Skip to main content

છેતરપિંડી:ભીમાસરમાં કંપનીના ઓપરેટરના ખાતામાંથી 3.11 લાખ સેરવી લેવાયા

અંજાર તાલુકાના ભીમાસર ગામ નાજીકાવેલી રત્નમણી કંપનીના ઓપરેટરને અજાણ્યા શખ્સે ફોન કરી પોતાના 15 હાજર ભૂલથી તેમના ખાતામાં આવી ગયા હોવાનું કહી ચાલુ ફોનમાં ગુગલ પે પર રીક્વેસ્ટ એક્સેપ્ટ કરતા રોકડ 40 હજાર ઉપાડી લીધા બાદ ઓટીપી મારફતે રૂપિયા 2.71 લાખની લોન લઇ 3.11 લાખનો ચૂનો લગાવ્યો હોવાનું બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ સાબરકાંઠાના અને હાલ સહારા ગ્રામ ભીમાસરમાં રહેતા ફરિયાદી સુરેશભાઈ રાવતાભાઈ પટેલે અંજાર પોલીસ મથકે અજાણ્યા મોબાઈલ નંબરના ધારક સામે ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ ગત 2 માર્ચના પોતે ઘરે હતા એ દરમિયાન બપોરના સમયે અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો.જેમાં સામાવાળાએ પોતાના 15 હજાર ભૂલથી ફરિયાદીના ખાતામાં આવી ગયા હોવાનું કહી પરત આપવા કહ્યું હતું.જેથી ફરિયાદીએ મોબાઈલમાં જોતા મેસેજ આવેલ હતો પરંતુ રૂપિયા જમા થયેલા ન હતા.જેથી આરોપીએ ગુગલ પે ખોલી તેમાં જોવાનું ખાતે ફરિયાદીએ તેમાં આવેલી રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી જે બાદ ફરિયાદીના એક્સીસ બેંકના ખાતામાંથી રૂપિયા 40 હજાર ઉપડી ગયા હતા.ત્યારબાદ રૂપિયા પરત આપવાનું કહી આરોપીએ ફરિયાદી પાસેથી ઓટીપી મેળવી ફોન કાપી નાખ્યો હતો.જેના અડધા કલાક બાદ ફરીથી અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને સાત દિવસમાં રૂપિયા પરત આવી જશે તેવું કહ્યું હતું.આ બાબતે ફરિયાદીએ મિત્ર સર્કલમાં વાત કરતા ઠગાઈનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું અને ફરિયાદી ગાંધીધામની એક્સીસ બેંક ખાતે દોડી ગયા હતા.જ્યાં તેમને જાણવા મળ્યું કે રોકડ 40 હજાર ટ્રાન્સફર થયા છે અને રૂપિયા 2.71 લાખની લોન લઇ સામાવાળાએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લઇ કુલ રૂપિયા 3.11 લાખની છેતરપિંડી કરી હતી.બનાવને પગલે અંજાર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


http://dlvr.it/T6FG1y

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6