોજાઈ હતી.જેમાશિવ કથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ ના સહકાર થી કુંડળ વાળા હનુમાનજી ના મંદિરે દર્શન તથા સહગાર કરવામાં આવ્યો હતો. તથા દીપક પ્રગટાવવામા આવ્યા હતા.આ સનાતન ધર્મ ના કાર્યોની સાથે સાથે સામાજિક શૈક્ષણિક કાર્ય પણ કરવામાં આવ્યું હતું જેમાં જરૂરીયાતમંદ પરિવારના બાળકોને તથા પરીવારોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગાયોને ઘાસચારો, કુતરાઓને રોટલા અને પક્ષીઓ ને ચણ નાખવામાં આવી હતી.આ સેવાકાર્ય માટે શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતગિરી ગોસ્વામી તથા શ્રી કનકસિંહ રાયજાદા વાંકાનેર, શ્રી દેવશીભાઇ મકવાણા, શ્રી હરિદાસ બાપુ દુધરેજીયા નો સહયોગ પ્રાપ્ત થયો હતો. બાળકોને કપડાં,ગાયોને ઘાસચારો, કુતરાઓને રોટલા, પક્ષીઓને ચણ આપવામાં આવ્યું http://dlvr.it/T5zHYR

વિરોધ:ટીપી સ્કીમ રદ્દ ન થાય તો જૂનાગઢ અને ગીર સોમનાથના એક લાખ ખેડૂત પરિવારો મતદાનનો બહિષ્કાર કરશે

જૂનાગઢની ટીપી સ્કિમ રદ નહિ થાય તો 2 જિલ્લાના 1 લાખ ખેડૂત પરિવારો મતદાનનો બહિષ્કાર કરશે. આ અંગે ભારતિય કિસાન સંઘના સંયોજક મનસુખ પટોળીયાએ જણાવ્યું છે કે,ઝાંઝરડામાં ધરાર લાગુ પડનાર ટીપી સ્કિમ નંબર 5 અને 7 રદ કરવાની માંગ છે. કારણ કે, આ ટીપી સ્કિમના કારણે ખેડૂતોને 40 ટકા જમીન કપાત થવા ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ પણ ભરવો પડશે. આ સામે અનેક વખત વાંધા, વચકા રજૂ કરાયા હતા. પરંતુ ખેડૂતોની રજૂઆત સરકાર સુધી ન પહોંચે તે માટે જૂડાના અધિકારીઓએ ટીપી સ્કિમ સામે કોઇ વાંધો નથી તેમ બતાવવા તેની ઓનલાઇન ડેટા એન્ટ્રી જ કરી નથી. આ અંગે રજૂઆત બાદ સીએમએ આદેશ કર્યો તેમ છતાં ઓનલાઇન ડેટા એન્ટ્રી કરાતી નથી. ખાસ કરીને અમુક બિલ્ડરોનો ડોળો કરોડો રૂપિયાની કિંમતી જમીન પર છે.ત્યારે ટીપી અને વિકાસના નામે આ સોનાની લગડી જેવી જમીન મેળવવા બિલ્ડરોએ કરોડો રૂપિયા આપી જૂનાગઢ મહાનગરપાલિકાની જૂડા કચેરીના અધિકારીઓ સાથે મળી ભ્રષ્ટાચાર કરી પ્લાન, નકશામાં ફેરફાર કરેલ છે. ત્યારે જૂડાના અધિકારીઓ સામે સીબીઆઇની તપાસ કરાવી ખેડૂતોને ન્યાય આપવા માંગ છે.જો સમયસર ઉકેલ નહિ આવે તો જૂનાગઢ જિલ્લાના ખેડૂત પરિવારો મતદાનનો બહિષ્કાર કરશે. જ્યારે ભારતિય કિસાન ...

સ્થાનિક લોકો દ્વારા નેશનલ હાઈવેનો વિરોધ:સોમનાથ-ભાવનગર હાઇવે પર મોરડીયા ગામ નજીક ઓવરબ્રિજમાંથી આવક જાવક માટે જગ્યા ના મુકાતા લોકોમાં આક્રોશ

સોમનાથ-ભાવનગર હાઇવે પર મોરડીયા ગામ નજીક સ્થાનિક લોકો દ્વારા નેશનલ હાઈવેનો વિરોધ કર્યો. ગામની વચ્ચેથી પસાર થતા નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજમાંથી આવક જાવક માટે જગ્યા ના મુકાતા વિરોધ નોંધાવ્યો હતો. ગીર સોમનાથમાં આકાર પામી રહેલો ફોરટેક હાઇવે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. ત્યારે સોમનાથ-ભાવનગર ફોરટેક હાઇવેનું કામ ચાલી રહ્યું છે. ત્યારે સુત્રાપાડાના મોરડીયા ગામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગામ લોકોનું કહેવુ છે કે, મોરડીયા ગામ રોડની બન્ને સાઈડ છે જેના કારણે રોડ નીચેથી અવર જવર થઇ શકે તે માટે રોડ નીચે જગ્યા બનાવી આપવામાં આવી છે. મતલબ કે નાનો ઓવરબ્રિજ બનાવવામાં આવે, પરંતુ ગામ લોકો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી ગામ લોકોની માગ ન સંતોષાતા ગામના લોકો દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કારની પણ ચીમકી ઉચારવામાં આવી છે. જો કે સવાલ એ છે કે ગામની બિલકુલ નજીક હાઇવે દ્વારા સોલાજ ગામના ફાટક પાસે ઓવરબ્રિજ બનાવ્યો છે. છતાં ગામ લોકો ગામની આંગણવાડી અને સ્કૂલ પાસે બ્રિજ બનાવની માગ કરી રહ્યાં છે. મોરડીયા ગામથી આશરે 200 મીટર દૂર અન્ય ઓવરબ્રિજ છે. હવે જોવું ...

AMTSની સુવિધા બાબતે લોકોની ફરિયાદ:બસ ઊભી ન રાખવી નહીં, વધુ સ્પીડે દોડાવવી, ડ્રાઇવરો અને કંડક્ટરોની ગેરવર્તણૂકની 3 વર્ષમાં લોકોએ 10,970 ફરિયાદ કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસો દ્વારા અકસ્માત કરવાની ઘટનામાં વધારો થયો છે, ત્યારે નાગરિકો દ્વારા પણ AMTS બસની સુવિધાઓ મામલે ફરિયાદ કરવામાં આવતી હોય છે. છેલ્લા ત્રણ વર્ષમાં 10,970 જેટલી ફરિયાદો નાગરિક દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટને કરવામાં આવી છે. બસના ડ્રાઇવરો દ્વારા બસ સ્ટેન્ડ ઉપર બસ ઉભી રાખવી નહીં વધુ સ્પીડમાં બસ ચલાવવી, ડ્રાઇવરો અને કંડક્ટરો દ્વારા ગેર વર્તણુક કરવી, બસ નું ટ્રાફિક સિગ્નલ ભંગ કરવો વગેરે જેવી નાની મોટી મળેલી ફરિયાદો દ્વારા સ્પષ્ટ જણાય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું પરિવહન સેવા પૂરી પાડતી AMTS બસનું યોગ્ય સંચાલન કરવામાં આવતું નથી. સુવિધા નહીં પરંતુ દુવિધા: વિપક્ષ વિપક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, શહેરના નાગરિકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઓછા ખર્ચે પરિવહન સેવા શરૂ તો કરવામાં આવી છે, પરંતુ આ સુવિધા નહીં પરંતુ દુવિધા બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. વર્ષ 2019- 20થી લઈ અત્યાર સુધી ત્રણ વર્ષમાં નાગરિકો દ્વારા વિવિધ પ્રકારની 10,970 જેટલી ફરિયાદ કરવામાં આવી છે જે સ્પષ્ટ દર્શાવે છે કે પરિવહનની સુવિધા કથળી ગઈ છે. નાગરિકો દ્વારા કો...

પ્રવેશ પ્રક્રિયા:RTEમાં 9713 બેઠક સામે 7640 પ્રવેશ કન્ફર્મ કરાયા

RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 996 ખાનગી શાળાની 9713 બેઠકો સામે ફાળવેલા 8196 પ્રવેશ પૈકી પ્રથમ રાઉન્ડના અંતે 7640 પ્રવેશ કન્ફર્મ થયા છે. જ્યારે 529 પેન્ડિંગ છે. ફોર્મ મંજૂર થયા હોવા છતાં પ્રવેશ વંચિત એવા 19, 625 િવદ્યાર્થીઓ માટે માત્ર 1517 જેટલી ખાલી બેઠકો અને 529 પેન્ડિંગ બેઠકો માટે ખેંચતાણ જોવા મળશે. શહેરની 996 શાળાઓની 9713 બેઠકો પર RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ હતી, જેમાં 37,123 ફોર્મ ભરાયા હતા, જેમાં 27,821 મંજૂર જ્યારે 1,396 ફોર્મ રિજેક્ટ અને 7,906 ફોર્મ કેન્સલ કરાયા હતા. મંજૂર 27,821 ફોર્મ પૈકી પ્રથમ રાઉન્ડમાં 8196 બાળકોને પ્રવેશ ફાળવાયા હતા, જેની મંગળવારે પૂર્ણ થયેલી પ્રવેશ પ્રક્રિયામાં 7,640 વિદ્યાર્થીઓનાં પ્રવેશ કન્ફર્મ કર્યા છે, જ્યારે અપુરતા કે બોગસ પુરાવા વગેરે ધ્યાનમાં લેતાં 27 પ્રવેશ રદ કરાયા છે અને 529 બાળકોનાં પ્રવેશો હજુ કન્ફર્મ થઇ શક્યા નથી. http://dlvr.it/T5wQNt

ટેકનિકલ ખામી:વિકાસ કમિશનરની ખાતરી છતાં પ્રેશા સોફ્ટવેર ચાલુ ન થયું

પ્રેશા સોફ્ટવેરમાં છેલ્લા 15 દિવસથી સર્જાયેલી ટેકનિકલ ખામીને લઈ મહેસાણા જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના કોન્ટ્રાક્ટરોના 15 કરોડથી વધુના બિલો લટકી પડ્યા છે. કોન્ટ્રાક્ટર એસોસીએશન દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત બાદ અપાયેલી ખાતરી પછી પણ મંગળવારે સોફ્ટવેરના ઠેકાણા પડ્યા ન હતા અને બિલો ન બનતાં જૈસે થેની પરિસ્થિતિ જોવા મળી હતી. સમગ્ર રાજ્યમાં પ્રેશા સોફ્ટવેરમાં 2023નો ડેટા નવા 2024ના વર્ષમાં અપડેટ થયો ન હોવાથી જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના કોન્ટ્રાક્ટર સહિત અન્ય વિભાગોના બિલો પણ છેલ્લા 20 દિવસથી નીકળતા ન હોવાથી તમામના કરોડોના બિલો લટકી પડ્યા છે. જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટરોએ 15 કરોડથી વધુના બિલો લટકી પડતાં ગાંધીનગર જઈ વિકાસ કમિશનરને રજૂઆત કરી હતી. જ્યાં તેમણે મંગળવાર સુધીમાં સોફ્ટવેરમાં સર્જાયેલી સમસ્યાનો ઉકેલ આવી જશે અને બિલો બનતાં થઈ જશેની ખાતરી આપી હતી. પરંતુ મંગળવારે પણ પ્રેશા સોફ્ટવેર કાર્યરત થયું ન હતું. http://dlvr.it/T5wQBK

બાળકોને પ્રવેશની તક ના મળી:ONGC કેન્દ્રીય વિદ્યાલયમાં ધો.1માં 382માંથી 64 બાળકોને પ્રવેશ મળ્યો

મહેસાણામાં ઓએનજીસી સંચાલિત કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1માં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં બે વર્ગની કુલ 64 બેઠક સામે 382 બાળકોએ અરજી કરી હતી. જેમાં પ્રથમ પ્રવેશ યાદીમાં જ તમામ બેઠકો ભરાઇ થતાં બાકી રહેલા બાળકોને અન્ય શાળામાં પ્રવેશ મેળવવો પડશે. કેન્દ્રીય વિદ્યાલયના સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું કે, પ્રવેશ માટે પાંચ કેટેગરી ક્રમશ: પ્રાથમિકતામાં હોય છે. જેમાં ઓએનજીસી, સેન્ટ્રલ ગર્વમેન્ટ, સેન્ટ્રલ ગર્વમેન્ટ પીએસયુ, સ્ટેટ ગર્વમેન્ટ પીએસયુ અને છેલ્લે પાંચમી કેટેગરી જનરલ હોય છે. જેમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 25 ટકા બેઠક પ્રમાણે 16 વિદ્યાર્થીઓને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જ્યારે બાકી 48 બેઠકમાં કેટેગરી ક્રમ મુજબ ઓએનજીસી અને સેન્ટ્રલ ગર્વમેન્ટ કર્મચારીઓના બાળકો કેન્દ્રીયકૃત પ્રવેશયાદીમાં આવતાં તમામ બેઠકો ભરાઇ ગઇ છે. આ ઉપરાંત, કેન્દ્રીય વિદ્યાલયમાં કાર્યરત બાલવાટિકાથી સીધા ધોરણ 1માં આવતા બાળકો માટે એક વર્ગ કાર્યરત છે. http://dlvr.it/T5wQ01

લખી રાખો, 2004 જેવાં પરિણામો આવશે:કોંગ્રેસના અમિત ચાવડાએ કહ્યું- કામના નામે મત મળે એમ નથી, એટલે ભાજપ રામના નામે મત લેવા નીકળ્યો છે

ગુજરાતના રાજકારણમાં અમિત ચાવડાનાં મૂળ ઊંડાં છે. તેમની પાંચ પેઢી કોંગ્રેસ સાથે જોડાયેલી છે. પોતે પાંચ ટર્મથી ધારાસભ્ય છે. 2004 અને 2007માં બોરસદના ધારાસભ્ય રહ્યા અને છેલ્લી ત્રણ ટર્મથી આણંદ જિલ્લાની આંકલાવ વિધાનસભા સીટ પરથી ચૂંટાઈ આવે છે. એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પણ હતા. ભાજપનો દબદબો અને મોદી લહેર વચ્ચે પણ અમિત ચાવડા હાર્યા નથી. આ વખતે કોંગ્રેસે તેમને આણંદ લોકસભા સીટની ટિકિટ આપી છે. વિધાનસભામાં પાંચ ટર્મથી અડગ અમિત ચાવડા લોકસભામાં કેવી રીતે ફાઈટ આપશે, ક્ષત્રિય ફેક્ટર તેમને કેવી અસર કરશે, આણંદ માટે તેમનો રોડ મેપ શું છે, આ તમામ સવાલોના જવાબ જાણવા દિવ્ય ભાસ્કરે તેમની સાથે વિસ્તારથી વાત કરી. વાંચો તેમનો સંપૂર્ણ ઈન્ટરવ્યૂ... સવાલ: તમે કયા ગેમ પ્લાન સાથે પ્રજા વચ્ચે જઈ રહ્યા છો? જવાબ: આ વખતે પહેલીવાર એવું બની રહ્યું છે કે આ ચૂંટણી કોઈ રાજકીય પક્ષ નહીં, પણ પ્રજા લડી રહી છે. હવે પ્રજા પરિવર્તન ઝંખી રહી છે, જેની સીધી અસર અમે પ્રચાર-પ્રસારમાં જઈએ છીએ એમાં દેખાઈ રહી છે. પ્રજા હવે છેલ્લાં 10 વર્ષના કેન્દ્ર સરકારના શાસન અને રાજ્ય સરકારના શાસન...

ચૈત્ર પુનમનો પવિત્ર દિવસ:હરસિધ્ધી શક્તિ પીઠ, લાડોલ ખાતે સુરતના ઉદ્યોગપતી ભક્તપરીવાર દ્વારા માઁ હરસિધ્ધીને રત્નજડિત મુગટ અર્પણ કરાયો

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ હરસિધ્ધી માતાજી મંદિરે ચૈત્ર પુનમના દિવસે માનવમહેરામણ ઊમટ્યું હતું. સંપુર્ણ દિવસ દરમ્યાન હજારો ભક્તો માતાજીના દર્શન માટે પધાર્યા હતા. ત્યારે વર્ષોથી દરવર્ષે ચૈત્ર પુનમ પર યજ્ઞ કરાવતા માતાજીના ભક્ત એવા બાબુભાઈ ગોપાળદાસ પટેલના સુપુત્રો તથા સુરતના ઉદ્યોગપતિ એવા કમલેશભાઈ પટેલ, રજનીભાઈ પટેલ, રાજેષભાઈ પટેલ (જગથ કન્સ્ટ્રકશન) દ્વારા પોતાનો સંકલ્પ પુર્ણ થતા મા હરસિધ્ધીને રત્નજડિત મુગટ અર્પણ કર્યો હતો. જે મુગટમાં જુદા જુદા રત્નો જેવા કે માણેક, પન્ના અને હીરા ઝડીને તૈયાર કરવામાં આવ્યો છે. મુગટ નકશી કામ અને સુંદર મીના કામ સાથે ખુબ જ સુંદર રીત તૈયાર કરી માઁ હરસિધ્ધીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહંત અશ્વિનભાઈ જાની દ્વારા પણ યજમાન પરીવારને આર્શીવાદ પાઠવવામાં આવ્યાં હતાં. 51 દિવાની મહાઆરતી સાથે માતાજીને મુગટ અર્પણ કરી ધામ-ધુમથી ભક્ત પરીવાર દ્વારા હરખ સાથે વાજતે ગાજતે માતાજીને મુગટ અર્પણ કરી દિવ્ય શ્રીંગાર કરવામાં આવ્યો હતો. એમ યુવા આચાર્ય વિશ્વાસભાઈ જાની દ્વારા જણાવવામાં આવ્યું છે. http://dlvr.it/T5vq2R

લશ્કરના નિવૃત જવાનનું સન્માન:24 વર્ષ દેશની સરહદો ઉપર સેવા આપી માદરે વતન આવેલા લશ્કરના જવાનનું ગામલોકોએ સન્માન કર્યું, ડીજે-ઢોલ સાથે શોભાયાત્રા કાઢી ઘરે લઈ ગયા

દેશની સરહદો અને દેશના નાગરિકો સુરક્ષિત રહે તેમાટે સરહદો ઉપર ભારતીય ભૂમિદળના અનેક જવાનો ખડેપગે ઉભા રહી દેશની રક્ષા કરવાની પોતાની ફરજ બજાવતા હોય છે. ત્યારે આવા લશ્કરના જવાન ફરજમાંથી નિવૃત્ત થઈ માદરે વતન આવે છે. ત્યારે ત્યાં ગામલોકો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે ત્યારે પરિવાર થી દુર રહી દેશની સુરક્ષા માટે આપેલા અમૂલ્ય યોગદાન અને એ માટે વેઠેલી અનેક તકલીફો અને દુઃખ કદાચ એ જવાન ભુલાવી દેતો હોય છે. શેષ જીવન પરિવાર સાથે રહી જીવવાનો આનંદ તેના હસતા ચહેરા ઉપર જોવા મળી જતો હોય છે. આવા જ એક ઘોઘંબા તાલુકાના નાનકડા ગામ લાબડાધરાનો યુવાન 24 વર્ષ પહેલાં ભારતીય ભૂમિદળમાં પસંદગી પામી દેશની રક્ષા માટેની તેની જવાબદારી પુરી કરી વતન પરત ફરતા તેનું ડીજે, ઢોલ સાથે ભવ્ય સ્વાગત ઘોઘંબામાં કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા કાઢી પુરા સન્માન સાથે એક લશ્કરના જવાનને છાજે તે રીતે ગામલોકો તેને ઘરે લઈ ગયા હતા. ત્યારે દેશભક્તિ ના ગીતો સાથે નીકળેલી શોભાયાત્રા નિહાળતા ઘોઘંબા નગર સહિત અનેક લોકોની છાતી આ જવાનની દેશસેવાને લઈ ગર્વથી ફૂલી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. લાબડાધરા ગામના રમણભાઈ રાઠવા 24 વર્ષથી ભારતીય ભૂમિદળમાં જ...

મતદાર જાગૃતિ અભિયાન:રાણાવાવની મજીઠીયા ગર્લ્સ સ્કૂલ ખાતે મતદાન જાગૃતિને લઇ મહેંદી અને રંગોળી સ્પર્ધા યોજાઇ

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં આગામી દિવસોમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે આ મહાપર્વને ઉજવવા શાળા કોલેજની છાત્રાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાળાની છાત્રાઓએ મતદાર જાગૃતિને લઇ મહેંદી અને રંગોળી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર જોડાઇ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી કે. ડી. લાખાણીનાં માર્ગદર્શન હેઠળ સ્વીપના નોડલ ઓફિસર દ્વારા સ્વીપ કામગીરી અંર્તગત મતદાન જાગૃતિ અંગે રોજબરોજ અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને યુવા છાત્રો મતદાન માટે પ્રેરાય તે માટે શાળા-કોલેજોમાં વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ હોંશભેર જોડાઈ રહ્યા છે. સ્વીપના નોડલ ઓફિસરના જણાવ્યા અનુસાર, પોરબંદરના રાણાવાવની એમ.વી. મજીઠીયા ગર્લ્સ સ્કૂલ ખાતે મહેંદી અને રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીનિઓએ કલાત્મક ડિઝાઇન સાથે મતદાન અંગેના વિવિધ સ્લોગન બનાવી જનજાગૃતિની ખુશ્બુ ફેલાવી છે. રંગોળી અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરી ઉત્સાહભેર વિદ્યાર્થીઓ આ મતદાન જાગૃતિના કાર્યક્રમમાં જોડાયા હતા. મતદાન અંગે પણ વિદ્યાર્થીઓને સમજ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં આજની યુવા પેઢીએ ઉત્...