Skip to main content

મોરબી ક્રાઈમ ન્યૂઝ:બીમારીથી કંટાળી વેપારીએ મચ્છુ 2 ડેમમાં ઝંપલાવી આયખું ટુંકાવ્યું, ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં એસીડ પી લેતા પૌઢનું મોત નીપજ્યું

મોરબીના મચ્છુ 2 ડેમમાં ઝંપલાવી સોની વેપારીએ આપઘાત કરી લીધો હતો. જે બનાવ મામલે મોરબી તાલુકા નોંધ કરી છે. મોરબી શહેરના સામાકાંઠે આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પૌઢ પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. મોરબીના શનાળા રોડ પર પુનીતનગરમાં રહેતા મનોજભાઈ ઉર્ફે લાલો રાણપરા નામના સોની વેપારીએ જોધપર નજીક આવેલ મચ્છુ 2 ડેમના સ્લીપ-વે બ્રીજ પર પોતાના ચપ્પલ-મોબાઈલ અને પાકીટમાં સુસાઈડ નોટ મૂકી મચ્છુ 2 ડેમના પાણીમાં કુદી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક મનોજભાઈ રાણપરા નામના વેપારી અઢારેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય જેની દવા ચાલુ હોય અને આઠેક વર્ષ પહેલા સોનીકામ કરતી વખતે સોનું ગાળવાની ગેસ ગનમાં ગેસ ચાલુ રહી જતા ગેસ ગન સળગાવતા ભડકો થતા ગળામાં આગની વરાળ જતા ગળાના ભાગે તકલીફ થઇ ગઈ હતી. જેથી વ્યવસ્થિત સમજી સકાય તેમ બોલી નહિ શકવાની તકલીફથી પીડાતા હતા. જેથી બીમારીથી કંટાળી જઈને મચ્છુ 2 ડેમમાં ઝંપલાવી પાણીમાં ડૂબી જતા મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી 2 વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા નથુભાઈ મુછ્ડીયા નામના પૌઢ ઘરે બીમારી સબબ એસીડ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.


http://dlvr.it/T67csx

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6