Skip to main content

માર્ગદર્શન:તડકામાં બીમારીથી બચવા ખાવા-પીવામાં ધ્યાન અને જીવનશૈલીમાં ફેરફાર જરૂરી

હાલ ઉનાળો એટલે કે ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે. આયુર્વેદના વિવિધ ગ્રંથોમાં દરેક ઋતુમાં કેવી રીતે રહેવું, શું ખાવું-ન ખાવું અને શું કરવું-શું ન કરવું એ માટે દરેક ઋતુની અલગ ઋતુચર્યાનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. ઉનાળામાં સ્વસ્થ રહેવા,બીમારીથી તેમજ હિટવેવથી બચવા આ નિર્દેશોનું પાલન ઉપયોગી બને તેમ છે.ઋતુચર્યાને બે વિભાગમાં વહેંચી શકાય જેમાં ખાવા-પીવામાં ધ્યાન રાખવું જોઈએ અને જીવનશૈલીમાં ફેરફાર કરવો જોઈએ. જિલ્લા આર્યુવેદ વિભાગના જણાવ્યા પ્રમાણે,કુદરતી ઠંડુ થયેલ પાણી-પીણાં પીવાં. ફ્રિજનું ઠંડુ પાણી કે બરફ નાખેલું પાણી-પીણાં ન પીવાં,માટલાના ઠંડા પાણીમાં થોડી સાકર કે મધ ઉમેરી પીવું,ભુખ કરતાં ઓછો, પચવામાં હળવો ખોરાક લેવો,પ્રવાહીનું પ્રમાણ થોડું વધારે રાખવું,સકરટેટી,દ્રાક્ષ, ફાલસા,કેરી, સંતરા, દાડમ વગેરે ઋતુ પ્રમાણેના ફળો લેવા,પચવામાં સરળ અને હળવા હોય તેવા દૂધી, સરગવો, ગલકાં, તુરિયા, ટીંડોળા, કારેલા જેવા શાક લેવા. બજારુ પેકિંગ કરેલા ફ્રૂટના જ્યુસ કે રેડી મેઇડ કોલ્ડ ડ્રિંક્સ ન લેવા હિતાવહ છે. જીવનશૈલીમાં ખાસ કરીને તડકો, સીધા ગરમ પવનથી દૂર રહેવું.બપોરે કુદરતી ઠંડા વાતાવરણમાં રહેવું, રાત્રે અગાશી કે ધાબા પર સૂવું. તડકામાંથી તાત્કાલિક ઠંડકવાળા વાતાવરણમાં જવું નહીં, તડકામાંથી ઘરે આવીને તરત હાથ-પગ-મોં ધોવા નહીં. કસરત ઓછી માત્રામાં કરવી જોઈએ.લૂ થી બચવા કાચી કેરીનો બાફલો, કોકમનું શરબત, ખસનું શરબત, વરિયાળીનું શરબત, લીંબુ શરબત, ધાણાનું પાણી પીવું અને જો લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા જિલ્લા આયુર્વેદ અધિકારીની યાદીમાં જણાવાયું છે. લૂ લાગવાના લક્ષણો
માથામાં દુઃખાવો,હ્ર્દયના ધબકાર વધવા, શોષ પડવો, થાક લાગવો, બેભાન થઈ જવું, ચામડી લાલ થઈ જવી, અશક્તિ લગાવી, ઝાડા થવા.


http://dlvr.it/T6BZKh

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6