Skip to main content

બાળકોને પ્રવેશની તક ના મળી:ONGC કેન્દ્રીય વિદ્યાલયમાં ધો.1માં 382માંથી 64 બાળકોને પ્રવેશ મળ્યો

મહેસાણામાં ઓએનજીસી સંચાલિત કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1માં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં બે વર્ગની કુલ 64 બેઠક સામે 382 બાળકોએ અરજી કરી હતી. જેમાં પ્રથમ પ્રવેશ યાદીમાં જ તમામ બેઠકો ભરાઇ થતાં બાકી રહેલા બાળકોને અન્ય શાળામાં પ્રવેશ મેળવવો પડશે. કેન્દ્રીય વિદ્યાલયના સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું કે, પ્રવેશ માટે પાંચ કેટેગરી ક્રમશ: પ્રાથમિકતામાં હોય છે. જેમાં ઓએનજીસી, સેન્ટ્રલ ગર્વમેન્ટ, સેન્ટ્રલ ગર્વમેન્ટ પીએસયુ, સ્ટેટ ગર્વમેન્ટ પીએસયુ અને છેલ્લે પાંચમી કેટેગરી જનરલ હોય છે. જેમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 25 ટકા બેઠક પ્રમાણે 16 વિદ્યાર્થીઓને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જ્યારે બાકી 48 બેઠકમાં કેટેગરી ક્રમ મુજબ ઓએનજીસી અને સેન્ટ્રલ ગર્વમેન્ટ કર્મચારીઓના બાળકો કેન્દ્રીયકૃત પ્રવેશયાદીમાં આવતાં તમામ બેઠકો ભરાઇ ગઇ છે. આ ઉપરાંત, કેન્દ્રીય વિદ્યાલયમાં કાર્યરત બાલવાટિકાથી સીધા ધોરણ 1માં આવતા બાળકો માટે એક વર્ગ કાર્યરત છે.


http://dlvr.it/T5wQ01

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6